Book Title: Ek Abhivadan Occhav Ek Goshthi
Author(s): Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 29
________________ ૧૦ એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ આપતો. આ કૂથાનાં કામો જેવી સામગ્રીનાં એણે જોયેલાં પ્રફોમાં ભાગ્યે જ કોઈ ભૂલ જોવા મળે. મુદ્રક ભીખાભાઈ પટેલનો પણ કેટલો બધો સહકાર ! હસ્તપ્રતસૂચિના આ ગ્રંથમાં ટાઈપોગ્રાફિકલ વેરાઈટી આવે. પણ એ બધું જ કરી આપવા એ તૈયાર થયા. મને કહે હું તમને આમ જ કરી આપીશ.” મારે સામેથી કહેવું પડ્યું કે “આ ભાવ તમને શે પોષાશે ? તમે વધુ ભાવ ભરો.” ઉપરાંત, સુંદર બાઇડિંગ કરી આપનાર મહાવીર બૂક બાઈડિંગ વર્ક્સ, સુંદર ડિઝાઈન કરી આપનાર ચિત્રકાર શૈલેશ મોદી, પ્રકાશકો-વિક્રેતાઓ આર. આર., નવભારત, ગૂર્જર ગ્રંથરત્ન, રન્નાદે, ગ્રંથાગાર, સરસ્વતી પુ. ભં. એ સૌનો જયંતભાઈએ હાર્દિક આભાર માન્યો. અત્યાર સુધીમાં “જૈન ગૂર્જર કવિઓના જે ભાગો બહાર પડ્યા તેના જુદે જુદે સમયે વિવિધ સામયિકોમાં સમીક્ષા લખનાર સમીક્ષકો ડો. ભારતી વૈદ્ય, પ્રા. ભૂપેન્દ્ર ત્રિવેદી, પ્રા. ભોગીલાલ સાંડેસરા, ડૉ. રમણલાલ જોશી, ડો. હસુ યાજ્ઞિક, પ્રા. કનુભાઈ જાની, ડૉ. રમણ સોની, ડૉ. બળવંત જાની, ડૉ. સુભાષ દવે, ડૉ. કાન્તિભાઈ શાહ, ડો. નગીનભાઈ શાહ, પ્રા. દીપક મહેતા, શ્રી ધનવંત ઓઝા તેમજ વિદેશી સમીક્ષકો નલિની બલવીર, અર્નેસ્ટ એન્ડર, માલીઝા વ.નો એમણે આભાર માન્યો. એમણે કહ્યું કે ગુજરાતી સાહિત્યમાં જૈન ગૂર્જર કવિઓની જેટલી સમીક્ષાઓ થઈ છે એટલી ભાગ્યે જ બીજા કોઈ ગ્રંથની થઈ હશે. બે સુપ્રસિદ્ધ જૈનાચાર્યો શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી અને શ્રી વિજયશીલચંદ્રસૂરિજીનો એમણે ખાસ ઋણસ્વીકાર કર્યો. એમણે કહ્યું કે “આ શ્રેણીસમાપનનો ઓચ્છવ કરવાનું સૂચન આ.શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજીનું હતું. મારા પ્રત્યે આરંભથી જ એમનો સ્નેહભાવ અસાધારણ રહ્યો છે. આ ઉપરાંત કનુભાઈ જાની જેવા મારા અધ્યાપકનો, શાસ્ત્રીજી જેવા વયસ્ક વિદ્વધર્યનો અને સુરેશ દલાલ જેવા કવિજનનો જે પ્રેમ મળ્યો છે એને તો તે મહાનુભાવોની મોટાઈ જ ગણું છું.' આતિથ્ય-સહયોગ માટે શ્રી આંબાવાડી જે.મૂ. જૈન સંઘનો પણ એમણે આભાર માન્યો. ઉબોધન : આ.શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી : તે પછી જેમની નિશ્રામાં આ સમારોહ યોજાયો તે પૂજ્ય આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજીએ પ્રસંગલક્ષી ઉદ્દબોધનમાં કહ્યું કે મોહનલાલ દ. દેશાઈની ચેર' થાય એ મહત્ત્વનું નથી પણ આવાં કામો થતાં રહે એ મહત્ત્વનું છે. વળી “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસની પણ સંવર્ધિત-સંશોધિત આવૃત્તિ જયંતભાઈને હાથે જ થાય એવો અભિલાષ એમણે વ્યક્ત કર્યો. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org.

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130