Book Title: Dharm Kalpdrum Mahakavya
Author(s): Dharmtilakvijay
Publisher: Dharmkirtivijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 217
________________ શ્રી ધર્મવ્પદ્રુમ મહાકાવ્ય ૧૯૮ નાખવાનો તેનો હેતુ હતો. કેમકે ભર્તારની ઇર્ષ્યા દુઃસહ હોય છે.' આ પ્રમાણેનો ઉત્તર સાંભળીને સૂર વિચારવા લાગ્યો કે—અરે ! હું તો શાકિનીઓના સમૂહમાં ફૂડકોટરમાં પડ્યો છું.' એક મહિના પછી પાછી તે શ્વેત બિલાડી (ચતુરા) આવી. પૂર્વ પ્રમાણે ચિરકાળ સુધી યુદ્ધ કરીને બન્ને કાળી બીલાડીને ગ્લાનપણું પમાડ્યું. એ પ્રમાણે કરીને શ્વેત બીલાડી પાછી ગઈ, એટલે સૂરે સુંદરીને આ પ્રમાણે થવાનું કારણ પૂછ્યું એટલે તે બોલી કે—‘હે સ્વામી ! તેના કરતાં અમારા મંત્રની શક્તિ મંદ છે તે આમ થવાનું કારણ છે. હે દયાનિધિ ! હવે એક પ્રૌઢ કારણ તમારા હાથમાં છે, જો તમારો અમારા ઉપર સ્નેહ હોય તો તમે અમારું કહેલું કબૂલ કરો.' સૂરે પ્રીતિથી કહ્યું કે—‘કહો ! એવું શું છે ?' સુંદરી બોલી કે— હે સ્વામી ! જ્યારે તે અમારી સાથે લડતી હોય ત્યારે તમારે પ્રગટપણે આમ બોલવું કે—હે કૃષ્ણ બીલાડીઓ ! આ શ્વેત બિલાડીને પકડો, પકડો અને ખાઈ જાઓ, ખાઈ જાઓ.’ આમ તમે કહેશો કે તરત અમે બન્ને તેને પકડીને બળીરૂપ કરી નાખશું અર્થાત્ મારી નાખશું.' સૂર્વે આ વાત કબૂલ કરી. ત્રીજે મહિને પાછી શ્વેત બિલાડી આવી અને એ કાળી બિલાડીઓ સાથે યુદ્ધ કરવા લાગી. એટલે સૂર બોલ્યો કે—‘પકડો, પકડો હે કૃષ્ણ બિલાડીઓ ! શ્વેતને ખાઓ, ખાઓ મારો, મારો.' આ પ્રમાણે તેના બોલતાં જ મરવા જેવી થઈ ગયેલી કાળી બિલાડીઓએ શ્વેત બિલાડીને ગળાથી પકડી. તે વખતે શ્વેત બિલાડીને મૃતપ્રાય થયેલી જોઈને સૂરે વિચાર્યું કે—‘મારા પુણ્યયોગથી મારા વચનવડે આ શ્વેત બિલાડી જરૂર મરણ પામશે. હવે જો મારા વચનથી જ તે મરણ પામતી હોય તો હું વિપરીતપણે બોલીને જોઉં કે મારા વચનથી કાળી બે બ્રિલાડી પણ મરણ પામે છે ?' આમ વિચારીને તે બોલ્યો કે—‘અરે શ્વેત ! કૃષ્ણને મારો, મારો.' આમ બોલતાં જ શ્વેતે કૃષ્ણને પકડીને મૃતપ્રાય કરી દીધી. એમ કરતાં કરતાં લડી લડીને પ્રાંતે તે ત્રણે મરણ પામી. એટલે સૂર હ્રદયમાં હર્ષ પામ્યો અને વિચારવા લાગ્યો કે‘વગર ઔષધે વ્યાધિ નાશ પામ્યો.' પછી તેની ઉર્ધ્વક્રિયા કર્યા વિના જ સૂર પોતાના ભાઈને ત્યાં ગયો, પણ ભાઈ ઘરે નહોતો, ગ્રામાંતર ગયેલો હતો. એટલે ભાભી પાસે ભક્તિભાવથી વિવેકવડે બેઠો. ભાભી પણ સ્ત્રી વિનાના દિયરના માથામાં તેલ નાખતી હતી તેટલામાં તેનો ખેડૂત દોરડા સાથે આવ્યો અને બોલ્યો કે—‘હે માતા ! આપણો ચિંઢ નામનો બળદ મરણ પામ્યો છે. અત્યારે વાવણીનો વખત છે, તેથી બળદની જરૂર છે.' ખેડૂતની આવી માગણી થતાં જ ભાભીએ દીયરના મસ્તક પર મંત્રિત ચૂર્ણ નાખ્યું અને દોરો બાંધ્યો કે જેથી તે તરત જ બળદ થઈ ગયો. ખેડૂત તરત જ તેને દોરડાવડે બાંધીને લઈ ગયો અને બીજા બળદ સાથે તેને હળે જોડ્યો. તેની પાસે પુષ્કળ ખેડ કરાવી. એક દિવસ માથાનો દોરો અકસ્માત્ તુટી ગયો એટલે તે પોતાના સ્વરૂપમાં આવ્યો. સૂર ભય પામીને ત્યાંથી ભાગ્યો. તેની પાછળ ખેડૂત તેને પકડવા દોડ્યો. એ પ્રમાણે દોડતાં માર્ગમાં સૂરનો મોટો ભાઈ મળ્યો. ભાઈએ સૂરને પૂછ્યું કે–‘આમ વ્રણથી જર્જરિત થઈને ક્યાં જાય છે ? માટે હે ભાઈ ! મારી સાથે ચાલ અને મારે ઘરે આનંદથી રહે.' આમ કહી આલિંગન આપીને મળ્યો. સૂર બોલ્યો કે‘હે ભાઈ ! તારી સ્ત્રી શાકિની છે, તેણે મને બળદ

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228