________________
મુદ્રિત હસ્તપ્રતસૂચિઓ : સમીક્ષા અને સૂચનો
૪૯
કરવાનું કામ ઘણું અઘરું છે. વિષયવિભાગો કેમ કરવા એનો જ કોયડો ઊભો થાય છે. વિષયસામગ્રી - આગમ, જ્યોતિષ, આયુર્વેદ, ચરિત્ર, કથા, ગુર્નાવલી, તીર્થમાલા, સ્તુતિ, પૂજા વગેરે - ને અનુલક્ષીને તેમ મધ્યકાળમાં જે સાહિત્યપ્રકારસંજ્ઞાઓ જોવા મળે છે - રાસ, આખ્યાન, ચોપાઈ, ઢાળિયાં, ચોવીસી, બાવની, કક્કો, તિથિ, ફાગ, ગરબો-ગરબી, વેલિ, મંજરી, ચાબખા વગેરે – તેને અનુલક્ષીને પણ વિભાગીકરણ કરી શકાય. સામાન્ય રીતે આ બન્ને ધોરણોની ભેળસેળ થયેલી જોવા મળે છે. મધ્યકાળની સાહિત્યપ્રકારસંજ્ઞાઓના આધારો તો ભિન્નભિન્ન છે - નિરૂપણરીતિ, પદ્યબંધ, ઘટકસંખ્યા, રૂપકાત્મકતા વગેરે. તેથી તેમજ મધ્યકાળની સાહિત્યપ્રકારવાચક સંજ્ઞાઓના સંકેતો ઘણા પ્રવાહી છે તેથી સમાન સ્વરૂપની તેમ એક જ કૃતિ પણ ભિન્નભિન્ન સંજ્ઞાઓ ધરાવી શકે છે. પરિણામે સ્થિતિ ઘણી ગૂંચવણભરી બની જાય છે અને વિષયવિભાગીકરણને નિરર્થક બનાવી દે છે.
આપણી બે સંશોધન સંસ્થાઓ - લા.દ. વિદ્યામંદિર અને ભો.જે. વિદ્યાભવનની સૂચિઓ વિષયવિભાગીકરણથી થયેલી છે એનું શું પરિણામ આવ્યું છે તે જોવા જેવું છે. લા. દ. વિદ્યામંદિરની સૂચિમાં આગમ, આચારવિધિ, ન્યાય, યોગ, કર્મ, સ્તુતિ-સ્તોત્ર, ગીત-પદ, સક્ઝાય, ચરિત્ર, ચઉપઈ, ઢાળિયાં, રાસ, ચોકડી, ચોવીસી, છત્રીસી વગેરે ૯૭ વિભાગોમાં સામગ્રીને વહેંચવામાં આવી છે કે દરેક વિભાગમાં કર્તાના અકારાદિ ક્રમે ગોઠવણી કરી છે. આથી બન્યું છે એવું કે વિષય ને સ્વરૂપ એક જ હોવા છતાં “પૃથ્વીચંદ્ર ચરિત્ર' એક વિભાગમાં મુકાય ને “પૃથ્વીચંદ્ર ચોપાઈ' બીજા વિભાગમાં. કુશલસંયમની કૃતિ હસ્તપ્રતોમાં “હરિબલ ચોપાઈ ને “હરિબલ રાસ' એમ બન્ને નામે મળે છે, પણ એની નોંધ ચોપાઈ-વિભાગમાં જ કરવાની થઈ છે - રાસનો વિભાગ જુદો હોવા છતાં. પણ ઉદયરત્નની એક જ કૃતિ “સુમતિવિલાસ લીલાવતી ચોપાઈ ને “લીલાવતી રાસ' એવાં નામોને કારણે બે જુદા વિભાગોમાં નોંધાઈ છે. ચોવીસીનો જુદો વિભાગ કરવા છતાં જિનસ્તવન ચોવીસીઓને સ્તવનના વિભાગમાં મૂકવાનું કર્યું છે. ગીત-પદ એવા વિભાગ પછી પાછો ગીત વિભાગ
અને વર્ણન એવા વિભાગ પછી વર્ણન અને વર્ણનાત્મક કૃતિઓ એ નામનો વિભાગ આવે છે તે વિભાગીકરણ કેવું કઢંગી રીતે થયું છે તે બતાવે છે. જયવંતસૂરિની કર્મેન્દ્રિય પરવશે હરિણ ગીત અને નેત્રપરવશે પતંગ ગીત એ કૃતિઓ (ને એ જ હસ્તપ્રતો) ગીત-પદ વિભાગ તેમ ગીત વિભાગ બન્નેમાં નોંધાયેલી છે. ગીત વિભાગમાં ગીતા નામક કૃતિઓ સમાવી છે, જે વિભાગ જુદો કરવો જોઈતો હતો.
ભો.જે. વિદ્યાભવને પણ વિભાગોમાં કર્તાનામનો ક્રમ રાખ્યો છે. પણ - એણે પાડેલા વિભાગો જુઓ - કાવ્ય (આખ્યાન), કથા, ગીતા, ઢાળો, ચોપાઈ, Jain Education International For Private & Personal Use Only .
www.jainelibrary.org