SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ પણ આખાયે ગ્રંથમાંથી જે ભાતભાતનાં નામો મળે છે તેમાંથી કોઈ એકબે વિભાગનાં લઈને પણ અધ્યયનો થઈ શકે. (ડૉ. ગિરીશ ત્રિવેદીનું ‘મધ્યકાલીન વ્યક્તિનામોનું અધ્યયન' યાદ આવે છે. એવી સામગ્રી તો અહીં : ભરપટ્ટે છે.) નવમો ગ્રંથ મોટે ભાગે જૈન ધર્મના ગચ્છોની ઈતિહાસ-સામગ્રી ધરાવે છે. એટલા પૂરતું એનું વિષયક્ષેત્ર નિબદ્ધ થઈ ગયું છે - નિશ્ચિત વિષયસરહદોવાળું. પણ દસમો ભાગ સાતસોક વરસ પહેલાંની આપણી – ગુજરાતી ભાષાની આરંભની ભૂમિકાને, તબક્કાવાર ને ઉદાહરણો સાથે, ઘણી વિગતે અને સામાન્ય સાહિત્યરસિકજનને પણ સમજ પડે તથા રસ પડે એ રીતે, મૂકી આપે છે. મૂળ પહેલા ભાગને આરંભે મોહનભાઈએ આ લખાણ મૂકેલું તે ફરીથી જોઈ-તપાસી, રમણીક શાહ તથા ભાયાણીસાહેબ જેવાનો સહકાર લઈ, પોતાના સુધારા-વધારા ને કાંટ-છાંટ સાતે જયન્તભાઈએ આજે ઉપયોગી બને એમ મૂકી આપ્યું છે. શ્રી દેસાઈએ લખ્યા પછી તો આ વિષય ઠીકઠીક ખેડાયો, અભ્યાસો થયા; છતાં આટલી વિગતો સોદાહરણ હોય એવું નિરૂપણ હજી મળ્યું નથી તેથી જયન્તભાઈએ લીધું, પણ સંમાર્જિત કરીને સંપાદું. તેથી આ ભાગ તો ગુજરાતી ભાષાના પ્રત્યેક અધ્યેતાને માટે અનિવાર્ય થઈ પડે તેવો છે. જયન્તભાઈ ને એમની સહાયમાં રહેલા વિદ્વાનોનો સંકલિત-સમન્વિત વિદ્વત્તાનો લાભ તો આને મળ્યો છે જ, પણ મોહનભાઈના દીર્ઘ પરિશીલન ને રસિક ચર્ચાદષ્ટિનો લાભ પણ ઓછો નથી થતો. દેશાઈની સમક્ષ માત્ર વિદ્વાનો નહોતા, સામાન્ય જન પણ હતા, એટલે કેટલીક ઝીણી ઝીણી બાબતો તરફ તેઓ રસિક રીતે સૌનું ધ્યાન દોરે છે. હૈમ વ્યાકરણની ભૂમિકા જુઓ. પાણિનિનો પરિચય, હેમચંદ્રાચાર્યનો વ્યાકરણ-અભિગમ ક્યાં જુદો પડ્યો તે મુદ્દો સરસ રીતે ઉપસાવ્યો છે. સંસ્કૃત-પ્રાકૃતમાં તો વ્યાકરણો ઉપલબ્ધ હોઈ, વ્યાકરણના અભ્યાસીઓને ઉચિત ઉદાહરણો મેળવવાના સાધનો ઘણાં હતાં ને હાથવગાં હતાં; પણ અપભ્રંશવ્યાકરણની બાબતમાં એવું નહોતું. અછત જ હતી. તેથી સામાન્ય જનને પણ સરળ પડે માટે, ઉદાહરણો એમની જાણમાંનાં – લોકપ્રચલિત – લીધાં એટલું જ નહિ, આખેઆખી ગાથાઓ, કથાઓ, છંદ વગેરે પુષ્કળ પ્રમાણમાં મૂકીને જાણે લોકશિક્ષણનું કામ કર્યું ! ભાષાના નિયમો લોકોને સરળતાથી સમજાય એવી નેમ રાખી. એમાંય વિશાળ દષ્ટિ - ધર્મમુક્ત દષ્ટિ રાખી. ઉદાહરણો વીર-શૃંગારસહિત બધા જ રસનાં આપ્યાં - વળી કથાઓ રામાયણ-મહાભારત-ભાગવત વગેરેનીયે લીધી. (પૃ.૮૧). હેમચંદ્ર આપેલ ઉદાહરણોની મોહનભાઈની ચર્ચામાં જયન્તભાઈએ કાંટછાંટ કરી છે. જે બધાં ઉદાહરણો મોહનભાઈએ આપ્યાં છે તે બધાં નથી લીધાં, કારણ કે તે હવે ભાયાણીસાહેબમાં મળી રહે છે. ઉદાહરણનાં ભાષાન્તરોમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001184
Book TitleEk Abhivadan Occhav Ek Goshthi
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy