Book Title: Dharm Kalpdrum Mahakavya
Author(s): Dharmtilakvijay
Publisher: Dharmkirtivijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 218
________________ અષ્ટમ પલવઃ ૧૯૯ બનાવીને બહુ કદર્થના કરી છે, માટે તું તારે ઘરે જા, હું તો નહીં આવું, હું વનમાં જઈશ, કેમકે અહીં તો બધી સ્ત્રીઓ રાક્ષસી જ છે.' • આ પ્રમાણે કહીને એકલો ચાલતાં તે મોટા અરણ્યમાં પડ્યો. ત્યાં તેણે માથે ઘાસના ભારા ઉપાડવાથી આક્રાંત થયેલા અને આભૂષણો પહેરેલા છ પુષ્ટ પુરુષોને જોયા. મનુષ્ય વિનાના તે વનમાં એ છ મનુષ્યોને જોઈને તેણે આદરપૂર્વક પૂછયું કે–“તમે મણિમાણિજ્ય અને સુવર્ણના આભૂષણો પહેરેલા છે અને માથે ઘાસના ભારા કેમ ઉપાડ્યા છે?' તેઓ બોલ્યા કે–“અહીં એક વૃદ્ધા સ્ત્રી છે, તે અમારી પાસે દરરોજ ઘાસના છ ભારત અને પાણી મંગાવે છે અને અમને ઇચ્છિત ભોજન અને વસ્ત્રાભૂષણાદિ આપે છે. તે ડોશી જીર્ણ માંચા ઉપર સુઈ રહે છે સાક્ષાત્ જંગમ કલ્પવલ્લી હોય તેવી તે છે.” સૂર બોલ્યો કે– જો એમ છે તો આ ઘાસ અને પાણીનું તે શું કરે છે?' પેલા પુરુષો બોલ્યા કે– પંથિ ! તેનું અમારે કે તારે શું કામ છે?' સૂરે વિચાર્યું કે-“આ કૌતુક પણ જોવા લાયક જણાય છે, માટે આમની સાથે જઈને જોઉં.” એમ વિચારી માથે એક ભારો લઈને તે પણ તેમની સાથે ગયો. તે છ જણાએ સૂરનું નામ પૂછ્યું, તેણે ધૃષ્ટક એવું પોતાનું નામ કહ્યું, એટલે ‘તું અમારો સાતમો ભાઈ છે.” એમ કહીને તેઓ તેને સાથે લઈ ગયા. ભારા એક ઠેકાણે નાંખીને પછી તે પાણી ભરવા કુંડમાં ગયો. પાણી ભરી આવીને વૃદ્ધા પાસે સાતે જણા ખુશ થતા આવ્યા. વૃદ્ધાએ પૂછયું કે- આ સાતમો દુર્બળ મનુષ્ય કોણ છે ?' તેઓએ કહ્યું કે– તે અમને વનમાં મળ્યો, એટલે માજી પાસે લાવ્યા છીએ.” વૃદ્ધા તેના વાંસા ઉપર બે હાથ ફેરવીને બોલી કે– હે વત્સ! તને જોયો તે ઠીક થયું પણ તું દુર્બળ થઈ ગયો છે તેથી તે પુત્ર ! હવે તું અહીં મારે ઘરે ઇચ્છા હોય ત્યાં સુધી રહે અને ખાઈ પીને મજા કર.” સૂર બોલ્યો કે– માતા ! જન્મથી દુઃખી એવો હું તમારી પાસે રહીશ.” રાત્રિએ સૂર તેને માટે કરી રાખેલી સુકોમળ શયામાં સૂતો, પણ રાત્રે ઘાસ અને પાણીનું શું થાય છે? તે જાણવાના કૌતુકથી કપટનિદ્રાએ ઉંઘવા લાગ્યો. અર્ધરાત્રિ પસાર થયા પછી વૃદ્ધા પોતાના માંચા ઉપરથી ઊઠીને બોલી કે–બધા ઊંધે છે કે કોઈ જાગે છે?' કોઈ બોલ્યું નહીં તેથી સૌને ઊંઘતા જાણીને તે આંગણમાં ગઈ અને દુષ્ટ મિત્રવડે ઘોડી થઈને તમામ ઘાસ ખાઈ ગઈ અને બધું પાણી પી ગઈ, પછી સુંદર રૂપવંતી સર્વાલંકારયુક્ત સ્ત્રી બની અને ત્યાંથી શીધ્રપણે ચાલી. ધૃષ્ટક તેની પાછળ ચાલ્યો.પેલી સ્ત્રી જ્યાં સેંકડો યોગી અને યોગિનીઓ હતી એવી ગુફામાં આવી. બધી યોગિનીઓ તેને પગે લાગી અને માતાની જેમ આલિંગન આપીને મળી તેમજ તેના પગમાં પડી, પછી તે એક રમણીય આસન ઉપર બેઠી બધી યોગીનીઓ તેની પાસે બેસીને તેની સવિશેષપણે સેવા કરવા લાગી. તેમાંથી એકે પૂછયું કે–“હે માતા ! પેલા બલી આજે કેમ ન લાવ્યા ?” ડોશી બોલી કે–“હે વલ્લિકાઓ ! તમે થાઓ. ભારે માટે એ બધા પુરુષોને મારીને બલી તરીકે અહીં લાવશે, આજે એક વળી સાતમો પુરુષ આવ્યો છે, તો તમે ચતુર્દશી સુધી રાહ જુઓ. ત્યાં સુધીમાં તે પણ પુષ્ટ થઈ જશે.” પછી મઘમાંસાદિનું સારી રીતે આસ્વાદન કરીને તે ડોશી ત્યાંથી સ્વસ્થાને જવા લાગી. ધૃષ્ટકે આ બધું સ્થંભને આંતરે રહીને જોયું અને સાંભળ્યું. તે ડોશી શિકોતરી પોતાને સ્થાનકે

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228