SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ છે અને જેટલો એના અભ્યાસ પ્રતિ પ્રમાદ સેવાય એટલો તે ગુજરાતી ભાષાસાહિત્યના વિકાસ અને અભિવૃદ્ધિમાં અંતરાયરૂપ થાય છે. શ્રીયુત મોહનલાલ દલીચંદ દેશાઈએ તૈયાર કરેલી જૈન કવિઓની સૂચી ભા.૧ અને ૨ હમણાં બહાર પડ્યાં છે તે જોતાં જૈન સાહિત્ય કેટલું બધું ખેડાયેલું અને વિસ્તૃત છે એનો સહજ ખ્યાલ આવે છે; અને સુપ્રસિદ્ધ ઓફેટના કેટલોગની પેઠે જૈન સાહિત્યના અભ્યાસ માટે આ સૂચીઓ ગુજરાતી સાહિત્યના પ્રેમીને કાયમ ઉપયોગી થઈ પડશે એ નિ:સંદેહ છે. આવું ભગીરથ અને મુશ્કેલ કાર્ય અનેક પ્રકારનો શ્રમ સેવીને પૂરું કરવા બદલ અમે શ્રીયુત ભાઈ મોહનલાલને અંતઃકરણપૂર્વક અભિનંદન આપીએ છીએ. એ યાદીઓ તૈયાર કરીને એકલા જૈન સમાજની નહીં પણ વાસ્તવિક રીતે ગુજરાતી સાહિત્યની અપૂર્વ સેવા એમણે કરી છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. બુદ્ધિપ્રકાશ, ડિસેંબર ૧૯૩૨ . . સુદીર્ઘ સાહિત્યયજ્ઞ “જૈન ગૂર્જર કવિઓ' એ મોહનલાલ દલીચંદ દેશાઈનું ગુજરાતી સાહિત્યને એક અનેરું અને યશકલગીરૂપ પ્રદાન છે. એક માણસ એકલે હાથે આટલી ગંજાવર સામગ્રી એકઠી કરી શકે અને આવી ચુસ્ત વૈજ્ઞાનિક વ્યવસ્થાથી ને વિષયની પોતાની સર્વ જાણકારીને કામે લગાડીને રજૂ કરી શકે એ ઘટનાનો ગુજરાતી સાહિત્યમાં તો જોટો જડવો મુશ્કેલ છે. શ્રી દેશાઈનો આ જ્ઞાનયજ્ઞ ૩૩ વર્ષ ચાલ્યો. એમણે હસ્તપ્રતભંડારો, વ્યક્તિગત હસ્તપ્રતસંચયો, સૂચિઓ, મુદ્રિત ગ્રંથો આદિ જે સાધનોના ઉપયોગ કર્યો છે એની સંખ્યા ૪૦૦ કે વધારે થવા જાય છે. આ હકીકત શ્રી દેસાઈના અસાધારણ પરિશ્રમની ગવાહી પૂરે છે. આજથી ૫-૭૫ વર્ષ પહેલાં આ બધાં સાધનો સુધી પહોંચવામાં કેટલી અગવડ હશે એનો વિચાર કરીએ ત્યારે શ્રી દેશાઈની સાહિત્યપ્રીતિ ને સંશોધનનિષ્ઠા વિશે પરમ આદર થયા વિના રહેતો નથી. જૈન ગૂર્જર કવિઓ', બીજી આવૃત્તિ જયંત કોઠારી નિવેદન, તા.૧-૮-૧૯૮૬ સો સંશોધન નિબંધોની સામગ્રી આટલી પ્રચુર દસ્તાવેજી સામગ્રી ધરાવતો અન્ય કોઈ ગ્રંથ ગુજરાતીમાં તો નજરે જ નથી ચડતો, પરંતુ અન્ય ભારતીય ભાષામાં હશે કે કેમ એ વિશે શંકા રહે છે. પાનાંનાં પાનાં સુધી વિસ્તરતી સૂચિઓ જ “જૈન ગૂર્જર કવિઓ'ના અસાધારણ માહિતીભંડારનો આપણને અંદાજ આપે છે. આ તો બહુરત્ના વસુંધરા છે ! ખોદકામ કરનારા ને રત્નોને પરખનારા-પરખાવનારાની જ વાટ જુએ છે. એકલા “જૈન ગૂર્જર કરિઓને આધારે પીએચ.ડી.ની ડિગ્રી માટેની સો થિસીસો તૈયાર થઈ શકે. થિસીસો નહીં તો સંશોધન નિબંધો તો જરૂર થઈ શકે. જૈન ગૂર્જર કવિઓ, બીજી આવૃત્તિ જયંત કોઠારી ભા.૭, નિવેદન તા.૮-પ-૧૯૯૧ Pas, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001184
Book TitleEk Abhivadan Occhav Ek Goshthi
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy