________________
હસ્તપ્રતભંડારો
વર્તમાન સ્થિતિ અને હવે પછીનું કાર્ય
(૩) પ્રાચ્ય વિદ્યામંદિર (એમ. એસ. યુનિ.) વડોદરાનો ગ્રંથભંડાર (હસ્તપ્રતસંખ્યા ૨૭૦૦૦)
—
૩૫
(૪) ગુજરાત વિદ્યાપીઠ (આશ્રમરોડ) અમદાવાદનો ગ્રંથભંડાર (હસ્તપ્રતસંખ્યા ૪૩૭)
(૫) સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી – ચુનીલાલ ગાંધી વિદ્યાભવન (એમ.ટી.બી. કૉલેજ, અઠવાલાઈન્સ) સુરતનો ગ્રંથભંડાર (હસ્તપ્રતસંખ્યા ૬૦)
(૬) ઇન્ડોલોજિકલ રીસર્ચ ઇન્સ્ટીટ્યૂટ, (શારદાપીઠ) દ્વારકાનો ગ્રંથભંડાર (હસ્તપ્રતસંખ્યા ૩૦૦૦ આશરે)
(૭) ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈમાં સચવાયેલો ગ્રંથભંડાર (હસ્તપ્રતસંખ્યા ૧૮૦૦ ગુટકા પ્રકારની)
આ હસ્તપ્રતભંડારોમાં નીચે પ્રમાણે વ્યવસ્થા જોવા મળે છે.
(૧) હસ્તપ્રતો સામાન્યતઃ કાગળના રેપર(આવરણ)માં રાખવામાં આવી છે. કેટલાક ભંડારોમાં વ્યક્તિગત હસ્તપ્રત કે હસ્તપ્રતપોથી (અમુક પ્રતોની થોકડી) સફેદ કે લાલ કપડાના બંધનમાં બાંધીને રાખવામાં આવી છે. (૨) હસ્તપ્રતો લાકડાના ડબામાં રાખવામાં આવી હોય છે કે કેટલીક જગ્યાએ સ્ટીલના કે લાકડાના કબાટમાં થોકડીબદ્ધ ગોઠવવામાં આવી હોય છે. (૩) હસ્તપ્રતો પર ક્રમાંક કરવામાં આવ્યા હોય છે, ક્રમાંક પ્રમાણે હસ્તપ્રતો ગોઠવેલી હોય છે.
(૪) હસ્તપ્રતોનાં સૂચિ-કાર્ડ (Catalogue Card) તૈયાર કરવામાં આવેલાં હોય છે અને તે કાર્ડ-કેબિનેટમાં અકારાદિક્રમે મૂકવામાં આવ્યાં હોય છે. (૫) આ સૂચિ-કાર્ડ અનુસાર રજિસ્ટર તૈયાર કરવામાં આવ્યું હોય છે. (૬) આમાંના કેટલાક ગ્રંથભંડારોની સૂચિ (Catalogue) પ્રકાશિત થયેલી છે. (૭) કેટલાક ભંડારોની હસ્તપ્રતોનું વર્ણનાત્મક કેટલોગ (Descriptive Catalogue) પણ પ્રકાશિત થયેલ છે.
(૮) પ્રત જોવા કે મેળવવા માટે એના કાર્યાલયનો સમય નક્કી થયેલો હોય છે.
(૯) અધ્યક્ષ કે સંચાલક કે ટ્રસ્ટીનો સંપર્ક કરવાથી હસ્તપ્રત કે એની ઝેરોક્ષ નકલ મેળવી શકાય છે.
અહીં નોંધવું જોઈએ કે આ ગ્રંથભંડારોની સૂચિ પરથી એક સંકલિત વર્ણનાત્મક સૂચિ (Collective descriptive catalogue) તૈયાર કરવી જોઈએ. (આવી એક સંકલિત યાદી શ્રી કે. કા. શાસ્ત્રીજીએ તૈયાર કરવાનો આરંભનો પ્રયાસ કર્યો હતો.) જેથી વિદ્યાર્થીઓને કે વિદ્વાનોને કે સંશોધકોને એમને જરૂરી હોય એવી પ્રત અંગે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org