Book Title: Dharm Kalpdrum Mahakavya
Author(s): Dharmtilakvijay
Publisher: Dharmkirtivijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 221
________________ ૨૦૨ શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય જોઈને સાતે જણાએ અશ્વ પરથી કૂદી જવાનો નિર્ણય કર્યો પણ જાણે તેઓ અશ્વપર ચોટી ગયા હોય તેમ તેનાથી છુટા પડી શક્યા નહીં તેથી “હવે આપણું શું થશે?' એ પ્રમાણે ભયથી તેઓ પરસ્પર વાતો કરવા લાગ્યા. તેમને મહેલમાં આવેલા જોઈને રોષથી નકટી બોલી કે “અરે ! પાપીઓ ! વિશ્વાસઘાતકો ! તમે મને મૂકીને ક્યાં જવાના હતા? આમ કહીને યમની જીલ્ડા જેવી ભયંકર કરવત હાથમાં લઈ તે નકટીએ પ્રથમ ધૃષ્ટકને જ કેશ પકડીને જમીન પર પછાડ્યો. તેની છાતી પર પગ મૂકીને કઠોરસ્વરે તે બોલી કે–“અશ્વપર આરૂઢ થઈને તું જ સૌથી પહેલો ચાલ્યો હતો તેથી પહેલા તને જ મારું તારા ઇષ્ટદેવનું સ્મરણ કર, તે સિવાય બીજું કંઈપણ ઈચ્છિત મળે તેમ નથી.” આ વચન સાંભળીને ધૃષ્ટક નિર્ભયપણે હસતો હસતો બોલ્યો કે- હે નિર્વાસે ! મારા મનમાં એક કૌતુક છે. કે–એવો વીર અને ધીર પુરુષ કોણ છે કે જેણે તારી નાસિક છેદી ?' આ પ્રશ્ન સાંભળતાં જ શાંત કોપવાળી તે નિર્વાસા હર્ષના અશ્રુથી પૂરેલા નેત્રવાળી થઈને , ધૃષ્ટકને મુક્ત કરી સ્વસ્થ થઈને બોલી કે–“હે વત્સ, સ્વસ્થ મનવાળો થઈને મારી વાત સાંભળ.” આ પૃથ્વીતળ ઉપર મનોરમપુર નામે સ્વર્ગતુલ્ય નગર છે. તે નગરમાં મણિરથ નામે રાજા હતો તેને મણિમાળા નામે રાણી હતી. તેને શૌર્યધેર્યાદિ ગુણોવાળા સાતપુત્રો થયા. ત્યારબાદ આઠમો ગર્ભ રહ્યો. તે ગર્ભ રાણીને અત્યંત દુઃખદાયક થયો. અનુક્રમે જન્મ થતાં હું પુત્રીપણે જન્મી. પાંચ ધાવ્યથી લાલનપાલન કરાતી હું મોટી થઈ. પિતાએ કળાચાર્ય પાસે ભણવા મૂકી. શાસ્ત્રસમુદ્રનો પાર પામીને અનુક્રમે યૌવનાવસ્થા પામી. પણ મને મંત્રો ઉપર બહુ પ્રીતિ થઈ. તેથી વશીકરણ, આકર્ષણ, સંતાપકરણ, સ્તંભન, વિષકરણ અને મોહના મંત્રો, રાક્ષસી અને શાકિનીની વિદ્યાઓ, ઇચ્છારૂપ કરણ, મારણ, સૂર્યચંદ્ર આકર્ષણ, પાતાળવિવરગતિ, આકાશગામિની વિદ્યા, બળી અને મંત્રનું પ્રસાધન, મૃતસંજીવની વિદ્યા ઇત્યાદિ સર્વનો અભ્યાસ કરીને તે અંગે ઘણો પ્રયાસ કર્યો. વૈતાઢ્ય પર્વત ઉપર ઈદ્ર નામે રાજા છે. તેણે પોતાને ખરેખરો ઇંદ્ર મનાવવા માટે રંભા, અપ્સરા વગેરે રાજયસ્થિતિની રચના કરી. એકવાર હું આકાશગામિની વિદ્યાથી વૈતાઢ્ય ઉપર ગઈ. ત્યાં રંભા તિલોત્તમા વગેરેએ નાટક આરંભ્ય હતું તે જોયું. એક દિવસ રંભા નાટક કરવા આવી શકી નહિ તેથી હું તેનું રૂપ લઈને પ્રવિષ્ટ થઈ. નૃત્યને અંતે ઇંદ્ર રાજા, પ્રસન્ન થયા અને તેણે કહ્યું કે હે રંભા ! વર માંગ.” રંભારૂપધારી મેં કહ્યું કે તમે મારા સ્વામી થાઓ.” દૈવ અનુકૂળ હોવાથી ઇંદ્રરાજાએ તે સ્વીકાર્યું. ત્યારબાદ હું દરરોજ વૈતાઢ્ય જવા લાગી અને ઇંદ્રની સાથે આનંદ કરવા લાગી. મારો પ્રીતિપાત્ર એક પુષ્પબટુક હતો તેણે એક દિવસ કહ્યું કેસતપ્રિયે ! મને સાથે લઈ જા કે જેથી હું તારું નાટક જોઈ શકું.’ તેને વારંવાર વાર્યો. પણ તે તો પુનઃ પુનઃ યાચના કરવા લાગ્યો. તેના બહુ આગ્રહથી એક દિવસ તેને પોપટ બનાવીને મારા મુકુટમાં રાખી સાથે લઈ ગઈ. વૈતાદ્યપર જઈને ઇંદ્રની પાસે નાટકનો આરંભ કર્યો. નાટકના બરાબર લય વખતે મેં ભાર લાગવાથી મસ્તકપર હાથ મૂક્યો તેથી તાલમાં ભંગ પડ્યો ઇંદ્ર મને કહ્યું કે તેં નાટકમાં ભંગ કેમ કર્યો ?” એમ કહીને તેણે મને શ્રાપ આપ્યો કે તું

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228