Book Title: Dharm Kalpdrum Mahakavya
Author(s): Dharmtilakvijay
Publisher: Dharmkirtivijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 225
________________ ૨૦૬ શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય પરનિંદા કરાવવા તેમજ અર્થીઓને ના કહેવા સજ્જનો જીભ ઉપાડતા નથી. આચારહીન મનુષ્યને ષડંગ સહિત ભણેલા વેદો પણ પવિત્ર કરી શકતા નથી અને એક અક્ષરમાત્રના જાણનાર પણ જો સાચા વિધાનવાળો હોય તો તે પાપરહિત થઈને પરમપદને પામી શકે છે. હાથી કોના ? ઘોડા કોના ? દેશ કોના ? અને નગર કોના ? એ બધું બાહ્ય સ્વરૂપ છે, આત્મીય તો એક ધર્મ જ છે. આ પ્રમાણે વિચારીને વિબુધોએ આત્માને હિતકારી એવું પુણ્યકાર્ય જ કરવું અને બીજું બધું સંસારના બંધનરૂપ જાણવું.” આ પ્રમાણે સર્વ સભાજનોને કહી રાજાએ મુખ્ય અમાત્યને કહ્યું કે—‘અત્યારે મારું મન સંસારવાસથી વિરક્ત થયું છે, તેથી તમે લક્ષ્મીના ગૃહરૂપ શ્રીનિવાસને પૂછો, કારણ કે તે રાજ્યધારણ કરવા સમર્થ હોવાથી તેને મારે સ્થાને સ્થાપન કરવાનો છે. રાજા અને મંત્રી આ પ્રમાણે વાત કરે છે તેટલામાં વનપાલકે આવીને વધામણી આપી કે ‘હે સ્વામી ! આપના ઉદ્યાનમાં ભુવનચંદ્ર નામના કેવળી ભગવંત પધાર્યા છે.' આ પ્રમાણે સાંભળીને રાજા બહુ હર્ષ' ` પામ્યો. પુષ્કળ દાનવડે વનપાલકને સંતોષીને રાજા શુભભાવપૂર્વક મનમાં વિચારવા લાગ્યો કે— ‘અહો ! અત્યારે દૂધમાં સાકર, ઘેબરમાં ઘી, ઇષ્ટ વસ્તુ અને વૈદ્યનું કથન અને ભૂખ્યાને ભાવતાભોજનની પ્રાપ્તિની જેમ કેવળી ભગવંતનું આગમન થયું છે. પ્રથમથી મને વિરતિ અંગીકાર કરવાની ઇચ્છા તો હતી જ. તેટલામાં ગુરુમહારાજનું આગમન થયું તેથી મારું વાંછિત વૃક્ષ પુષ્પિત અને ફળિત થયું છે.’ આ પ્રમાણે વિચારીને રાજા પરિવાર સહિત કેવળી ભગવંતને વંદન કરવા ચાલ્યો, અને ગુરુમહારાજ પાસે આવ્યો. ગુરુમહારાજને વિધિપૂર્વક વંદન કરીને યથાયોગ્ય સ્થાને બેઠો. ગુરુમહારાજે દેશનાનો પ્રારંભ કર્યો કે :—‘ભો ભવ્યો ! સુમનુષ્યપણું, સુકુળ, સુરૂપ, સૌભાગ્ય આરોગ્ય, દીર્ઘ આયુ, ઋદ્ધિ, સમૃદ્ધિ, વિસ્તારવાળી કીર્તિ—આ બધું પ્રાણીઓને પુણ્યના પસાયથી પ્રાપ્ત થાય છે. સ્વર્ગના ભોજન જેવા સુસ્વાદુ અને સુગંધી મોદક, દૃષિ, દૂધ, ઈક્ષુરસ, બાસમતીચોખાનું ભોજન, દ્રાક્ષ, પાપડ, સાકર અને ધૃતયુક્ત ખાદ્યપદાર્થો ખાધા પછી શરીરના સંગથી તુરત જ અશુચિપણાને પામે છે. તેવી અશુચિ (અપવિત્ર) કાયાને જે પવિત્ર માને છે તેને મોહાંધ જ સમજવા. જ્યાં સુધીમાં જિનોક્ત વાક્યરૂપી મંત્રો હૃદયમાં સ્કુરાયમાન થતા નથી ત્યાં સુધી જ મદનરૂપ અગ્નિ દેહને બાળે છે, ત્યાં સુધી જ કુગ્રહો પ્રાણીઓને ભમાવે છે અને ત્યાં સુધી જ તૃષ્ણારૂપી રાક્ષસી છળી શકે છે. લક્ષ્મી જળના તરંગ જેવી ચપળ છે, રૂપ સંધ્યાના રંગસમાન છે. બળ ધ્વજાના છેડા જેવું ચંચળ છે અને આયુષ્ય વિજળીની લતા જેવું અસ્થિર છે, એ પ્રમાણે જાણીને સુજ્ઞજનોએ મળેલા ભવને સફળ કરવો, પ્રમાદને દૂરથી જ તજી દેવો અને ધર્મને વિષે સતત ઉદ્યમ કરવો ઉત્તમ પુરુષો પોતાના દ્રવ્યનો સાત ક્ષેત્રોમાં વ્યય કરે છે અને અધમપુરુષો સાત વ્યસનમાં રક્ત થઈ તેમાં વ્યય કરે છે.” આ પ્રમાણેની દેશનાને અંતે રાજાએ હાથ જોડીને પૂછ્યું કે—‘હે પૂજ્ય ! રાણી કામાક્ષા કામને વશ થઈને મારા ઉપર રાગવાળી કેમ થઈ ?' ગુરુમહારાજાએ કહ્યું કે હે નરેંદ્ર ! પૂર્વભવે તે તમારી ભાભી હતી, તે તમારા પર રાગવાળી થઈ હતી પણ તે પોતાના વાંછિતને

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228