Book Title: Dharm Kalpdrum Mahakavya
Author(s): Dharmtilakvijay
Publisher: Dharmkirtivijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 178
________________ છઠ્ઠો પલ્લવઃ છે. તેણે જાતિસ્મરણવડે પોતાનું ચરિત્ર આ પટ ઉપર આલેખ્યું છે. તેને થયેલા મતિમોહથી પોતાના પૂર્વભવની પ્રિયા મેળવવા માટે તેણે આવા ચિત્રપટ્ટો સર્વ રાજ્યોમાં મોકલ્યા છે. ‘સર્વ - કર્મમાં મોહનીયકર્મ, સર્વ દુઃખો દરિદ્રતા, સર્વપાપો ચૌર્યભાવમાં અને સર્વ દોષો અસત્યમાં સમાઈ જાય છે.' જાગતા છતાં પણ જે નિદ્રાસ્વરૂપ છે. જોતા છતાં પણ જે અંધતારૂપ છે. શ્રુત ભણ્યા પછી પણ જડરૂપ છે અને પ્રકાશિતપણું છતાં પણ જે તમસરૂપ છે. તેવો સ્ત્રીમોહ ખરેખર દુખ્ત્યાજ્ય છે. દારા પરાભવરૂપ છે, બંધુજનોનો મોહ બંધનરૂપ છે, વિષયો વિષરૂપ છે, તે છતાં આ મોહ કેવો દુર્ગમ છે કે જેથી ખરેખરા શત્રુઓને પણ આપ્રાણી મિત્ર ગણે છે.’ આમ હોવાથી પૂર્વભવનો મોહ ખાસ તજવા લાયક છે. એમ ઘણીવાર સમજાવ્યા છતાં પણ અમારા રાજા ન માનવાથી તેમની આજ્ઞાને લઈને હું આ ચિત્રપટ્ટ સહિત અહીં આવ્યો છું.” ૧૫૯ આ પ્રમાણે તેની હકીકત સાંભળીને રાજપુત્રી હર્ષમાં આવીને બોલી કે—‘હું જાતિસ્મરણથી જાણું છું કે—આ હાથણી તે હું છું અને તમારા રાજા તે હાથીરૂપ મારા પતિ છે.' પછી પુરુષોત્તમ રાજા ઉપર રાગી થઈને તેણે પોતાના માતાપિતાને કહેવડાવ્યું કે—‘પદ્મિનીપુરના રાજા પુરુષોત્તમ સાથે તમે મારો વિવાહ કરો.' રાજા તે સાંભળીને બહુ જ ખુશ થયો અને હર્ષિત થયેલા રાજાએ તુરત જ વિવાહની સર્વ સામગ્રી તૈયાર કરી સારભૂત એવી મોટી ઋદ્ધિસહિત પોતાના સુબુદ્ધિ મંત્રીની સાથે શુભ દિવસે પોતાની પુત્રી કમલશ્રીને પદ્મિનીપુર તરફ રવાના કરી. સુલોચનાં સહિત પ્રયાણ કરતાં અનુક્રમે તેઓ પદ્મિનીપુર નજીક પહોંચ્યા. દ્મિનીપુરના ઉદ્યાનમાં તંબુ નાખીને તેઓ રહ્યા. નગરમાં વાત ચાલી કે—‘અમુક રાજાની પુત્રી કમલશ્રી સ્વયંવરા થઈને પોતાની મેળે આપણા રાજાને વરવા માટે આવી છે.' સુમતિ મંત્રીએ પ્રથમ નગરમાં જઈને વાજીંત્રો અને સૈન્યસહિત સામે આવી તેમનું આતિથ્ય કર્યું. ‘‘સજ્જનો પોતાને ત્યાં આવતાં ઉત્તમજનો સામે ઊભા થાય છે, મસ્તક નમાવે છે, સ્વાગત કરે છે, સંતોષ પામે છે, હસે છે, સામે જાય છે, પૂર્વની સંગતિને દૃઢ કરે છે અને વચનામૃતવડે પરસ્પરના હૃદયનું સિંચન કરે છે.” ક્યારેય કોઈ અપ્રિય જન આવે તો તેના પ્રત્યે પણ સજ્જનો આવું વર્તન કરે છે, તો પ્રિયજન પ્રત્યે કરે તેમાં તો શું નવાઈ ? પછી સુલોચનારૂપધારી રાજાએ ‘હું મારે ઘરે જઈશ.' એમ કહી રાજપુત્રીની રજા લીધી અને સ્ત્રીરૂપધારી રાજાએ નગરમાં પ્રવેશ કર્યો. પછી એકાંતમાં ઔષધિ છોડીને તે સ્વ-રૂપધારી થયો. પોતાના રાજાને આવેલા જાણીને નગરજનોએ તેમનો પ્રવેશમહોત્સવ કર્યો અને હર્ષવડે પ્રપૂરિત મનવાળા થઈને સૌએ વર્ષાપના કરી. પછી રાજસભામાં બેસીને રાજાએ જ્યોતિષશાસ્ત્રમાં પ્રવીણ જ્યોતિષીઓને બોલાવ્યા અને વિવાહ સંબંધી શુભ દિવસ પૂછ્યો. તેઓએ જ્યોતિષશાસ્ત્રમાં જોઈને અઢાર દોષ રહિત, રેખાશુદ્ધ, બળવાન એવું શુભ લગ્ન તે જ દિવસની રાત્રીના પ્રારંભનું આપ્યું. તેથી સુબુદ્ધિ અને સુમતિ મંત્રીએ મળીને વરકન્યાના વિવાહને લગતી તમામ સામગ્રી તૈયાર કરી. પુણ્યના યોગથી સેંકડો મનોરથ સાથે સ્વપ્નમાં જોયેલી અને સાક્ષાત્ મળેલી પદ્મિની એવી રાજપુત્રી કમલશ્રીની સાથે પુરુષોત્તમરાજાએ પાણિગ્રહણ કર્યું રાજપુત્રી સાથે આવેલા મંત્રી વગેરેને ઘણા ઉત્સાહથી એક મહિના સુધી રોકી પછી યોગ્ય સન્માન કરીને સર્વને

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228