________________
જૈન ગૂર્જર કવિઓ ઃ વિમોચન અને પૂર્ણાહુતિ-સમારોહ અહેવાલ
૧૧
એમણે કહ્યું કે, “વિદ્યાને કોઈ સીમાડા નથી હોતા. જૈન ભંડારોમાં વૈદિક પરંપરાના કેટલાય પ્રાચીન ગ્રંથો સાંપડે છે. અને એવું જ હોવું જોઈએ. જુઓને, ડેન્ટીકૃત “ડિવાઈન કૉમેડી' એ ગ્રંથ યુરોપના ઇટાલી જેવા દૂરના દેશમાં સેંકડો વર્ષ પહેલાં રચાયેલો તેનો પદ્યબદ્ધ અનુવાદ ઠેઠ ગુજરાતના ટીંબે રાજેન્દ્ર શાહ જેવા કવિની કલમે થાય છે.
આજે શ્રી જયંતિભાઈ કોઠારીએ કરેલી સાહિત્યસેવાનો ઓચ્છવ છે. જયંતભાઈએ શ્રી મોહનભાઈએ કંડારેલી કેડીને જ વધુ ખેડીને પહોળી કરી છે. શ્રી મોહનભાઈના નામને વધુ ઊજળું કરી બતાવ્યું છે.
આજે જે વિદ્વાનોનો સ્નેહાળ મેળો મળ્યો છે તે એક આનંદની ઘટના છે. સુરેશભાઈને બધાએ જે રીતે માણ્યા તે જાણીને મને આનંદ થયો છે.
આવા પ્રસંગો વારંવાર થવા જોઈએ. તેથી પ્રજા તો જ્ઞાન તરફ વળે - વળી શકે અને માત્ર ગુજરાતમાં ચોપડાપૂજન થાય છે એ મહેણું ટળે અને કહી શકીએ કે અહીં ચોપડીનું પણ પૂજન થાય છે. ચોપડી અને ચોપડીના લેખક બન્ને એ રીતે પૂજનીય છે.
ઉપસ્થિત શ્રોતાવૃંદ પણ આજે આવી પ્રેરણા લઈને જ વિદાય થશે તેવી શ્રદ્ધા છે.” આભારદર્શન : શ્રી પ્રકાશભાઈ ઝવેરી :
તે પછી, “જૈન ગૂર્જર કવિઓ' (ભાગ ૧-૧૦)નું પ્રકાશન કરનાર સંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલય (મુંબઈ)ના માનદ મંત્રીશ્રી પ્રકાશભાઈ ઝવેરીએ સંસ્થા વતીથી લાક્ષણિક શૈલીએ આભારદર્શન કર્યું. સદીઓ પહેલાં “ભક્તામરસ્તોત્ર'ના રચયિતા શ્રી માનતુંગસૂરિની એક પંક્તિ અને કવિ સુરેશ દલાલના એક કાવ્યનો સંદર્ભ ટાંકીને કહ્યું કે વિદ્વાનોની આ સભામાં હું કાંઈ વાત કરું તો મારી શી હાલત થાય ? આનો માર્મિક આરંભ કરીને આચાર્ય ભગવંતોની કૃપાયાચનાથી માંડી શ્રી કે. કા. શાસ્ત્રી, શ્રી સુરેશ દલાલ, શ્રી જયસુખભાઈ દેશાઈ, શ્રી રમણલાલ ચી. શાહ, શ્રી જયંતિભાઈ કોઠારી, શ્રી કનુભાઈ જાની, શ્રી રમણ સોની, શ્રી કાન્તિભાઈ, આંબાવાડી સંઘ, શ્રી દીપકભાઈ બારડોલીવાળા તેમજ સૌ સહાયકો અને ઉપસ્થિત મહેમાનોનો આભાર માન્યો હતો. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિ મહારાજની પ્રેરણાથી અને ધાર્મિક કેળવણીની સાથે આધુનિક કેળવણીની સુવિધાના આશયથી સ્થપાયેલી આ સંસ્થા ૮૧ વર્ષ પૂરાં કરે છે તેનો ઉલ્લેખ કરી સંસ્થાનાં કામોનો સંક્ષિપ્ત પરિચય પણ કરાવ્યો હતો. છેલ્લે આંબાવાડી જૈન સંઘ વતીથી સંઘના મંત્રીશ્રી વિનુભાઈ શાહે આભારવિધિ કરી
હતી.
આ સાથે આજના આ સમારોહની પહેલી બેઠક સમાપ્ત થઈ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org