________________
ગુજરાતી પાઠસમીક્ષપ્રવૃત્તિઃ ગઈ કાલ અને આવતી કાલ
૬૧
આપણે ક્યારેય લીધી નથી – ખાસ કરી જૈનેતર સાહિત્યની હસ્તપ્રતોની જે દુર્દશા આપણે ત્યાં થઈ તેનો કોઈ બચાવ થઈ શકે તેમ નથી. મ્યુનિસિપાલિટીની કચરાપેટીમાંથી કે પસ્તી વેચતા ફેરિયા પાસેથી હસ્તપ્રતો મળી છે. પાઠસમીક્ષાનું કામ એકલદોકલનું કામ નથી. આવું કામ સંસ્થાકીય ધોરણે જ ઉત્તમ રીતે થઈ શકે. પણ એ માટે સંસ્થાઓ પાસે પૂરતું નાણાભંડોળ હોવું જોઈએ. આપણે ત્યાં સંસ્થાકીય ધોરણે કેટલુંક કામ થયું છે પણ જેનેતર સાહિત્યના સંપાદનકાર્યમાં આર્થિક પ્રશ્નોએ સંસ્થાઓને ખૂબ મૂંઝવી છે. આપણા સંપાદકોને સહાયકોની સેવા ક્યારેય ઉપલબ્ધ નહોતી. કમ્યુટર જેવા આધુનિક સાધનનો વિનિયોગ આ સદી પૂરી થવા આવી તોય હજુ શરૂ થયો નથી. મ. સ. યુનિવર્સિટી સિવાય ગુજરાતની અન્ય યુનિવર્સિટીઓએ આ કાર્યને ગંભીરપણે પોતાનું કાર્ય માન્યું નથી.
પાઠસમીક્ષા પ્રવૃત્તિની ગઈ કાલ એટલી ઉજમાળી નથી તો આવતી કાલ અંગે પણ આપણે એટલા આશાવંત બની શકીએ એવી સ્થિતિ નથી. આ ક્ષેત્રના આપણા ઉત્તમ સંપાદકોમાંથી આજે હયાત હોય એવા સંપાદકોની ઉંમર ઘણી મોટી છે. એમની પછીની પેઢીના મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ચિમનલાલ ત્રિવેદી કે જયંત કોઠારી જેવા અભ્યાસીઓ પણ સિત્તેરના થવા આવ્યા છે. એમની પછીની પેઢીના અધ્યાપકોમાં મધ્યકાલીન સાહિત્યના અભ્યાસ પરત્વેનું વલણ ઓછું દેખાય છે. આ સંજોગોમાં ગુજરાતી પાઠસમીક્ષાપ્રવૃત્તિને ઉગારવા કશીક નક્કર વિચારણા કરવાની આવશ્યકતા છે. આ દિશામાં શુંશું થઈ શકે તે અંગે કેટલાક મુદ્દાઓ રજૂ કર્યા છે :
(૧) પાઠસમીક્ષાપ્રવૃત્તિ માટે એક મધ્યવર્તી સંસ્થાની તાતી જરૂર છે. આ પ્રકારની પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ, યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ હોદાની રૂએ આ સંસ્થાના સભ્ય હોય. આ ક્ષેત્રના અધિકારી વિદ્વાનો આ સંસ્થાના માનદ્ સભ્ય હોય. મકાન, સાધનો વગેરે માટે રાજ્ય સરકાર સહાય કરે. કાયમી સ્ટાફના પગાર પર રાજ્ય સરકાર સો ટકા ગ્રાન્ટ આપે. ગ્રંથસંપાદન અને પ્રકાશનના ખર્ચ પર પચાસ ટકા ગ્રાન્ટ આપે અને બાકીનો ખર્ચ સંસ્થા સમાજ પાસેથી મેળવે. આ તો માત્ર સૂચન છે. સંસ્થાનો નિર્વાહ વીગતનો પ્રશ્ન છે. એ અંગે સામાન્ય અભિપ્રાય મેળવી યોગ્ય નિર્ણય થઈ શકે. મુખ્ય વાત આવી સંસ્થા હોવી જોઈએ તે જ છે. જૈન કે જેનેતર એવા કશા ભેદભાવ વગર મધ્યકાલીન ગુજરાતી ગ્રંથોના સંપાદનની પ્રવૃત્તિ આ સંસ્થા હાથ ધરી શકે. (૨) ઉપલબ્ધ તમામ ગુજરાતી હસ્તપ્રતોની સંકલિત યાદી આ સંસ્થા દ્વારા વેળાસર કરાવી લેવામાં આવે. (૩) નવી પેઢીના તેજસ્વી અધ્યાપકો-શિક્ષકોને સંપાદનપદ્ધતિની વ્યવસ્થિત તાલીમ આ સંસ્થા દ્વારા આપવામાં
આવે. અધ્યાપક-શિક્ષકની નિયુક્તિ વખતે આ સંસ્થાના તાલીમપ્રમાણપત્રનો Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org