SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ ભગ: એ તો આપણા માટે. કોઈ વૃક્ષ ફરદું જોયું છે ? વૃક્ષ / વિદ્યા - છેક મૂળ સુધી જવું, ને રસ પર્ણપણે પ્રસારવો, એ એમનું નિરંતર કાર્ય. વિદ્યાપ્રેમ પણ એવો. એ તપ છે, પણ એ પ્રીતિ પણ છે. આવી મૂળ નાંખવાની, મૌનની, છૂપા રહેવાની તૈયારી ન હોય તો વિદ્યા સદા પાંગરતી ન રહે. આ સાતમા ગ્રંથે ચડો ને ઉપરથી નજર કરો તો આગલાં છએ વન-તીર્થો નજરે પડશે: “નેત્રને તૃપ્તિ થાય' એવાં દેખાશે. ૮મો ભાગ આવ્યો ત્યારે હું તો ખુશ થઈ ગયો. ગુજરાતીમાં દેશીઓ વિષે ખાસ કંઈ બહુ મળતું નથી. પાઠકસાહેબે ('બૃહત્ પિંગળમાં), ડૉ. ચિમનભાઈએ (ગુજરાતી સાહિત્યકોશ'-૩માં), સંગીતશાસ્ત્રના એક બહુ અચ્છા જાણકાર (સ્વ.) હરકાન્તભાઈ શુક્લ (જ્ઞાનગંગોત્રીમાં) એમ પિંગળ ને સંગીતની ચર્ચામાં હડફેટે આ વાત આવી જાય. તેમાંય ઉદાહરણો ઓછાં અપાય. પણ અહીં તો પાનાંનાં પાનાં ભરીને ૩૧૧ પાનાંમાં ૨૩૨૮ ઉદાહરણો ! છેલ્લાં ૨૭ પાનાં બાદ કરતાં આખો ગ્રંથ દેશીઓની સૂચિનો ! વાત મહત્ત્વની હોવાથી જરા વિગતે કરીએ. આપણા સંગીતની પરંપરા સાથે દેશી'ની વાત જોડાયેલી છે. જો ઋગ્વદને જગતની જૂનામાં જૂની ઉપલબ્ધ કવિતા ગણીએ તો તે સામગાનને એક અતિ પ્રાચીન સંગીતપ્રથા ગણીએ તો, આપણા સંગીતના કેટલાક આદિ સંસ્કારો તારવી શકીએ : સંગીત ધર્મ સાથે સંકલિત હતું, સમિતિ ને સત્રોના સંસ્કારવાળી ને કુશીલવાવાળી એક ગાનપરંપરા સાથે પણ સંકલિત હતું. વેદકાળે તો આમ હતું. સંગીત રાજ્યાશ્રિત નહોતું ખુદ રાજાઓ ઋષિઓની આણ સ્વીકારતા. પછી વાજિંત્રની શોધ સાથે સ્વરશાસ્ત્ર વિકસ્યું અને મહાકાવ્યયુગ (ઈ.સ.પૂ.૬૦૦ – ઈ.સ.૨૦૦)માં સંગીત રાજ્યાશ્રિત થયું. ત્યારે પણ પરંપરાગત લોકસંગીતની એક બૃહતુ ધારા તો જોરદાર હતી. લોકો એ બે ધારાઓને માર્ગી સંગીત અને દેશી સંગીત એ નામે ઓળખતા. ‘ભરતનાટ્યશાસ્ત્ર' પછી થોડી શતાબ્દી બાદ લખાયેલા બૃહદેશીય' નામે (માતંગકૃત) ગ્રંથમાં દેશની કાંઈક વિગતે ચર્ચા છે. (આમ તો એમાં દેશી સિવાયના - માર્ગી સંગીતની ચર્ચા વધારે છે.) પણ, શાસ્ત્રબદ્ધ કે નિયમાનુસારી સંગીત તે માર્ગી અને લોકચિ-લોકપરંપરાનુસારી તે દેશી. લોકોમાં એ સ્વયંભૂ પ્રસર્યું, અને પારંપરિક હોવા છતાં દેશકાળસમાજભેદે થોડું પલટાતું પણ રહ્યું. મૂકારનાથજીએ તો એમ કહ્યું છે કે આ માર્ગ બંધાયો તે દેશીને આધારે પણ. પરંતુ એ ચર્ચામાં ન પડીએ. પ્રસ્તુત અહીં આટલું ઃ આ લોકપરંપરાગત સંગીતનો પ્રકાર છે, સાહિત્ય કે કવિતાનો નહિ. દેશી’, ‘ઢાળ', 'ચાલ' (અને જરા વિચિત્ર લાગે એ રીતે “રાગ') વગેરે શબ્દો જૂના કવિઓ પોતાની રચનાની આગળ મૂકતા, ને પછી એકાદ પંક્તિનું ઉદાહરણ પણ આપતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001184
Book TitleEk Abhivadan Occhav Ek Goshthi
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy