________________
જૈન ગૂર્જર કવિઓ” – એક બહુમૂલો સંદર્ભ-ભંડાર
-
-
-
કનુભાઈ જાની
બરાબર એક વરસ પહેલાં (૧૯-૧-૯૭) “જૈન ગુર્જર કવિઓ'ના દળદાર દસ ગ્રન્થોનો લોકાર્પણ-સમારોહ થયેલો. ત્યારે એ વિષે પ્રસંગોચિત વક્તવ્ય આપેલું. હવે એ પ્રસંગનાં વક્તવ્યો ગ્રન્થસ્થ થાય છે ત્યારે, તે વખતના મુદ્દાઓને વ્યવસ્થિત મૂકવાનો અવકાશ છે.
આપણા વિદ્યાક્ષેત્રની આ એક એવી અવિસ્મરણીય મહત્ત્વની ઘટના છે જેની રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નોંધ લેવાવી ઘટે. ભારતીય ભાષાઓમાંથી ભાગ્યે જ આવું સાતત્યપૂર્ણ વિદ્યા-આરાધન બીજે થયું હશે. આને-
ટોપ્સન યાદ આવે. એકની સૂચિ, બીજાએ શુદ્ધિવૃદ્ધિસમેત રજૂ કરીને “Motif Index’ આપ્યો - છ ગ્રંથોમાં. આ ભિન્ન-વિષયે એ જ કક્ષાનું કાર્ય છે. ગુજરાત જેને માટે ગૌરવ લઈ શકે એવી અવિરત અખંડ એક સદીની આરાધનાનું ફળ છે. કેવળ સમયાવધિ જ નહિ અનવરત વિદ્યાપ્રીતિ ને સજ્જતાપૂર્વકનો સતત પરિશ્રમ બે વિદ્વાનોએ પરસ્પરનાં કામની પૂર્તિરૂપે કર્યો ! અહીં ‘પરસ્પર' શબ્દ કદાચ કોઈને ખટકે; પણ પૂર્વેના વિદ્વાનના મનોગતોને જાણીને, કલ્પીને, જાણે બીજાએ કામ કર્યું ! એકબીજાની પ્રત્યક્ષ સન્નિધિ વિના, માનસિક સન્નિધિથી ! બહુ ઊંચા પ્રકારની અખંડ લગની વિના ને એ માટેની પૂરી સજ્જતા વિના આ જ્ઞાન-સાહસ / વિદ્યાસાહસ પાર ન પડે. કોઈ પણ દેશની વિદ્વત્તાના ઇતિહાસમાં નોંધપાત્ર બને એવી આ ઘટના છે. એમાં જયન્તભાઈની, બુઝાતા દીવા જેવી અત્યન્ત ચિત્તાજનક તબિયત પણ ન નડી, એમાં કલ્યાણકૃત્. કશુંયે તે દુર્ગતિ પામશે નહીં એવી ઉપરવાળાની કાળજી ગણવી હોય તો ગણો. અવિચલિત માનસિક સ્વસ્થતા, વિદ્યાપ્રીતિની પ્રેરકતા, ચિકિત્સકો ને સ્નેહીઓની પ્રેમભરી માવજત, પોતાની અડગતા - જે ગણવું હોય તે ગણો. પણ આવું અત્યંત વિરલ. વ્યવધાનોની વચ્ચેથી જાણે વિદ્યાનો અખંડ દીપ વધુ તેજ સાથે બહાર આવ્યો ! આના ગ્રંથકારોની વાત વિના આ ગ્રન્થની વાત અધૂરી ગણાય; ને ગ્રંથનું ય માણસ જેવું છે. માણસની પિછાણ પરિચય જ થાય તેમ ગ્રંથની વાત ભલે કરીએ, પણ એનો પરિચય મેળવ્યા-કેળવ્યા પછી જ એનું મૂલ્ય સમજાય. એનો જાતઅનુભવ કરવો પડે. અહીં તો એવા જાતઅનુભવની જ વાત છે.
જગતના બહુ જૂજ દેશો એવા હશે જેની ભાષાના સાહિત્યનો સતત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org