SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ (એમણે તૈયાર કરેલા સંશોધકોનાં કામ આ પદ્ધતિ-વિનિયોગની રીતે જોવા જેવાં છે જ.) આ રીતે, “જૈન ગૂર્જર કવિઓનું આ સંશુદ્ધ સંસ્કરણ અનેક રીતે મૂલ્યવાન ગણાય. આવાં મૂલ્યવાન ને વળી બૃહતુકાય કામ મોટા મૂડીરોકાણની સુવિધા વિના ન થાય - અટકી રહે. એટલે રમણલાલ ચી. શાહ જેવા મધ્યકાળના અભ્યાસીની ભલામણથી મહાવીર જૈન વિદ્યાલય જેવી એક વિદ્યાકીય સંસ્થા વળતર વિનાના મોટા રોકાણ માટે તૈયાર થઈ એય અભિનંદનીય ગણાય. કેવળ વિદ્યાપ્રેમીઓ જ નહીં પણ ધર્મ અને સાહિત્યના વિદ્વાનો એવા આચાર્ય શીલચંદ્રસૂરિજી તથા આચાર્ય પ્રધુમ્નસૂરિજીની પણ સાવંત પ્રેરકતા આ ગ્રંથના નિર્માણમાં રહી છે. આવા એક ચિરસ્થાયી મૂલ્યવાળા ગ્રંથની પૂર્ણાહુતિનો ઓચ્છવ “વિમોચન' શબ્દને પણ સાર્થક કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001184
Book TitleEk Abhivadan Occhav Ek Goshthi
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy