Book Title: Ek Abhivadan Occhav Ek Goshthi
Author(s): Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 82
________________ મધ્યકાલીન સાહિત્યનું પ્રકાશન : કેટલાક પ્રશ્નો - ----- - - - - - - શિરીષ પંચાલ અત્યાર સુધી મધ્યકાલીન સાહિત્યનાં જે પ્રકાશનો થયાં છે તેમાંથી મોટા ભાગનાં પ્રકાશનો માત્ર વિદ્યાપ્રીતિથી જ થયેલાં જોવા મળશે. આ સાહિત્યમાં ધંધાદારી પ્રકાશકોને રસ ન હોય એ વાત સમજી શકાય એમ છે, એમને તો જોકે માત્ર મધ્યકાલીન સાહિત્યમાં જ નહિ પરંતુ જે સાહિત્યનું વેચાણ થતું ન હોય એ બધું જ ઘણું કરીને અસ્પૃશ્ય હોય છે. સાદો અર્થ એટલો કે આપણે એ પ્રકારના તમામ પ્રકાશન માટે બીજી દષ્ટિએ વિચાર કરવો રહ્યો. મધ્યકાળના અપ્રગટ કે અગ્રંથસ્થ સાહિત્ય વિશેની જે માહિતી વિદ્વાનો પાસેથી પ્રાપ્ત થઈ છે તે અનુસાર હજુ અઢળક સાહિત્ય ભંડારોમાં સચવાયેલું પડ્યું છે. હવે જોકે પરિસ્થિતિ પહેલાં જેવી રહી નથી એટલે કાળજીપૂર્વક એની જાળવણી કરી શકીએ છીએ – જુદીજુદી દિશાએથી એ માટેની સગવડો પણ મળવા માંડી છે. બીજી સંસ્થાની વાત ન કરતાં મ. સ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગની હસ્તપ્રતો મેળવવા માટેની સાધનસામગ્રી સંપડાવી આપવામાં આદરણીય આચાર્યશ્રી શીલચંદ્રસૂરિજી અને આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિજીએ સહાય કરી હતી. પ્રકાશન માટેની પૂર્વતૈયારીના ભાગ રૂપે આ જાળવણી અનિવાર્ય છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય સાંપ્રદાયિક હોય કે બિનસાંપ્રદાયિક હોય, જૈન હોય કે જેનેતર હોય એ આપણા સૌનો વારસો છે અને એ વારસો અત્યંત સમૃદ્ધ છે. જે પ્રજા પોતાના ભૂતકાળને ભૂલી જાય છે એ પ્રજા - અંતે તો નિષ્માણ બની જતી હોય છે. એક જમાનામાં અર્વાચીન-આધુનિક સાહિત્યની તુલનામાં આ સાહિત્યને હલકી કક્ષાનું ગણવાનો ચાલ હતો; આજે એવું ઓરમાયું વલણ સાવ અદશ્ય થયું છે એમ કહી ન શકાય છતાં પરિસ્થિતિ ખાસ્સી એવી સુધરી છે. આ સાહિત્યના પ્રકાશનની સમસ્યાઓ ઓછી કરવા માટે સૌ પ્રથમ તો આને વિશેની એક વ્યાપક સભાનતા કેળવાય એ જરૂરી છે, અને એ સભાનતા ગુજરાતનાં માત્ર બેત્રણ નગરો પૂરતી નહીં પણ સમગ્ર ગુજરાતમાં કેળવાય એ પણ અનિવાર્ય છે - એ પરિસંવાદો, શિબિરો, જાહેર પ્રવચનો દ્વારા કેળવી શકાય; વળી આ પરિસંવાદો યાદચ્છિક બની રહે એ ન ચાલે - એની પાછળ એક ચોક્કસ આયોજન હોવું જોઈએ અને આપણી પાસે હવે એવા For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130