Book Title: Dharm Kalpdrum Mahakavya
Author(s): Dharmtilakvijay
Publisher: Dharmkirtivijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 215
________________ ૧૯૬ શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય તેણે ત્યાં જ ખાધો, એટલે તે ગધેડો થઈ ગયો. તે ગધેડો પ્રથમની જેમ ચતુરાને ઘરે જ ગયો. સૂર પણ તે ક્યાં જાય છે તે જોવા અને ચતુરાની ક્રિયા જોવા તેની પાછળ ગયો. ચતુરાએ ગધેડાને દઢ બંધને બાંધ્યો અને પછી ચાબુકના અત્યંત પ્રહારો કર્યા. ભયાક્રાંત તે બાવો રાડો પાડવા લાગ્યો અને પ્રહારોથી જર્જરિત થઈ ગયો. તેને રાડો પાડતો જોઈને ચતુરા બોલી કે–જા, જા, સુંદરીને ઘરે જા.” આવી રીતે તેને તર્જના કરવા પૂર્વક કહ્યું. છેવટે તેને મૃતતુલ્ય થઈ ગયેલો જાણીને તેણીએ પાછો મનુષ્ય બનાવ્યો. ત્યાં તો જટાધારી બાવાને જોયો. માથે મોટી જટાવાળો, ઢક્કા અને ડમરૂના વાંજિત્રવાળો, શરીર પર ભસ્મ ચોળેલો, વિકરાળ નેત્રવાળો લંગોટી તથા કૌપીને ધારણ કરનારા તેને જોઈને ચતુરા લજ્જા પામી અને તેના પગમાં પડી. બાવાએ તેને કહ્યું કે-જે કરબો ખાય તે વિડંબના સહન કરે એમાં નવાઈ શું?” આ કહેવતને તેં સાચી કરી બતાવી. પછી ચતુરાએ તેને દ્રવ્ય આપી ભક્તિપૂર્વક ક્ષમા માંગીને વિદાય કર્યો. હવે ચતુરા વિચારવા લાગી કે મારા પતિ મારું બધું ચરિત્ર જાણી ગયા, તો હવે કોઈ ઉપાયવડે તેને મારી નાખું. કારણકે ભિન્ન સ્નેહમાં સુખ ક્યાંથી હોય ?' આ પ્રમાણે વિચારીને સ્નાન કરી, શ્વેત વસ્ત્ર પહેરીને આંગણામાં જઈ, ગોમયનું મંડળ કરી ધૂપ નૈવેદ્યાદિક ધર્યું. વળી ત્યાં એક અગ્નિકુંડ બનાવી ગુગળની ગોળીઓ, રાતા કણેરના કૂળ તથા ઘી વગેરે એકાગ્રચિત્તે તે તેમાં હોમવા લાગી અને ભયંકર હુંકારા કરવા લાગી. એ પ્રમાણે કરતાં છેલ્લી આહુતિ વખતે ત્યાં તક્ષક નાગ પ્રત્યક્ષ થયો અને ચતુરાને તેણે કહ્યું કે–મને શા માટે આરાધ્યો છે? હું પ્રસન્ન થયો છું, માટે ઇચ્છિત વર માંગ.' ત્યારે તે બોલી કે–“અન્ય સ્ત્રીમાં રક્ત એવા મારો ભર્તારનું ભક્ષણ કરો.' તક્ષકે કહ્યું કે– છ મહિનાને અંતે તે મરણ પામશે.” પછી તક્ષકનું વિસર્જન કરીને સર્વ બાજી સંકેલી ચતુરા ઘરમાં દાખલ થઈ, આ બધી વાત સૂરે ભીંતને આંતરે રહીને સાંભળી. તે વિચારવા લાગ્યો કે–અહો ! સ્ત્રીઓનું દુશરિત્ર વચનાતીત છે–વચનદ્વારા કહી શકાય તેમ નથી. જુઓ તેણે શ્વાન બનાવીને મારી વિડંબના કરી અને ગધેડો બનાવીને જટાધારીની વિડંબના કરી. કહ્યું છે કે-“સુણ (બ્રહ્મા) એ જે સૃષ્ટિમાં સજર્યું નથી. શંકરે જે ધ્યાનમાં જોયું નથી અને વિષ્ણુના ઉદરમાં પણ જે નથી તે નિર્દય એવી સ્ત્રી કરી બતાવે છે.” આ પ્રમાણે વિચારતો ભયભ્રાંત થયેલો સૂર હિંડોલારપુરે સુંદરી પાસે ગયો પરંતુ શંકાસહિત સ્થિતિમાં તે સુંદરી સાથે રાત્રિ દિવસ સુખભોગ ભોગવવા લાગ્યો, સુંદરીએ સૂરને પ્રસન્ન કરવા લાસ્ય, હાસ્યકળા વગેરે અનેક ઉપચારો કર્યા પરંતુ સૂર તેથી જરાપણ ખુશ થયો નહીં. એક વખત તેની સાસુએ એકાંતમાં સૂરને–પોતાના જમાઈને દુઃખનું કારણ પૂછ્યું. તેણે કહ્યું કે- હે માતા ! મારા દુઃખની શી વાત કરું ? તે બધું સ્ત્રીના ચરિત્રથી ભરેલું છે. અસમર્થ એવા મનુષ્ય પાસે પોતાના દુઃખની શી વાત કરવી? દુર્બળ પાસે દુઃખ કહેવાથી તે પણ સામો બેસીને આંસુ પાડે.' સૂરની સાસુ બોલી કે હે વત્સ ! મારામાં સામર્થ્ય છે, માટે તમે તમારા દુઃખની વાત કરો. વ્યાધિની હકીકત જાણ્યા સિવાય તેનો પ્રતિકાર થઈ શકતો નથી.' ' સૂર બોલ્યો કે– હે માતા ! મારું આજથી છ મહિને તક્ષકનાગથી મરણ છે, મારી

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228