________________
મોટી સંશોધન-પ્રેરકતા ધરાવતા માતબર સૂચિગ્રંથો
રમણ સોની
એક જ ગ્રંથને નિમિત્તે બે સંશોધક-સંપાદકોના ભગીરથ કહેવાય એવા કાર્યનું ગૌરવ થતું હોય એવો આ પ્રસંગ ખરેખર વિરલ છે. એ એક બીજી રીતે પણ વિરલ છે. કેમકે, જેની પાછળ વર્ષોનાં પરિશ્રમનો ને સૂઝનો વિનિયોગ થયેલો છે એવી આ ગ્રંથશ્રેણી મૂળે તો એક વર્ણનાત્મક હસ્તપ્રતસૂચિ જ છે છતાં એનો એક મોટા સંશોધનગ્રંથ, ને સંશોધન-ઉપયોગી ગ્રંથ તરીકે મહિમા કરવાનો થાય એવું એનું કાઠું છે, એનું ફલક એટલું વિસ્તૃત છે. કેવળ આંકડાની રીતે જોઈએ તો પણ, મોહનલાલ દેસાઈએ એમના લગભગ ૪૨૦૦ પાનાંના આ ગ્રંથોમાં ૧૪૦૦થી વધુ જૈન કવિઓની પ000 જેટલી કૃતિઓના (ઉપરાંત કેટલાક જૈનેતર કવિઓની કૃતિઓના) વિસ્તૃત આરંભ-અંત નોંધ્યા છે, એ માટે ૪૦૦ જેટલા હસ્તપ્રતસંગ્રહો ને અન્ય સાધનો જોયાં છે. ૮૦૦૦થી વધુ વ્યક્તિનામોની, ૧૭00 જેટલાં સ્થળનામોની ને ૩૦૦૦ જેટલી દેશીઓની પ્રથમ પંક્તિઓની વર્ણાનુક્રમ-સૂચિ કરી છે, તથા પુસ્તકના પહેલા ખંડની સવાત્રણસો જેટલાં પાનાં લાંબી પ્રસ્તાવના રૂપે જૂની ગુજરાતી ભાષાનો ઇતિહાસ આપ્યો છે !
અને આ બધું કંઈ હાથવગું ન હતું - મુશ્કેલીઓ ભરેલા શ્રમથી ને પૂરાં ધીરજ તથા સૂઝથી કરી શકાય એવું હતું. આ સંશોધક અનેક હસ્તપ્રત-ભંડારોમાં ફર્યા, જે ઉપયોગી નજરે પડ્યું તે સંઘરી લીધું અને એક ગંજાવર દસ્તાવેજી સામગ્રીને વૈજ્ઞાનિક વ્યવસ્થાપૂર્વક મૂકી આપી. કરવા જેવું મહત્ત્વનું કશુંય કામ બાકી ન રહી જાય એની કાળજી રાખી. જેમકે, કવિ નર્મદે ‘નર્મકથાકોશ' કરેલો એનું મહત્ત્વ ને ઉપયોગિતા તરત એમના ધ્યાનમાં આવ્યાં. એમને થયું કે “આ જ રીતે જૈન કથાઓનો કોશ હજુ કોઈ વિદ્વાન જૈન કે જૈન સંસ્થા તરફથી બહાર પડેલો નથી. એ શોચનીય બિના છે.” અને “જૈન ગૂર્જર કવિઓ'ના બીજા ભાગમાં એમણે પ૦૦ ઉપરાંત નામોનો જૈન કથાનામકોશ' પણ સામેલ કર્યો.
શ્રી દેસાઈએ એમના આયુષ્યનાં અર્ધા ઉપરાંત વર્ષો આ કામને આપ્યાં હતાં – પૂરાં ૩૩ વર્ષ એમણે આ વિદ્યાતપ કર્યું એ સાચે જ અહોભાવ પ્રેરે એવું છે. આ ઉજ્વળ વિદ્યાકાર્ય એમના સમયમાં પણ વિવેચન-સંશોધન ક્ષેત્રના ઘણા વિદ્વાનોનો આદર પામેલું. નરસિંહરાવ જેવા મોટા વિદ્વાને તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org