Book Title: Dharm Kalpdrum Mahakavya
Author(s): Dharmtilakvijay
Publisher: Dharmkirtivijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 207
________________ ૧૮૮ શ્રી ધર્મલ્પદ્રુમ મહાકાવ્ય થયો, વધુ જીવિત પામ્યો નહીં. આ પ્રમાણે વિચારીને સંસાર પ્રત્યે વૈરાગ્ય થવાથી રાજાએ રાજ્યાદિક સર્વ ત્યજીને ચારિત્ર અંગીકાર કર્યું અને તીવ્ર તપ તપી, ચારિત્ર પાળીને પ્રાંતે શિવસુખનું ભાજન થયો. આ પ્રમાણે બાળસાર રાજાની કથા ભાવપૂર્વક સાંભળીને પુષ્પચૂલ રાજાએ પુનઃ કેવળીમુનિને પૂછયું કે– હે ભગવન્! વનમાં ક્રીડા કરવા જતાં આ મારા પુત્ર ચંદ્રોદયને કોણે હર્યો હતો?” કેવળી ભગવંતે કહ્યું કે– નરેંદ્ર ! તમારા પુત્રનો પૂર્વભવનો વૃત્તાંત હું કહું છું તે તમે સાંભળો - ચંદ્રોદયકુમારનો પૂર્વભવ મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં વિપુલાપુરી નામની નગરી છે. ત્યાં પરસ્પરની પ્રીતિવાળા બે વણિક ભાઈઓ હતા. તે બેમાં મોટા ભાઈની સ્ત્રી પતિના પ્રેમમાં બહુ આસક્ત હતી. તે મહામોહને કારણે ક્ષણમાત્ર પણ પતિનો વિરહ સહન કરી શકતી નહોતી. એક વખત કોઈક કાર્ય અર્થે મોટો ભાઈ રામાંતરે ગયો હતો, તે વખતે નાના ભાઈએ પોતાની ભાભીને હાસ્યમાં કહ્યું કે–“મારા મોટા ભાઈને માર્ગમાં કોઈ શત્રુએ હણી નાખ્યા છે.” આ વાક્ય સાંભળતાં જ તેની ભાભી વિરહથી વ્યાકુળ થઈને તત્કાળ મરણ પામી. તે જોઈને નાના ભાઈને અત્યંત પશ્ચાત્તાપ થયો કે-“આ મેં ભારે દુષ્કૃત કર્યું, મને વૃથા સ્ત્રીહત્યાનું પાપ લાગ્યું. આ પ્રમાણે તે પોતાના આત્માની નિંદા કરવા લાગ્યો. ભાભીનો અગ્નિસંસ્કાર કરીને હૃદયમાં દુઃખને ધારણ કરતો તે વડીલબંધુના આગમનની રાહ જોવા લાગ્યો. કેટલેક દિવસે મોટો ભાઈ આવ્યો તેણે પોતાની સ્ત્રીના મરણની અને નાના ભાઈના હાસ્યની વાત પણ સાંભળી. તેને બંધુ ઉપર ઘણો ક્રોધ આવ્યો. લઘુ બંધુએ ઘણા પ્રકારે તેની પાસે ક્ષમા માંગી તો પણ તેનો ક્રોધ શમ્યો નહીં. તેથી સ્ત્રીવિરહના દુઃખથી અને બંધુપરના ક્રોધથી તે તાપસ થયો. તાપસપણામાં અનેક પ્રકારનો બાળતપ કરીને તે અસુરજાતિનો દેવ થયો. નાનાભાઈએ સંવેગ પામવાથી જૈનદીક્ષા અંગીકાર કરી. એક વખત પૃથ્વી પર વિચરતાં વૃત્તવૈતાઢ્યની પાસે તે એકરાત્રિની પ્રતિમા અંગીકાર કરીને મેરુની જેમ સ્થિર થઈ કાયોત્સર્ગે રહ્યા. તે વખતે અસુરે કાયોત્સર્ગમાં સ્થિત તે મુનીશ્વરને જોયા. વૈર જાગૃત થવાથી તેણે તેમની ઉપર એક શીલા મૂકી. શીલાના પ્રહારથી ધર્મધ્યાનયુક્ત મુનિ મૃત્યુ પામીને ઈશાન દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી આવીને હે રાજનું! તે તમારા પુત્ર થયા છે. તે અસુર સંસારમાં ભમીને પાછો અસુર થયો. ક્રીડા કરતા કુમારને જોઈને પુનઃ તેનું વૈર જાગૃત થયું. તેથી તેણે તેનું અપહરણ કર્યું અને સમુદ્ર ઉપર લઈ ગયો. ફરી તે એકવાર તમારા પુત્રને ઉપસર્ગ કરશે. તે વખતે તમારા પુત્રના વચનથી તે પ્રતિબોધ પામશે અને તેનું વૈર શમી જશે. ચંદ્રોદયકુમારે પૂર્વભવમાં કરેલા ચારિત્રના પાલનથી અને તપના આચરણથી જે પુણ્ય ઉપાર્જિત કર્યું છે તેના . જ પ્રભાવથી તે સર્વત્ર અનેક પ્રકારની ઋદ્ધિ પામ્યો.” આ પ્રમાણે ગુરુમુખે પૂર્વભવ સાંભળીને રાજા અને ચંદ્રોદયાદિ બીજાઓ શ્રાદ્ધધર્મ

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228