SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ હતું કે : “જેન પરંપરામાં તપશ્ચર્યાની પૂર્ણાહુતિ નિમિત્તે ઓચ્છવ કરવામાં આવે છે તેમ આ સમારોહ પણ વિરલ એવું જે જ્ઞાનતપ વર્ષો સુધી ચાલ્યું એના ઓચ્છવરૂપ છે. લગભગ ૭૫ વર્ષ પહેલાં શ્રી મોહનલાલ દ. દેશાઈએ આવો જ્ઞાનયજ્ઞ માંડ્યો હતો. વકીલાત કરતાં કરતાં કેવળ વિદ્યાપ્રીતિથી એમણે વિસ્તૃત હસ્તપ્રતસૂચિઓના ગ્રંથો “જૈન ગૂર્જર કવિઓ ભાગ ૧થી ૩ તૈયાર કર્યા. કોઈ યુનિવર્સિટી જ કરી શકે એવું આ ગંજાવર કામ પૂરાં ૩૩ વર્ષ ચાલ્યું. જ્યારે ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧નું કાર્ય શ્રી જયંતિભાઈ કોઠારીએ સંભાળ્યું ત્યારે તેમને આ ગ્રંથોની અનિવાર્યતા જણાઈ. અપ્રાપ્ય બનેલા આ ગ્રંથોની નવી આવૃત્તિની આવશ્યકતા હતી. પણ કેવળ આ ગ્રંથોના પુનર્મુદ્રણથી કામ સરે નહીં. કેમકે વચગાળે નવાં સંશોધનો થયાં હતાં. શુદ્ધિ-વૃદ્ધિ સમેત આ ગ્રંથોનું નવસંસ્કરણ કરવાનો એ પડકાર શ્રી જયંતભાઈએ ઝીલી લીધો અને મહાવીર જૈન વિદ્યાલય (મુંબઈ) જેવી સંસ્થાએ એના પ્રકાશનની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી. આ માટે આપણે આવી સંસ્થાના પણ હંમેશના ઋણી રહીશું. આ ગ્રંથોનું નવસંસ્કરણ ૧થી ૧૦ ભાગમાં થયું. મૂળના ત્રણ ભાગમાંથી દસ ભાગ કઈ રીતે થયા, એમાં કઈ શુદ્ધિ-વૃદ્ધિ થઈ એ પણ તુલનાત્મક અભ્યાસનો એક વિષય બને એમ છે. વર્ષો પૂર્વે મોહનલાલનો જ્ઞાનયજ્ઞ સાડા ત્રણ દાયકા ચાલ્યો તો જયંતભાઈએ એના પુનઃ સંપાદન પાછળ પૂરા એક દાયકા (૧૯૮૬થી '૯૬)નું વિદ્યાતપ કર્યું. વચ્ચે કેટલાક અવરોધો આવ્યા અને એમાં મોટો અવરોધ તો માંદગીનો આવ્યો. પણ જાણે કે આ કામ માટે જ એમના પુણ્યબળે એમને ઉગારી લીધા. નેપચ્ચે ચાલેલી જયંતભાઈની આ કામગીરીનો હું સાક્ષી છું. એમનો આખોયે ડ્રોઈંગરૂમ સૂચિકાર્ડોના ઢગલાઓથી ભરાઈ ગયો હોય અને એ ઢગલાની વચ્ચે જયંતભાઈ ખોવાઈ ગયા હોય. મંગળાબહેનથી માંડી ઘરનાં સૌ સ્વજનોનો સહયોગ અને ભોગ આમાં ઘણો મોટો છે. આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજીએ જયંતભાઈના આ કામને સુંદર કલ્પના દ્વારા બિરદાવ્યું છે. એમણે કહ્યું છે કે જયંતભાઈએ મોહનલાલે પ્રગટાવેલા જ્ઞાનદીપની શગ સંકોરવાનું કામ કર્યું છે. તેથી જ જયંતભાઈ મોહનભાઈના માનસપુત્ર એમણે કહ્યા છે. ભાયાણીસાહેબે એમના કામને દેવાલયના જીર્ણોદ્ધાર સમું ગણાવ્યું છે. આ કામ સુંદર રીતે આરંભાયું અને સંતોષપ્રદ રીતે પૂર્ણ થયું એના ઓચ્છવ સમો આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.” એ પછી બપોરે યોજાનારી ગોષ્ઠિ'ના કાર્યક્રમની બીજી બેઠકની પણ એમણે માહિતી આપી હતી. શુભેચ્છા-સંદેશ : - આ સમારોહ પ્રસંગે અનેક મહાનુભાવોના શુભેચ્છા-સંદેશાઓ આવ્યા હતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org.
SR No.001184
Book TitleEk Abhivadan Occhav Ek Goshthi
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy