________________
૫૪
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
માહિતી પણ નોંધે છે.
છેવટે આપણું અત્યંત ધ્યાન ખેંચે છે તે તો જૈન ગૂર્જર કવિઓમાં મોહનલાલ દલીચંદ દેશાઈનો અને ફાર્બસ ગુજરાતી સભાની સવિસ્તર નામાવલિમાં અંબાલાલ જાનીનો પરિશ્રમ. અંબાલાલ જાનીએ કૃતિઓના સાર આપ્યા છે, અને પૂરક ઐતિહાસિક માહિતી છૂટ્ટે હાથે પીરસી છે. એની પાછી સવીગત અકારાદિ સૂચિ પણ કરી છે ! આ માત્ર સૂચિ નહીં રહેતાં મહત્ત્વનો સાહિત્યિક, ઐતિહાસિક દસ્તાવેજ બની જાય છે. દેશાઈએ આવું કર્યું નથી આવું કર્યું હોત તો તો, કે. કા. શાસ્ત્રી સૂચવે છે તેમ, જૈન ગૂર્જર કવિઓ'ના કેટકેટલા ગ્રંથો થયા હોત ! પણ એમણે કૃતિઓના વિવિધ ખંડોના આરંભ-અંત ઉતાર્યા છે, એમાંના કેટલાક અન્ય રસિક ભાગો આપ્યા છે, અનેક સ્થાને કૃતિમાં પ્રયોજાયેલાં છંદો ને દેશીઓની યાદી કરી છે અને કૃતિની ગુણવત્તા વિશે અભિપ્રાયો આપ્યા છે તે બતાવે છે કે તેઓ કૃતિઓની અંદર પણ ઘૂમી વળ્યા છે. એમની તે કેવળ સૂચિકારની સૂચિ નથી, સાહિત્યરસિક વિદ્વાનની સૂચિ છે.
બધી સૂચિઓમાં હસ્તપ્રતના ખોટા વાચનને લીધે થયેલા માહિતીદોષો વધતાઓછા પ્રમાણમાં જોવા મળે છે. લા. ૬. વિદ્યામંદિરની સૂચિમાં પહેલું જ કર્તાનામ ‘અઈગત્તા' ખોટું છે. ભો. જે. વિદ્યાભવનની સૂચિમાં પણ પહેલી જ નોંધમાં ભૂલ જણાય છે. અખાને નામે ‘ગુરુમહિમા’ નામની કૃતિ મુકાયેલી છે, પરંતુ કૃતિ ખંડિત પ્રાપ્ત થયેલી છે અને કૃતિનામ સૂચિકારે મૂક્યું હોવાનો સંભવ છે. પહેલા કડવાની પહેલી સાત કડી અને ૨૯મા કડવા પછીનો ભાગ પ્રાપ્ત થયો નથી એવી નોંધ ક૨વામાં આવી છે તેથી આ કૃતિ ‘અખેગીતા’ જ હોવાનું પાકું અનુમાન થાય છે. થોડીક મહેનતથી સૂચિકાર અખા જેવા પ્રસિદ્ધ કવિની કૃતિને સાચી રીતે ઓળખાવી શક્યા હોત. ભારતીય વિદ્યાભવનની સૂચિમાં સર્વત્ર અખા, અખેગીતા, અખાના છપ્પાને સ્થાને અજા, અજેગીતા, અજાના છપ્પા મળે છે ! પાટણ હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરની સૂચિમાં શાંતિહર્ષને નામે ઘણી કૃતિઓ નોંધાયેલી મળે છે તે સર્વ શાંતિહર્ષશિષ્ય જિનહર્ષની છે.
કૃતિના આદિ-અંતના ભાગ આપતી વર્ણનાત્મક સૂચિ હોય તો સૂચિકારના વાચનના (ને અર્થઘટનના) દોષો પણ આપણે પકડી શકીએ. કવીશ્વર દલપતરામ સૂચિમાં કર્તા તરીકે રવિસુત નરસિંહ બતાવ્યા હોય, પણ ઉત્કૃત અંતભાગ પરથી આપણે કહી શકીએ કે ‘વિસુત' એ તો વારના નામ તરીકે છે – શનિવાર. જૈન ગૂર્જર કવિઓ'ની બીજી આવૃત્તિમાં થયેલા સુધારામાંના ઘણા, ઉધૃત ભાગને આધારે જ થયા છે. પાઠવાચન અને અર્થઘટનમાં થયેલી ભૂલો નિવારાઈ છે અને ભ્રષ્ટ પાઠો પણ સુધારાયા છે.
પણ આરંભ-અંતના ભાગ વિનાની સાદી સૂચિ હોય ત્યાં શું થાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org