________________
હસ્તપ્રતભંડા૨ો – વર્તમાન સ્થિતિ અને હવે પછીનું કાર્ય
-
કનુભાઈ શેઠ
આધુનિક યુગમાં સુશિક્ષિત, સંસ્કારસંપન્ન અને પ્રગતિશીલ સમાજમાં ગ્રંથાલય લાઇબ્રેરીનું જે મહત્ત્વ છે, તેવું જ મહત્ત્વ પૂર્વકાલમાં હસ્તપ્રતભંડારોનું હતું.
ભારતની ત્રણે ધાર્મિક પરંપરા વૈદિક, બૌદ્ધ અને જૈનમાં આવા ગ્રંથભંડારો થયા હતા. પણ જૈનોમાં ગ્રંથસંગ્રહ કરવાની સંગઠિત વ્યવસ્થાપદ્ધતિ હોવાથી આ ગ્રંથભંડારો અન્ય બે પરંપરા કરતાં વિશેષ પ્રમાણમાં જળવાઈ રહ્યા છે.
–
અત્રે મુખ્યત્વે આવા જૈનભંડારોની હાલની પરિસ્થિતિ અંગે વાત કરવાનો ઉપક્રમ છે.
ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં બે પ્રકારના ગ્રંથભંડારો જોવા મળે છે, એક વ્યક્તિગત અને બીજા સાંઘિક માલિકીના.
ગુજરાતમાં પણ ખાસ કરીને જૈન પરંપરામાં સામાન્યતઃ ગ્રંથભંડારો સાંઘિક માલિકીના જોવા મળે છે. જેનું સંરક્ષણ કે સંવર્ધન સંઘ જ કરે છે. આના પરિણામે જૈન પરંપરાના અનેક ગ્રંથભંડારો હાલ પણ વિદ્યમાન રહ્યા છે. જોકે અહીં નોંધવું ઘટે કે કેટલાક જૈન સાધુ-મુનિઓના વ્યક્તિગત ગ્રંથભંડારો પણ જોવા મળે છે.
ઉપર્યુક્ત બે પ્રકારના ગ્રંથભંડારો ઉપરાંત હાલ થોડાં વર્ષોમાં એક ત્રીજા પ્રકારના ગ્રંથભંડારો અસ્તિત્વમાં આવ્યા છે તે છે સંશોધનસંસ્થા કે વિદ્યાસંસ્થા સાથે સંકળાયેલા કે તે દ્વારા સંચાલિત ગ્રંથભંડારો. આવા ગ્રંથભંડારો સામાન્યતઃ પૂર્વોક્ત ગ્રંથભંડારોના અવશેષમાંથી બન્યા છે, તે અત્રે નોંધવું જોઈએ. સંસ્થા સાથે સંકળાયેલા ગ્રંથભંડારો
હાલ ઉપલબ્ધ માહિતી અનુસાર સંસ્થા સાથે સંકળાયેલા ગ્રંથભંડારો નીચે પ્રમાણે છે.
(૧) લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર (ગુજરાત યુનિ. પાસે) અમદાવાદના ગ્રંથભંડારો (હસ્તપ્રતસંખ્યા ૭૫૦૦૦)
(૨) ગુજરાત વિદ્યાસભા ભો. જે. સંશોધન વિદ્યાભવન (આશ્રમ રોડ) અમદાવાદ સાથે સંકળાયેલો ગ્રંથભંડાર (હસ્તપ્રતસંખ્યા ૧૦,૦૦૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org