SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ નિબંધવાચનને અંતે થયેલી ખુલ્લી ચર્ચા બળવંત જાની આ કામગીરી નિરંતર થતી રહે, follow up રૂપે થતી રહે એ માટે મધ્યકાલીન સાહિત્યની ચિંતા કરતું એક મંડળ થવું જોઈએ. આ મંડળનું અધિવેશન થાય, એમાં ખુલ્લી ચર્ચાઓ થાય તો આ વિષયને અંગે વાત કરવા માટેનું એક ચોક્કસ માધ્યમ મળશે અને આ કામને પ્રોત્સાહન પણ મળશે. અત્યારે હસ્તપ્રતસૂચિઓ માત્ર યાદી રૂપે પ્રાપ્ય છે પણ એનું કોઈ મધ્યસ્થ કાર્યાલય હોવું જોઈએ જ્યાં હસ્તપ્રતસૂચિની એક નકલ પણ હોય. હસ્તપ્રતોની જાળવણીના પ્રશ્નો પણ છે. જેમની પાસે હસ્તપ્રતો છે તેઓ એમ માને છે કે અમે એ જાળવીએ છીએ. છતાં એ યોગ્ય રીતે જાળવી રહ્યા નથી. હસ્તપ્રતોની જાળવણીની યોગ્ય તાલીમ અપાવી જોઈએ અને એના સાચા સંરક્ષકો ઊભા કરવા જોઈએ. આપણા સરકારી દફતર ભંડારોને વહીવટી રેકર્ડ સાચવવાની ખેવના છે, પણ સાંસ્કૃતિક રેકર્ડ સાચવવાની ખેવના નથી. આ કામ ખરેખર જે કરવા માગે છે એને સરકાર તરફથી કાંઈક તો દાન મળવું જોઈએ. બધું નષ્ટ થાય એ પૂર્વે એનું Microfilming કરીએ અથવા અન્ય રીતે એની જાળવણી કરીએ. જે સૂચિઓ પ્રકાશિત થઈ છે તે સૂચિઓ શુદ્ધ નથી. અને જ્યારે પ્રત્યક્ષ એનો ઉપયોગ કરવાનો આવે ત્યારે જ એ અશુદ્ધિની ખબર પડે છે. જૈન ગૂર્જર કવિઓ'ના નવસંસ્કરણમાં જે શુદ્ધિ-વૃદ્ધિ કરવામાં આવી છે એંનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ. કોમ્પ્યુટરની મદદથી કઈ હસ્તપ્રત ક્યાં છે એની માહિતી મળવી જોઈએ. હસ્તપ્રતવિદ્યાની તાલીમમાં કોમ્પ્યુટરનો ઉપયોગ કરવો જોઈએ. મધ્યકાળની ઘણી મુદ્રિત કૃતિઓનો પણ હજી અભ્યાસ થયો નથી. જેમકે ‘આનંદકાવ્ય મહોદધિ'ની ગ્રંથમાળા; જેમાં મહત્ત્વની કૃતિઓ મુદ્રિત છે અને મોહનલાલ દ. દેશાઈ જેવાએ એ વિશે અભ્યાસલેખો પણ લખ્યા છે, છતાં આવી કૃતિઓ એના અભ્યાસીઓની રાહ જોતી પડી છે. અધ્યાપકોને સારી કૃતિઓના સંપાદન માટે પ્રેરીએ. એ માટે એવી મહત્ત્વની હસ્તપ્રતો સંપાદન માટે એમને સુલભ કરી આપવી પડશે તો જ ખરા અર્થમાં આ કામ માટે નવી પેઢી તૈયાર કરી શકીશું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001184
Book TitleEk Abhivadan Occhav Ek Goshthi
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy