SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ગૂર્જર કવિઓ : વિમોચન અને પૂર્ણાહુતિ-સમારોહ અહેવાલ ટાંકી, આ પ્રાચીન કવિઓના મુખડામાંથી સ્ફુરેલી-રચેલી પોતાની કાવ્યરચનાઓનો એમણે આસ્વાદ કરાવ્યો. • ‘કરીએ કૃષ્ણઉપાસના, ધરીએ હૃદયામાં ધ્યાન’ પળપળના આ પદ્મ મહીં આસન લે ભગવાન. ‘અનુભવ કરિયો રે કરનારે' એ વિદાસની પંક્તિના મુખડાનો આધાર લઈ એમણે રચનાને આગળ ચલાવી • ‘દરિયો શું છે, મોજાં શું છે, થપાટ શું છે એની જાણ બધી મઝધારે, ફૂલનું ફૂટવું શું છે એ તો કેવળ જાણે મૂળ ભમરો કેવળ ફોરમ માણે, નહીં જાણે કોઈ કુળ રણની આંધીના અનુભવની વાત કરી વણઝારે, અનુભવ કરિયો રે કરનારે.’ ત્રણે ભુવનનો સ્વામી એને હોય ભાવની ભૂખ, એ વક્તા, એ શ્રોતા એમાં અવર ન હોય પ્રમુખ અનુભવ કરિયો રે કરનારે.’ આમ મધ્યકાળના પદની પહેલી પંક્તિમાંથી આવાં ૧૦૮ કાવ્યો લખાયાં. ક્યારેક હ્રદયને સ્પર્શી જતું કોઈ દશ્ય જોઈને પણ કાવ્યસરવાણી ફૂટી નીકળે છે. એમણે એમના અંગત અનુભવનો એક દાખલો ટાંકતાં કહ્યું કે પોતે નૈનીતાલ જતા હતા. રસ્તામાં અલમોડાના રોકાણ દરમ્યાન એક વાર કવિ પોતે બહાર નીકળ્યા ત્યારે એક માણસ રસ્તા પર બેસી આકાશને ધારીધારીને જોતો હતો. એમાં એક શ્રદ્ધા હતી. આ પરથી કવિએ લખ્યું : કોઈ રસ્તાની ધારે ધારે, બેસી સાંજ-સવારે, તારી રાહ જોઉં છું. ઊડતાં ઊડતાં પંખીઓ પણ તારું નામ પુકારે તારી રાહ જોઉં છું. વનની કેડી વાંકીચૂંકી મારી કેડી સીધી, મેં તો તારા નામની મીઠી કમલકટોરી પીધી રાતની નીરવ શાંતિ એના રણઝણતા રણકારે તારી રાહ જોઉં છું. કદીક આવશે એવા અગમ તણા અણસારે તારી રાહ જોઉં છું. એમણે પોતાની કે. સી. કૉલેજમાં વ્યાખ્યાતા તરીકેની આરંભિક કારકિર્દીથી માંડી. એમ.એસ.યુનિ. (વડોદરા) સુધીના અનુભવોમાંથી સ્ફુરેલી રચનાઓ રજૂ કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001184
Book TitleEk Abhivadan Occhav Ek Goshthi
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy