Book Title: Dharm Kalpdrum Mahakavya
Author(s): Dharmtilakvijay
Publisher: Dharmkirtivijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 197
________________ ૧૭૮ શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્યા આ પ્રમાણે કહીને તે મુનિએ વિહાર કર્યો પછી સાગરચંદ્ર પવિત્ર થઈને મુનિરાજના કહેવા પ્રમાણે શુભદિવસે સર્વસામગ્રી તથા મંત્રજાપપૂર્વક સાધના કરવાનું શરૂ કર્યું. સાતમે દિવસે મધ્યરાત્રે શાસનદેવીએ પ્રત્યક્ષ થઈ તેને એક પત્રિકા બતાવીને કહ્યું કે–'હે વત્સ ! આ પત્રિકા ગ્રહણ કર. તે પત્રિકામાં મહાઅર્થવાળી એક ગાથા લખેલી છે તે લાખ સોનૈયા આપી ચંદ્રોદયકુમાર ખરીદ કરશે. તારું પુણ્ય એવું નથી કે હું તે કરતાં વધારે તને આપી શકે.” આ પ્રમાણે કહી પત્રિકા આપીને દેવી અદૃશ્ય થઈ. સાગરચંદ્ર પણ ધ્યાન પૂર્ણ કર્યું. પ્રભાતે તે ગાથા લઈને વેચવા માટે ચતુષ્પથમાં ગયો. તેટલામાં ચંદ્રોદયકુમાર મિત્રો સાથે ક્રીડા કરતો ત્યાં નીકળ્યો. સાગરચંદ્રના હાથમાં પત્રિકા જોઈને અને તેમાં એક ગાથા લખેલી છે એમ જાણીને તેણે સાગરચંદ્રને કહ્યું કે-“આ ગાથાવાળી પત્રિકા અને તેનું મૂલ્ય લઈને આપ.” સાગરચંદ્રે તેનું મૂલ્ય લાખ સોનૈયા કહ્યું, તે આપીને ચંદ્રોદય કુમારે તરત જ તે પત્રિકા ખરીદી. પછી તે ગાથા વાંચી તે આ પ્રમાણે હતી : "अपत्थियं चिय जहा, एइ दुहं तह सुहंपि जीवाणं । ता मुत्तुं संमोहं, धम्मे चिय कुणह पडिबंधं ॥१॥" જેમ દુઃખ વગર પ્રાર્થે આવે છે તેમ જ સુખ પણ જીવોને અપ્રાચ્યું જ આવે છે, તેથી મોહને મૂકીને ધર્મને વિષે ઉદ્યમ કર.” આ ગાથા લઈને ચંદ્રોદય પોતાને ઘરે ગયો અને સાગરચંદ્ર પણ લાખ સોનૈયા લઈને : પોતાને સ્થાને ગયો. એક દિવસ રાજપુત્ર પોતાના મિત્ર સુમિત્રની સાથે વનમાં ક્રીડા કરવા ગયો અને ત્યાં અનેક પ્રકારના વિનોદવડે ક્રીડા કરવા લાગ્યો. એટલામાં તે દરમ્યાન કોઈ દુષ્ટ દેવ ત્યાં આવ્યો, તે કુમારને ઉપાડીને આકાશમાં ઉડ્યો. આકાશમાં જતાં ચંદ્રોદય વિચાર્યું કે–“અરે ! મને કોણે અને શા માટે હર્યો હશે? અહો દુષ્ટ દેવે આ શું કર્યું? “આ પ્રમાણે વિચારી હૃદયમાં ધૈર્ય ધારણ કરીને તે બોલ્યો કે-“અરે દુષ્ટ ! તું મને જાણતો નથી? પરંતુ તું મને લઈ જઈને શું કરીશ?” તે વખતે તે દેવ કપાલીનો વેશ ધારણ કરીને બોલ્યો કે-“અરે ! તારું બલિદાન આપીને હું દેવીને સાધીશ. વૃષભ નામના પર્વતના શિખર ઉપર વિશ્વઘોરા નામની ગુફા છે. ત્યાં અતિ વિકટ અને સર્પના વાહનવાળી વિરૂપાક્ષી નામે દેવી છે. મેં તે શક્તિને સાધવાની શરૂઆત કરી, તેને પ્રસન્ન કરવા માટે મેં અનેક પ્રકારે જાપ અને હોમ કર્યા પરંતુ તે તુષ્ટમાનું થઈ નહીં. તેણે મને સ્વપ્ન આપ્યું કે- તું મને બત્રીસ લક્ષણા પુરુષનો ભોગ આપ તેથી હું બત્રીસ લક્ષણા પુરુષને શોધવા નીકળ્યો, પણ કોઈ જગ્યાએ મને તેવો પુરુષ મળ્યો નહીં. છેવટે તેને સર્વ લક્ષણ સંપૂર્ણ જોઈને મેં ગ્રહણ કર્યો છે.” કપાલીના આવાં વચનો સાંભળીને ચંદ્રોદય વિચારે છે કે–“જો આ મને બલી કરશે તો મારો મનુષ્ય જન્મ પશુની જેમ વૃથા થશે અને મારું અકાળે મૃત્યુ થશે.” આ પ્રમાણે વિચારી હૃદયમાં પૈર્ય ધારણ કરીને પંચનમસ્કાર મંત્રનું સ્મરણ કરી તે કપાલીના મસ્તકવર જોરથી મુદિનો

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228