________________
જૈન ગૂર્જર કવિઓ' – એક બહુમૂલો સંદર્ભ-ભંડાર
૨૫
• મારો વાલો દરિયાપાર મોરલી વાગે છે. (પૃ.૧૯૯) • અહો ઝરમર વરસે મેહ કે ભીંજે ચુંદડી રે.... (પૃ.૧૧)
કોણ ભરે રે કોણ ભરે?
દલ-વાદલીરો પાણી કોણ ભરે? (પૃ.૬૧) આ પંક્તિઓ મધ્યકાળના કવિઓએ ને તે પછીનાઓએ પણ સતત વાપરી છે. સત્તરમી સદીના કનકસુંદર જે પોતાની કૃતિ માટે કહે છે તે મધ્યકાળમાં તો સૌને લાગુ પડે છે ?
રાગ છત્રીશે જુજુઆ, નવિ નવિ ઢાલ રસાલ કંઠ વિના શોભે નહિ ક્યું નાટક વિણ તાલ. ઢાલ, ચતુર, મ ચૂકજો! કહેજો સઘલા ભાવ
રાગ સહિત આલાપજો, પ્રબંધ પુણ્યપ્રભાવ. મધ્યકાળ કેવો ગાતો-મહાલતો હશે, એની ગીતસમૃદ્ધિ ને કંઠસમૃદ્ધિનું દર્શન આ આઠમાં ભાગમાં થાય છે.
નવમા ભાગમાં જૈન ધર્મ અને એના સંદર્ભમાં ગુજરાતના રાજકીય ઇતિહાસની કેટલીક ઉપયોગી સામગ્રી છે. જેન ગુરુઓની પાટ પરંપરા, જે મોહનભાઈએ એમના ગ્રંથના બીજા ભાગમાં પરિશિષ્ટ રૂપે આપેલી તે અહીં, ફરીને જોઈ-ચકાસી, સુધારી-વધારી રજૂ કરી છે. વ્યક્તિ, ગચ્છ, વંશ-ગોત્ર ને કૃતિઓનાં નામોની અકારાદિ સૂચિઓ અહીં છે. ગુરુપરંપરાની વિગતોમાં ચમત્કારો ને ધર્માન્તરોવાળી દંતકથાઓ યથાતથ છે. પ્રસારાતા બધા જ ધર્મોની આવી ગુરકથાઓ સ્વધર્મસ્તુતિ ને પરધર્મનિંદાવાળી તથા ચમત્કારબહુલા હોય જ. સંપાદકનું કાર્ય ગુરુચરિત્રો જેવાં મળ્યાં તેવાં યથાતથ આપવાનું હોવાથી અહીં તે વિગતોને પણ ત્યારના જનમાનસલેખે જોઈને પાટપરંપરાના કાળ ને કાર્યનું વિવેકથી તારણ વાચકે જ કાઢવું જોઈએ. હવે આ પ્રચાર નથી, દસ્તાવેજ છે. આવા દસ્તાવેજોમાં ત્યારના સમાજ, એની કથાઓ, ઇતિહાસ, રીતરિવાજો, જનમાનસ એવુંએવું ઘણું પડઘાતું પડ્યું હોય છે. ગુજરાત આવા સાંસ્કૃતિક દસ્તાવેજોની બાબતમાં ભારતમાં સૌથી વધુ સમૃદ્ધ છે એવો, ઇતિહાસના જાણીતા વિદ્વાન જદુનાથ સરકારનો મત છે. (મિરાતે અહમદી'ની પ્રસ્તાવનામાં). શ્રી ધનવન્ત ઓઝા કહે છે તેમ આ ગ્રંથથી આવાં ઈતિહાસનાં સાધનોમાં વળી એક મોટા સાધનનો ઉમેરો થાય છે.
રાજાઓની વિગતો બહુ ઓછાં પાન રોકે છે (૧પરથી ૨૬૨). ઇતિહાસના બહુ મોટા વિદ્વાન ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી એ ઝીણી નજરે જોઈ ગયા છે ને એ પરથી ઘટતી નોંધો જયન્તભાઈએ આપી છે. આ “રાજાવલિમાં મહાવીરનિર્વાણથી મોગલકાળના અંત સુધીની સૂત્રાત્મક વિગતો, જયન્તભાઈની નોંધ સાથે મળે
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org