Book Title: Dharm Kalpdrum Mahakavya
Author(s): Dharmtilakvijay
Publisher: Dharmkirtivijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 206
________________ સતમ પલ્લવઃ ૧૮૭ બળસરિરાજા તેને છોડાવવા દોડ્યો. બળસાર રાજાએ તે વિદ્યાધરને હણીને વિદ્યાધરીને પાછી વાળી. પણ બળસારને શરીરે તે યુદ્ધમાં કેટલાક પ્રહારો વાગ્યા. અહીં તે વિદ્યાધરીનો સ્વામી તેના વૈરી વિદ્યાધરોને જીતીને ત્યાં આવ્યો. તેણે બળસારને વણસંરોહિણી ઔષધિવડે સજજ કર્યો. બળસાર રાજાએ તેમને પૂછ્યું કે તમે કોણ છો ?' તેથી તેણે કહ્યું કે-“હે ઉત્તમ પુરુષ ! હું વૈતાઢ્ય પર રહેનારો ચંદ્રશેખર નામનો ખેચરોનો અગ્રણી છું. આ ચૈત્યમાં હું મારા પરિવાર સાથે યાત્રા કરવા આવ્યો હતો. હું પૂજા કરીને અને નૃત્ય કરીને અહીંથી પાછો વળ્યો. તેટલામાં મને મારો વૈરી સામો મળ્યો. પૂર્વના વૈરથી તેની સાથે મારો સંગ્રામ થયો અને તેમાં મે તેને હણ્યો આ મારી ભાર્યા છે કોઈએ તેનું અપહરણ કર્યું હતું. તેનું રક્ષણ કરીને તમે મારી ઉપર મોટો ઉપકાર કર્યો છે. તમારા આવા સત્કર્મથી હું તમારા પર પ્રસન્ન થયો છું. તેથી આ પુત્રાદિ ઇચ્છિતને આપનારી એક ઔષધિ આપું છું તે ગ્રહણ કરો.” આ પ્રમાણે કહી ઔષધિ આપીને તે ખેચર શીધ્રપણે સ્વસ્થાનકે ગયો અને બળસાર રાજા પોતાને સ્થાને આવ્યો. તે ઔષધિના પ્રભાવથી લીલાવતીને એક પુત્ર થયો યત્નથી લાલનપાલન કરાતો તે પુત્ર વૃદ્ધિ પામ્યો. તે એક વર્ષનો થયો ત્યારે તેના શરીરમાં જવર, શૂળ, શીર પીડા, કાસ, મૂત્રકૃચ્છ વગેરે અનેક મહાવ્યાધિઓ ઉત્પન્ન થયા. પુત્રને રોગોવડે પીડાતો જોઈને રાજાએ અનેક વૈદ્યોને નિમંત્રીને તેના શરીરની ચિકિત્સા કરાવી. વૈદ્યોએ અનેક પ્રકારના ઉપચારો કર્યા પરંતુ તેને યત્કિંચિત્ પણ ગુણ થયો નહીં. તેથી જળવિનાના મલ્યની જેમ તે જરાપણ શાંતિ પામ્યો નહીં પુત્રને રોગથી અત્યંત વ્યાપ્ત જોઈને તેના માતાપિતા પણ મોહથી મોહિત થયેલા હોવાથી મહાપીડારૂપ સમુદ્રમાં પડ્યા. અનેક વૈદ્યોએ સેંકડો ઔષધિઓવડે તે રાજપુત્રની ચિકિત્સા કરી પણ વ્યાધિ લેશ પણ શમી નહીં અને પરિણામે તે મૃત્યુ પામ્યો પુત્રના મૃત્યુથી પ્રિયાયુક્ત રાજા મહાદુઃખી થયો. એક વખત કોઈ જ્ઞાની ભગવંતને રાજાએ પૂછ્યું કે– મારો પુત્ર આવો અલ્પાયુ કેમ થયો?” જ્ઞાની ભગવંતે કહ્યું કે-“હે રાજન્ ! આ બાળકે પૂર્વભવે મિથ્યાત્વવડે તાપસવ્રત ગ્રહણ કર્યું હતું. તે કંદમૂળાદિનો ભોજી અને બહુ આરંભ કરનારો તેમજ અણગળ પાણીથી સ્નાન-તર્પણ કરવામાં તત્પર હતો. (ઇતરદર્શનમાં) કહ્યું છે કે :-કૈવર્ત (ચંડાળ) એક વર્ષમાં જેટલું પાપ બાંધે તેટલું પાપ અણગળ જળ વાપરનાર એક દિવસમાં બાંધે છે.” જે મનુષ્ય સર્વ કાર્ય ગળેલા પાણી વડે કરે છે તે મુનિ છે, મહા સાધુ છે, યોગી છે અને મહાવ્રતી છે. તેણે અજ્ઞાનવડે જળચરાદિ અનેક જીવોનો ઘાત કર્યો તેથી તે અલ્પાયુ બાંધી તમારો પુત્ર થયો. “દીર્ધાયુ જીવદયાવડે જ બંધાય છે.” દીર્ઘ આયુ, શ્રેષ્ઠ રૂપ, આરોગ્ય, શ્લાઘનીયપણું, એ સર્વ અહિંસાના ફળ છે વધારે શું કહું? અહિંસા સર્વ વાંછિતને આપનારી છે. હિંસાત્યાગ વિના ઇંદ્રિયદમન, દેવગુરુની સેવા, દાન, અધ્યયન અને તપ એ સર્વ નિષ્ફળ છે.” આ પ્રમાણે ગુરુની વાણી સાંભળીને રાજા વિચારવા લાગ્યો કે ખરેખર મિથ્યાત્વ સંસારવૃદ્ધિનું કારણ છે કે જેથી પુણ્યબુદ્ધિથી કાર્ય કરીને પણ જીવ પાપ ઉપાર્જન કરે છે. મારો - પુત્ર મનુષ્યજન્મ અને સલ્ફળ પ્રાપ્ત કરવા છતાં પણ મિથ્યાત્વથી કરેલી હિંસાને કારણે અલ્પાયુ

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228