Book Title: Ek Abhivadan Occhav Ek Goshthi
Author(s): Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 79
________________ §Ο એક અભિવાદન–ઓચ્છવ, એક ગોષ્ઠિ સ્વરૂપનિર્ણય કરવાનો હોય છે... “પાઠાંતરોમાંથી અમુકને જ કેમ પસંદગી આપી તેનાં કારણોનો ઊહાપોહ સંપાદકે આવશ્યકતા પ્રમાણે સ્થળેસ્થળે કરવાનો હોય છે... પ્રાચીન સાહિત્યના સંપાદનમાં આપણે આ બધું ઠીકઠીક ઉવેખ્યું છે. જ્યાં એક પ્રતથી ચાલે તેમ લાગ્યું છે ત્યાં વધુ પ્રતો જોવાની ચિંતા નથી કરી, જ્યાં એકાધિક પ્રત ઉપયોગમાં લેવાઈ છે, ત્યાં ઉપલબ્ધ બધી પ્રતો જોવાનું જરૂરી નથી. માન્યું. ઉપર્યુક્ત પ્રતોનાં પાઠાંતરો યથાતથ ચીવટથી નથી નોંધાયાં. હાથ લાગી તે પ્રતને ફાવતા ફેરફાર સાથે છાપી નાખવાને બદલે બધી (કે બધી મહત્ત્વની) પ્રતો ઉપયોગમાં લેવાનો અને પાઠાંતરો હોય તેવાં જ ચુસ્તપણે નોંધવાનો જોકે વધુ આગ્રહ (સિદ્ધાંતમાં વિશેષ, વ્યવહારમાં સગવડ પ્રમાણે) રખાય છે, છતાં પ્રતોનો આંતરસંબંધ નક્કી કરવાનું, પાઠપસંદગીનાં ધોરણો આપવાનું, છંદ અને ભાષાભૂમિકાને આલોચક દૃષ્ટિએ પાઠનિર્ણયમાં ઉપયોગમાં લેવાનું અને વ્યવસ્થિત પાઠાંતરચર્ચા કરવાનું વધતે-ઓછે અંશે અનાવશ્યક ગણીને કે અજ્ઞાનને કારણે છોડી દેવાય છે. પરિણામે પૂરતા પ્રામાણિક કે માન્ય ગણી શકાય તેવા પાઠને બદલે ઠીકઠીક અંશે આત્મલક્ષી ધોરણે અને અંગત રુચિએ ઘટાવેલા પાઠ આપણને મળતા રહે છે.” એક સૈકા જેટલો સમયગાળો પસાર થયા પછી થયેલી ગુજરાતી પાઠસમીક્ષાપ્રવૃત્તિની ઉપરોક્ત સર્વગ્રાહી સમીક્ષામાં માત્ર વીગત અને ભાષાનો જ ફે૨ દેખાય છે, ભાવ એનો એ જ છે. અલબત્ત, આનો અર્થ એવો નથી. જ કે પાઠસમીક્ષાપ્રવૃત્તિમાં આપણે ત્યાં કશું કામ થયું નથી કે આટલા લાંબા સમયગાળામાં આપણને તેજસ્વી સંપાદકો મળ્યા નથી. નર્મદ અને નવલરામ જેવાએ પાઠસમીક્ષાપ્રવૃત્તિનો સંગીન પાયો નાખ્યો. આ પછી ઇચ્છારામ સૂર્યરામ દેશાઈ, મોહનલાલ દલીચંદ દેશાઈ, કે. હ. ધ્રુવ, સી. ડી. દલાલ, મુનિ જિનવિજયજી, કે. કા. શાસ્ત્રી, ભોગીલાલ સાંડેસરા, મગનભાઈ દેસાઈ, મંજુલાલ મજમુદાર, અનંતરાય રાવળ, કે. બી. વ્યાસ, રિવલ્લભ ભાયાણી, રમણલાલ ચી. શાહ, ભૂપેન્દ્ર બાલકૃષ્ણ ત્રિવેદી, ઉમાશંકર જોશી, શિવલાલ જેસલપુરા જેવા વિદ્વાન સંપાદકો આપણને મળ્યા છે. શાસ્ત્રીય દૃષ્ટિએ તંતોતંત ખરાં ઊતરે એવાં કેટલાંક સંપાદનો પણ આપણે ત્યાં થયાં છે. પ્રમાણની દૃષ્ટિએ તો ઘણું કામ થયું છે એમ કહેવાય. પરંતુ ગુજરાતી પાઠસમીક્ષાનું ગુણાત્મક ચિત્ર એકંદરે ગ્લાનિપ્રેરક છે એમ સ્વીકાર્યા વગર છૂટકો નથી. આનાં કેટલાંક કારણો પણ છે; જેમકે, હસ્તપ્રતોમાં સચવાયેલ આપણા મધ્યકાલીન સાહિત્યવારસા માટે આપણને એક પ્રજા તરીકે હોવું જોઈએ એટલું ગૌરવ ક્યારેય હતું નહીં, કદાચ આજેય નથી. આપણી મહામૂલી હસ્તપ્રતોની લેવી જોઈએ એટલી કાળજી ૨. ડૉ. હિરવલ્લભ ભાયાણી, અનુસંધાન, સંશોધન, પૃ. ૭ અને ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130