________________
મુદ્રિત હસ્તપ્રતસૂચિઓ : સમીક્ષા અને સૂચનો
સૂચિની સામગ્રીને એમણે આમેજ કરી લીધી પણ સંક્ષિપ્ત રૂપમાં, જેથી પૂરી વીગતો માટે જૂની સૂચિ સુધી જવાનું અનિવાર્ય રહ્યું. ઉપરાંત, આખીયે સામગ્રીની કૃતિઓનો અકારાદિક્રમ આપ્યો પણ કર્તાઓનો ન આપ્યો. કૃતિક્રમ આપતી વેળા પત્રસંખ્યા, ભાષા, કર્તાનામની વીગત ફરીને આપી, પણ રચનાસંવત-લેખનસંવત જેવી વીગત તો રહી જ. કૃતિઓનો અકારાદિક્રમ એટલી બધી જગ્યા રોકે છે કે આવું પુનરાવર્તન ટાળીને ઘણાં પાનાં બચાવી શકાયાં હોત અને કર્તાનામની સૂચિ માટે જગ્યા સહેલાઈથી કરી શકાઈ હોત એમ લાગે. જે કૃતિઓની કર્તાનામ આદિ વીગતો પ્રાપ્ય નથી એની માહિતી પણ પ્રતક્રમે તથા કૃતિનામના અકારાદિક્રમે એમ બેવડાવવાનો તો હેતુ જ સમજાતો નથી.
૪૭
ભારતીય વિદ્યાભવનની તથા કવીશ્વર દલપતરામ સંગ્રહની સૂચિઓ પણ ભંડારના પ્રતક્રમે છે પણ એમાં પાછળ કર્તા અને કૃતિના અકાદિ ક્રમ આપવામાં આવ્યા છે. ભારતીય વિદ્યાભવનની સૂચિમાં વધારામાં વિષયવાર કૃતિસૂચિ આપવામાં આવી છે અને કવીશ્વર દલપતરામ સંગ્રહમાં રચનાસમયક્રમ. સૂચિગ્રંથને વિવિધ રીતે કેમ સમૃદ્ઘ કરી શકાય છે એના આ દાખલા છે.
૨. કર્તાનામના અકારાદિ ક્રમે દરેક કર્તાની કૃતિઓની નોંધ કરી શકાય. એમાં સાથે ભંડારના પ્રતક્રમાંકનો નિર્દેશ હોય જ. કોઈ પણ કર્તાનો અભ્યાસ કરનારને આ પ્રકારની સૂચિ સીધી મદદરૂપ થઈ શકે. પણ આ પ્રકારની સૂચિ કરવામાં આવે ત્યારે કૃતિઓની અલગ અકાદિ અનુક્રમણિકા આપવી તો અનિવાર્ય છે. કેમકે કૃતિસૂચિની પોતાની પણ ઘણી ઉપયોગિતા છે.
કે. કા. શાસ્ત્રીએ ભિન્નભિન્ન સંગ્રહોમાં રહેલી હસ્તપ્રતોની જે સંકલિત યાદી કરી છે તે કર્તાક્રમે છે. પરંતુ પદસંગ્રહો અને અજ્ઞાત કર્તાની કૃતિઓ અલગ નોંધ્યાં છે તે સંગ્રહવાર અને પ્રતક્રમે છે. કર્તાક્રમે અપાયેલી સામગ્રીમાંની અને અજ્ઞાતકર્તૃક કૃતિઓની ભેગી જ અકારાદિ અનુક્રમણિકા આપી છે ને જ્ઞાતકર્તૃક કૃતિઓ પરત્વે કર્તાનામ પણ નોંધ્યું છે. પરંતુ પદસંગ્રહોમાં સમાયેલા કર્તાઓની કોઈ અકારાદિ અનુક્રમણિકા આપી નથી. તેથી નરસિંહનાં પદો શોધવા માટે આ આખી સૂચિ જોવી પડે એવું થયું છે. પદસંગ્રહોમાંનાં કર્તાનામોને આગળની મુખ્ય કર્તાસૂચિમાં નાખવામાં પણ ખાસ અગવડ પડી હોત એમ લાગતું નથી. થોડીક સામગ્રી તો એમાં દાખલ થઈ જ ગયેલી છે. પદસંગ્રહોમાં હિંદી કવિઓનાં પદો છે તે જુદાં રાખી શકાય.
કે. કા. શાસ્ત્રીએ કર્તા-કૃતિઓની સાલવારી સૂચિ આપી છે તે સાહિત્યના ઇતિહાસની દૃષ્ટિએ ઉપયોગી ગણાય. રચનાસાલની સંભાવના કરીને પણ કેટલીક કૃતિઓને આ સૂચિમાં દાખલ કરેલી છે. પરંતુ કર્તાની કેટલીક કૃતિઓનો રચનાસમય મળતો હોય ને બીજી કેટલીકનો ન મળતો હોય તો આ બીજી
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International