________________
૧૮
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
જૈનેતર જળવાયું નથી. એમણે કર્તા-કૃતિ સૂચિ ઉપરાન્ત દેશીઓની મોટી સૂચિ, ગચ્છોની પાટ પરંપરાનો ઇતિહાસ, તેરમી સદી પહેલાંનું પ્રાચીન ગુજરાતી (અપભ્રંશ)નું સાહિત્ય, હેમચંદ્રાચાર્યના જીવન અને સાહિત્યના પરિચય સહિતનો ગૌર્જર અપભ્રંશ સાહિત્યનો, દષ્ટાન્તો સહિતનો, વિસ્તૃત, પ્રકરણબદ્ધ ઇતિહાસ વગેરે આનુષંગિક અભ્યાસો પણ એમાં આપ્યા. આ બધું મોટે ભાગે હસ્તપ્રતો ઉકેલીઉકેલીને અભ્યાસ સાથે આપ્યું. પરિણામે મધ્યકાલીન સાહિત્યનો એક શ્રદ્ધેય દસ્તાવેજ મળ્યો.
વિવેચકો ને વિદ્વાનોને સાશ્ચર્ય મુક્તકંઠે વરસવું જ પડે એવું ગંજાવર કામ થયું. કહાનજી ધર્મસિંહે ગાયું કે આ તો
જતિ-સતી-ગુરુ-જ્ઞાનીનો
અનુપમ જ્ઞાનવિલાસ.” આ ગ્રંથો છપાતા હતા તે દરમ્યાન, ને તે પછી પણ, નવાં સંશોધનો તો સારા પ્રમાણમાં થયાં ને મધ્યકાળની નવી કૃતિઓ ને નવા કર્તાઓ મળતાં ગયાં. આ ગ્રંથો અપ્રાપ્ય બની ગયા પછી પણ એની માગ તો ઊભી જ રહી ! કાળદેવતા ય ક્યારેક સુખદ અકસ્માતોની કળાનો ખેલ ખેલી લેતા હોય છે ! મોહનભાઈના જ રાજકોટમાં જાણે કે એમના કાર્યના પુનરુદ્ધારક તૈયાર થતા હતા. મોહનભાઈ ગુજરી ગયા (૧૯૪૫) ત્યારે જયંતભાઈ પંદર વર્ષના. પછી ભણ્યા, અધ્યાપક થયા, વિવેચક થયા, અભ્યાસી થયા, સાહિત્યકોશના પહેલા ભાગનું કામ ઉપાડ્યું ત્યારે મધ્યકાલીન સાહિત્ય અંગે સંશોધનાત્મક કામ પણ કરવું પડ્યું. ત્યારે વધુ ને વધુ પ્રતીતિ થતી ગઈ કે મોહનભાઈના ગ્રંથો ફરીથી શુદ્ધિ-વૃદ્ધિ સાથે, નવી વિગતો આમેજ કરીને સંપાદિત થવા જ જોઈએ. એટલે, પરિષદ છોડતાં જ, જ્યારે શ્રી મહાવીર જૈન વિદ્યાલયે એમને જ આ કામ કરવા વીનવ્યા, ત્યારે પડકાર સ્વીકાર્યો. પણ ૧૮૮૬માં પહેલો ભાગ અને ભાંગેલી તબિયતે ૧૯૯૬માં દસમો ભાગ પૂરો કરી, દસેય ભાગ '૯૭ના જાન્યુઆરીમાં ઉપલબ્ધ કરી આપ્યા. “જૈન ગૂર્જર કવિઓ' આ સદીના પહેલા દાયકામાં શરૂ થયું હતું, એની આ બીજી સંશોધિત આવૃત્તિનો છેલ્લો ભાગ આ સદીના દસમા (છેલ્લા) દાયકામાં પૂરો થયો ! વચમાંનાં વર્ષો જાણે જયન્તભાઈની આ માટેની સજ્જતામાં જ ગયાં, ને એમ આ વિદ્યાયજ્ઞ સતત આ સદી આખી દરમ્યાન ચાલ્યો.
આ વિદ્યાકીય તવારીખ, આમ, અવિસ્મરણીય વિદ્યાકથા છે. વિદ્યાપ્રીતિની અનુપમ કથા. બે વિદ્યાપ્રેમીઓ એક-એક કરીને પોતાનાં આખાં બે પેઢીનાં તપકર્મને એક જ ગ્રંથમાં હોમે, એ જ્ઞાનખોજની કેવડી મોટી અણછીપી તરસ હોય, ને એ માટેની બહુવિધ શક્તિ-સૂઝ હોય, સજ્જતા હોય ત્યારે બને ! ક્રિકેટમાં બે-બેની જોડી જ રમતી હોય છે. સાહિત્યને ક્ષેત્રે વિરલ. ટૉની-પેન્ઝર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org