________________
જૈન ગૂર્જર કવિઓ' – એક બહુમૂલો સંદર્ભ-ભંડાર
૧૭.
હજારેક વર્ષનો અંકોડાબંધ ઈતિહાસ સળંગ મળતો હોય. ગુજરાતી એ રીતે અપવાદરૂપ સભાગી છે. એનું સાહિત્ય મબલક પ્રમાણમાં લિખિત રૂપે ને મૌખિક રૂપે બેય રીતે સચવાતું આવ્યું. એનાં ઐતિહાસિક કારણો તો સુવિદિત છે. જૈન ભંડારો ને વૈયક્તિક ગ્રન્થાલયોમાં આ સાહિત્ય સચવાયું અને સમાજ-ધર્મ-ઉત્સવો-મેળા-રીતરિવાજો વગેરે સાથે અવિનાભાવે કંઠોપકંઠ કેટલુંક વહેતું રહ્યું. તો ચારણો-ભારોટો-મીર આદિ વિદ્યાધરોની વ્યાવસાયિક જાતિઓને કારણે પણ જળવાયું. પણ આ બન્ને પ્રકારના સાહિત્યની મહત્તા ને મહત્ત્વ અંગેની સભાનતા આવી મોડી.
અહીં તો હસ્તપ્રતગ્રસ્ત સાહિત્યની જ વાત છે. એમાંય જાગ્યા મોડા. જાગ્યા ને જોયું-જાણ્યું ત્યારે એ સાહિત્ય જુદાજુદા ભંડારોમાં ને ગ્રંથાલયોમાં કે વ્યક્તિઓ પાસે અહીં-તહીં બધે વેરવિખેર હતું. સમગ્ર ગુજરાત-રાજસ્થાનમાં વેરાયેલું ! બધે જઈજઈને, બધી હસ્તપ્રતો ઉકેલી-સાંભળી-વાંચી-નોંધીને પછી કાળક્રમે ગોઠવવાનું - તેય સો વરસ પહેલાં, ટાંચા સાધને, કરે કોણ ? એકેએક કર્તા, ને એકેએક કૃતિ હાથમાં લઈ, વાંચી-ઓળખી, એની ટૂંકી નોંધ કરવી એટલે ? એક જનમ તો ઓછો પડે – ને એકલપંડે કોઈ કરી શકે એ તો, આ થયું નહોતું ત્યાં સુધી, મનાય એમ જ નહોતું ! નહિ યુનિ., યુનિ.માં નહિ આ ગુજરાતી વિષય, નહિ આજની જેમ વ્યાવસાયિક અધ્યેતાઓ, નહિ કોઈ સંસ્થાની યોજનાફોજના કે મદદ-બદદ ! પણ એક માણસ એવો નીકળ્યો જેણે એકલ પંડે ને કોઈ જાહેરાત વિના આ કામ ઉપાડ્યું. નર્મદના કોશકામની વાત એક ઉત્તેજનાના જમાનામાં મુનશી - વિ. મ. ભટ્ટ વગેરેએ ચરિત્રો, લેખો, વ્યાખ્યાનો, વિવેચનો, સમારંભો દ્વારા ફેલાવી; એટલે સૌએ જાણી. પણ આ હતા શાન્ત, ધીર, વિદ્વદ્ પ્રકૃતિના જણ. હતા તો એ જમાનામાં બહુ ભણેલા, હાઈકોર્ટના વકીલ (બી.એ., એલએલ.બી.), પણ વિદ્યારત. કમાવાનું ગૌણ ગણીને એમણે આખું જીવન આ કાર્યને આપ્યું. ૬૦ વર્ષના (૧૮૮૫-૧૯૪૫) આયુષ્યના ચાર દાયકા આ કાર્યને ! એટલેકે યૌવનાવસ્થાથી મૃત્યુ. One-man univesity ! એ મોહનલાલ દલીચંદ દેશાઈ. હજાર પાનનો (જેને એ “સંક્ષિપ્ત' કહે છે તે) “જૈન સાહિત્યનો ઈતિહાસ' (૧૯૩૩) અને “જૈન ગૂર્જર કવિઓ'ના ત્રણ ભાગના આકર ગ્રન્થના કર્તા. “જૈન ગૂર્જર કવિઓનાં ચાર હજાર પાનાંમાં ૧૨૨૮ કર્તાઓની ત્રણેક હજાર કૃતિઓની, પ્રત્યેકના આરંભ-અંતના અંશો તથા લહિયાઓની પુષ્પિકા સહિતની, પરિચયાત્મક, કાળક્રમસહિતની સૂચિ એમણે આપી; પરિશિષ્ટોમાં મધ્યકાલીન સાહિત્યની વિસ્તૃત ભૂમિકા, સ્થળનામો, રાજાવલિ, કથાનામો વગેરે એ કાળના સાંસ્કૃતિક ઇતિહાસની શ્રદ્ધેય સામગ્રી આપી. એમાં જૈન અને જૈનેતર કર્તાનો-કૃતિઓનો સમાવેશ તો છે, પણ સાધુઓની વિદ્યાનિષ્ઠા ને સાચવણ તથા પરિશીલનને કારણે જૈન સાહિત્ય જેટલું જળવાયું છે એટલું For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International