Book Title: Ek Abhivadan Occhav Ek Goshthi
Author(s): Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 121
________________ રેફરન્સ - તત્ત્વદર્શી સૂચક આકરગ્રંથ રા.રા. મોહનલાલ દલીચંદ દેશાઈએ પ્રાચીન જૈન સાહિત્યરૂપી અત્યાર સુધી અપ્રકાશિત રહેલી રત્નખાણમાંથી મહાન અનેક મૂલ્યવંતાં કવિરત્નોનો પરિચય કરાવ્યો છે. વળી તેમણે આ ગ્રંથ સાથે જૂની ગુજરાતી ભાષાનો વિશાળ અને સર્વગ્રાહી ઇતિહાસ આલેખ્યો છે. અને તે માટે જરૂરી સામગ્રી અને સાધનો એકઠાં કરવામાં વિશેષ બુદ્ધિપરિશ્રમ પણ કર્યો છે. તેમ તેમણે સાથેસાથે આ ગ્રંથ “રેફરન્સ' તત્ત્વદર્શી સૂચક આકરગ્રંથ તરીકે અભ્યાસકો તેમજ પર્યેષકોને પણ ઉપયોગી થઈ શકે તે સારુ તેના અંતભાગમાં વિવિધ સૂચિઓ અને અનુક્રમણિકાઓ અને આરંભમાં પણ વિસ્તૃત વિષયાનુક્રમણી સંયુક્ત કરી છે. ગુજરાતી, તા.૫-૮-૧૯૨૭ અંબાલાલ બુલાખીરામ જાની સંયોજન અને સંવિધાનપૂર્વકનો ગ્રંથ જુઓ સાક્ષરશ્રી મોહનલાલ દલીચંદે સંયોજન તેમજ સંવિધાનપુરઃસર રચી પ્રકટ કરેલો મહાભારત સૂચિગ્રંથ “જૈન ગૂર્જર કવિઓ'. હરિલીલા ષોડશકલા', ઉપોદ્ઘાત અંબાલાલ બુલાખીરામ જાની અનંત પૈર્ય મૌટું દળદાર વૉલ્યુમ નિહાળી હું તો દંગ જ થઈ ગયો. આપની ધીરજને ખરેખર ધન્યવાદ ઘટે છે. સાહિત્ય એક સાધના છે. તેમાં અનંત પૈર્ય કેટલું આવશ્યક છે તે તમારા આ પ્રકાશન પરથી સમજાય છે. તા.૧૮-૧૨–૧૯૩૧ સુશીલ અંધારી ગુફામાં મશાલ લઈ જનાર જૈન સાહિત્યકારોએ ગૂર્જરી વાણીની શી-શી સેવા કરી તેની આજ પ્રતીતિ પડે છે. નરસિંહ મહેતાની પૂર્વે પણ પાંચછ સદીઓ સુધી ગુર્જર સાહિત્યનું ગૌરવ, મધપૂડામાં મધ પૂરતી મધમાખીઓની માફક પુષ્કળ જૈન કવિઓ સંઘરી રહ્યા હતા – અને તે કેવળ એક જ દિશામાં નહીં, ઈતિહાસ, વાર્તા, કાવ્યો, સુભાષિતો, અલંકારશાસ્ત્રો અને કઠોર વ્યાકરણ : એવી સર્વદશીય સાહિત્યઆરાધનામાં સાધુઓ સુધ્ધાં શામિલ હતા. પાંચ સદીઓની આ અંધારી ગુફામાં મશાલ લઈ જવાનો યશ રા. મોહનલાલ દલીચંદ દેશાઈને મળે છે. સૌરાષ્ટ્ર, તા.પ-ર-૧૯૨૭ દિ : હકીકતની ખાણ તમારી વિસ્તૃત પ્રસ્તાવના જૂની ગુજરાતીના સંબંધમાં હકીકતની ખાણરૂપ છે. હું ધારું છું, તેમાં આવી છે તેવી અને તેટલી હકીકત એક ઠેકાણે તો માત્ર તમારા જ પુસ્તકમાં કેન્દ્રસ્થ કરવામાં આવેલી છે. વડોદરા, તા.૩૧-૧૨-૧૯૨૬ મંજુલાલ રણછોડલાલ મજમુદાર ગુજરાતી સાહિત્યની અપૂર્વ સેવા ગુજરાતી ભાષાસાહિત્યના અભ્યાસીને જૈન સાહિત્ય અવગણવું પરવડે એમ નથી; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130