________________
૪૮
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
.
કેટલીક કૃતિઓનો આશરે સમય જરૂર વિચારી શકાય ને એને આ સૂચિમાં દાખલ કરી શકાય અને એમ ઐતિહાસિક ચિત્રને પરિપૂર્ણતા તરફ લઈ જઈ શકાય પણ અહીં એમ થયું નથી. જેમકે સં. ૧૭૦૮માં રચાયેલી વિશ્વનાથ જાનીની બે કૃતિઓનો આ સૂચિમાં સમાવેશ છે પણ રચના સંવત વિનાની પ્રેમપચીસીનો નથી.
૩. હસ્તપ્રતસંગ્રહની સામગ્રીને કૃતિને ક્રમે રજૂ કરવાની પદ્ધતિ ઉત્તમ છે એમ હું માનું છું. ભંડારના પ્રતિક્રમનો ખાસ ઉપયોગ નથી, વિષયક્રમ અને સમયક્રમની કેટલીક મુશ્કેલીઓ છે એની વાત હવે પછી આપણે કરીશું અને કર્તાક્રમે સૂચિ કર્યા પછી કૃતિઓની અનુક્રમણિકા લાંબી થાય પણ કૃતિક્રમે સૂચિ કર્યા પછી કર્તાઓની અનુક્રમણિકા ટૂંકી થાય તથા ઓછી જગ્યા રોકે એ સ્પષ્ટ છે. કૃતિક્રમની સૂચિ સૌથી વધુ કરકસરવાળી નીવડી શકે છે.
આનો ખૂબ જ ધ્યાન ખેંચે એવો દાખલો મુનિશ્રી ચતુરવિજયજીએ કરેલી લીંબડી ભંડારની સૂચિ છે. એમણે સામગ્રીને કૃતિઓના અકારાદિક્રમે રજૂ કરી અને કૃતિઓને ક્રમાંક આપી દીધા. પછી કર્તાઓની અનુક્રમણિકામાં કૃતિઓના ક્રમાંક આપી દેવાથી જ એમનું કામ ચાલ્યું. ચતુરવિજયજીએ વિષયવાર અનુક્રમણિકા પણ આપી છે. એમાં એમણે કૃતિનામ સાચવ્યાં છે એ યોગ્ય થયું છે, પણ ક્રમાંક છોડી સંક્ષેપ સાધી શકાયો હોત. ચતુરવિજયજીએ સમયાનુક્રમણિકા નથી આપી પણ ધાર્યું હોત તો એ પણ કેવળ કૃતિક્રમાંકના નિર્દેશથી સંક્ષેપથી આપી શકાઈ હોત. ભંડારની પ્રતોની કમવાર સૂચિ પણ, એમાં રહેલી કૃતિઓના ક્રમાંક આપીને, કરી શકાય.
વર્ષો પૂર્વે એક જૈન મુનિએ સૂઝપૂર્વક તૈયાર કરેલી લીંબડી ભંડારની સૂચિ પર હું અત્યંત ખુશ છું. ને તેથી એ નમૂનાને પછીના આપણા સૂચિકારોએ લક્ષમાં જ લીધો નથી એનું મને દુઃખ પણ છે. ચતુરવિજયજીના શિષ્યવર્ય મુનિશ્રી પુણ્યવિજયજી સંશોધક વિદ્વાનનું નામ ધરાવતી સૂચિઓ પણ
એ નમૂનાને લક્ષમાં લેતી નથી, એનાથી ઘણી ઊણી ઊતરે છે એ આશ્ચર્યની વાત છે.
પ્રાચ્ય વિદ્યામંદિર, વડોદરાની સૂચિ કૃતિના ક્રમે છે. જોકે ગુજરાતી કૃતિઓ એમાં જૈન અને જૈનેતર એવા બે વિભાગમાં વહેંચાયેલી છે. કર્તાક્રમ આ સૂચિમાં અલગ અપાયેલો નથી.
૪. વિષયવિભાગપૂર્વકની સૂચિ જો સૂઝપૂર્વક થઈ હોય તો એની પણ એક ઉપયોગિતા છે જ. એથી કોઈ એક વિષયપ્રદેશનો અભ્યાસ કરવા માગનારની મોટી સગવડ સચવાય છે. પરંતુ સૂચિનો મુખ્ય આધાર વિષય વિભાગીકરણને બનાવવાનું યોગ્ય છે કે કેમ તે વિશે હું સાશંક છું. આનું કારણ એ છે કે ખાસ કરીને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સ્પષ્ટ વિષયવિભાગો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org