________________
૩૦
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
ભાગોમાં સૌથી વધુ શ્રમસાધ્ય બનેલો ને સૌથી મોટો (લગભગ નવસો પાનાંનો) બનેલો આ ગ્રંથ કર્તાઓની કૃતિઓની, એ કૃતિઓની વિષયવિભાગ અનુસારની તેમજ સંવત અનુસારની અને વ્યક્તિ-વંશ-સ્થળનામોની - એમ વિવિધ દષ્ટિકોણથી કરેલી અનુક્રમણિકા આપતો હોવાથી, હજારો પાનાંમાં ફેલાયેલી ગંજાવર સામગ્રીને, ઉપયોગ તથા જરૂરિયાત મુજબ એના અભ્યાસી માટે, તરત સુલભ કરી આપનાર બને છે. સંદર્ભગ્રંથમાં સૂચિગ્રંથ ચાવીરૂપ ગ્રંથ ગણાય. જયંતભાઈએ લખ્યું છે એમ “સૂચિની સહસ્ત્ર આંખોથી જ આવા સંદર્ભગ્રંથના વિશાળ જગતને પામી શકાય છે. એ રીતે જોતાં આ ગ્રંથ નમૂનેદાર - મૉડેલરૂપ - બન્યો
આ - ૭મા - ભાગના નિવેદનમાં સંપાદકે એક વાત એ લખી છે કે, “એકલા “જૈન ગૂર્જર કવિઓને આધારે પીએચ.ડી. માટેની સો થિસીસો તૈયાર થઈ શકે.” આ વાંચીને પહેલો પ્રશ્ન તો એ થાય કે એવા સો શહીદો મળી આવશે ખરા ? આમ તો પીએચ.ડી. થવાની દોડરેખા પર એથીયે વધુ ઉત્સુકો લીલી ઝંડીની રાહ જોતા તત્પર ઊભા છે. પણ એમાંના કેટલા આ ટ્રેક પર દોડશે ? પણ જો થોડાક પણ મળી આવવાના હોય તો એમને માટે વિષય નિર્દેશો કરવાનુંય જયંતભાઈ ચૂક્યા નથી ! (જુઓ એ નિવેદન.)
મોહનલાલ દેશાઈએ પહેલા ભાગની પ્રસ્તાવનામાં લખેલું કે “આ પુસ્તકની બીજી આવૃત્તિ થાય કે નહીં એ પ્રશ્ન છે. એમને થયું હશે કે વિવેચનગ્રંથો પણ બીજી આવૃત્તિ પામતા નથી ત્યાં આ હસ્તપ્રત-સૂચિની તે શી વાત. પરંતુ, અરધી સદી પછી એની બીજી આવૃત્તિ થઈ, ને એ પણ આમ શાસ્ત્રીય પરિશુદ્ધિપૂર્વક, એણે શ્રી દેશાઈના પ્રચંડ પુરુષાર્થને ફરી એક વાર સાર્થક બનાવ્યો – વધુ સાર્થક કર્યો.
આવા મહાન કાર્યનું ગૌરવ કરતી વખતે એક પ્રશ્ન મનમાં એ ઝબકી. જાય કે, આપણા સમયનું જે વિદ્યાકીય વાતાવરણ છે - એમાં આવા કાર્યની પ્રસ્તુતતા કેટલી ? રામનારાયણ પાઠકના બૃહત્ પિંગળ'નું ત્રણચાર વર્ષ પહેલાં પુનર્મુદ્રણ થયું ત્યારે પણ આ જ વિચાર આવેલો - છંદથી દૂર જતા રહેલા આપણા લેખકો-સાહિત્યરસિકો-અભ્યાસીઓના આ સમયમાં આવા વિરલ પુરુષાર્થની પણ પ્રસ્તુતતા કેટલી ? ભૌતિકતાવાદે વિદ્યા-કલાઓ પ્રત્યે ઉદાસીનતા વધારી હોય એ વાત કંઈ નવી નથી, આખી સદી દરમ્યાન એ સંભળાતી રહી છે. પણ હવે આ પ્રસાર-માધ્યમોના, વિદ્યા-કલાઓને ખૂણે હડસેલવા માંડેલા વેગીલા પ્રવાહે વધુ ભય-ચિંતા ઊભાં કર્યો છે. પણ એથી, વિદ્યાપ્રવાહ નષ્ટ થઈ જશે એવો અતીતરાગી તર્ક કરવાની જરૂર નથી. બને કે એ પ્રવાહ થોડાક વધુ ઊઘડે - છંદમાં ને મધ્યકાલીન કલા-સંસ્કૃતિમાં દિલચશ્મી લેનાર પણ નીકળી આવવાના. આમેય, મોટાં વિદ્યાકાર્યોની ઉપયોગિતા મર્યાદિત વર્તુળોમાં રહેવાની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org