Book Title: Dharm Kalpdrum Mahakavya
Author(s): Dharmtilakvijay
Publisher: Dharmkirtivijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 220
________________ અષ્ટમ પલ્લવઃ ૨૦૧ ' તે સાંભળી અવસર પામીને ધૃષ્ટકે અગ્રેસર થઈને તે વૃદ્ધાને પૂછ્યું કે માતા ! આ શૂન્ય નગરમાં આવી દેવકન્યા સમાન આ સાત કન્યાઓ કયાંથી ? વૃદ્ધા બોલી કે-હે વત્સ ! આ સાતે વિદ્યાધરોની પુત્રી છે, એકવખત તેમના વરને માટે એક નિમિત્તિયાને પૂછ્યું, તેથી તેણે કહ્યું કે–એ સાતે કન્યાના વર તમને એક સાથે અમુક સ્થળે મળશે. એમ કહેવાથી હું તેમને લઈને અહીં રહું છું અને તમે સાત તેના વર તરીકે જ મળી ગયા છો, માટે તમે એને પરણો અને પુણ્યથી પ્રાપ્ત થયેલા સુખભોગ ભોગવો અહીં સુગંધી દ્રવ્યોવડે વાસિત સુંદર ઓરડાઓ છે. હંસના રોમથી ભરેલી તળાઈઓવાળા હૃદયને ગમે તેવા પલ્યુકો છે. રમણીય ચિત્રશાળા છે. મનોહર ગવાક્ષો છે. મનના વેગ જેવા વેગવાળા આ સાત અશ્વો તમારે બેસવા માટે છે. તેની ઉપર બેસીને એક પૂર્વ દિશા વર્જી બાકીની ત્રણ દિશાએ તમે આનંદથી ફરો અને મજા કરો.” વૃદ્ધાના આ પ્રમાણેના વચનોથી કામની લાલસાવાલા તે સાતે જણા સાત કન્યા સાથે પરણ્યા અને દોગંદકદેવોની જેમ જુદી જુદી રંગશાળાઓમાં પોતપોતાની સ્ત્રીની સાથે આનંદ કરવા લાગ્યા. તેઓ કોઈ વખત જળક્રીડા કરવા જાય છે અને ઉત્તમ ઉત્તમ પુષ્પો તોડે છે અને કોઈ વખત ચંપાના વૃક્ષની શાખા સાથે બાંધેલા હીંડોળાપર બેસીને સ્ત્રી સાથે હીંચકે છે. વળી તેઓ ત્રણે દિશાઓમાં અશ્વપર બેસીને ફરવા જાય છે. એકદિવસ તેઓ વિચારવા લાગ્યા કેઆપણને પૂર્વ દિશામાં જવાનું શા માટે નિવાર્યું છે? તેમાં એવું મોટું શું કારણ છે? “મનુષ્યનો એવો સ્વભાવ જ છે કે જ્યાં ના પાડી હોય ત્યાં જવાની વિશેષ ઇચ્છા થાય.' એક દિવસ તેઓ સુરંગ પર આરૂઢ થઈને પ્રાતઃકાળમાં પૂર્વ દિશા તરફ જ ચાલ્યા. કેટલેક દૂર ગયા ત્યાં તો એક યોજન સુધીની પૃથ્વી મનુષ્યના મસ્તકોથી વ્યાપ્ત થયેલી જોઈ. તેઓ પરસ્પર બોલવા લાગ્યા કે–અહો ! આ પૃથ્વી ઉપર, આ કેવું અદ્ભુત આશ્ચર્ય ! આવું તો આપણે આપણી જીંદગીમાં જોયું કે સાંભળ્યું નથી. આ વાત આપણે કોને કહેવી અને કોને પૂછવું? એટલામાં અશ્વની ખરીના પ્રહરથી હણાયેલું એક મસ્તક હસ્યું અને બોલ્યું કે-“અરે ! આ સ્ત્રીઓ અને અશ્વો એક દિવસ અમે પણ ભોગવેલ છે.' તે મસ્તકના આવા શબ્દો સાંભળીને હૈર્યનું આલંબન કરી ધૃષ્ટકે પૂછ્યું કે- હે તુંબી ! એ સ્ત્રી અને અશ્વ કોણ? અને આ સઘળી પૃથ્વી કેમ મસ્તકોથી વ્યાપ્ત છે? તે સ્પષ્ટપણે કહે. તુંબીએ કહ્યું કે “એ નકટી સિદ્ધ શીકોતરી છે. તેણે સ્ત્રીઓ અને અશ્વોથી ભોળવેલા અમારા જેવા મનુષ્યોના આ મસ્તકો છે. માંસાહારી તે સ્ત્રીએ આ નગરના તમામ લોકોનું ભક્ષણ કર્યું છે. આ યોજન પ્રમાણ સર્વ પૃથ્વી તે મનુષ્યોના મસ્તકોથી વ્યાપ્ત થયેલી છે માટે તમે હવે શીઘ તે ન જાણે તેટલા સમયમાં પલાયન થઈ જાઓ.” પછી તેઓ નકટીના ભયથી શીધ્રપણે અશ્વોને પ્રેરણા કરીને ત્યાંથી ભાગ્યા. મધ્યાહન સમય સુધી તેઓ આવ્યા નહીં તેથી સાતે સ્ત્રીઓએ વૃદ્ધાને કહ્યું કે હજુ સુધી સાતે આવ્યા નથી.' તે સાંભળતાં જ નકટી એક ચંગ લઈને મહેલ ઉપર ચડી. તેણે અશ્વપર આરૂઢ થઈને વાયુવેગે જતાં તેમને જોયા. તેથી બોલી કે– હે ચંગ ! ઘોડાઓને પાછા વાળ.' એમ કહીને તેણે વેગથી ચંગ વગાડી. ચંગનો અવાજ સાંભળતાં જ સાતે ઘોડા પાછા વળ્યા. ઘોડાને પાછા વળેલા

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228