Book Title: Dharm Kalpdrum Mahakavya
Author(s): Dharmtilakvijay
Publisher: Dharmkirtivijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 213
________________ ૧૯૪ શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય કેટલાક કાળે કુમાર અહીં છે એવી હકીકત રાજાના જાણવામાં આવી, કારણકે તેના ગુણની સુગંધથી પૃથ્વી વાસિત થઈ ગયેલી હતી. “ભાગ્યાદિ સદ્દગુણોથી અલંકૃત મનુષ્ય શું છન્ન રહે છે?” કુમાર આનંદપુરમાં છે એમ રાજપુરુષો દ્વારા જાણીને રાજાએ પોતાના મંત્રીઓને ત્યાં તેડવા મોકલ્યા. અહીં આનંદપુરના રાજા સૂરસિંહે જમાઈને સ્વદેશમાં જવાના ઇચ્છુક જાણીને પોતાનું અડધું રાજય આપ્યું. તે સાથે દશ હજાર હાથી, લાખ ઘોડા, છ હજાર રથ અને પાંચ લાખ પાયદળ (પદાતી) આપ્યા, રાજભંડારમાંથી અર્ધ દ્રવ્ય આપ્યું. આ પ્રમાણે આપીને તેણે જમાઈને પોતાની પુત્રી સહિત તેના નગર તરફ પ્રસ્થાન કરાવ્યું. માર્ગમાં સેંકડો વિદ્યાધરોથી પગલે પગલે સેવાતો, ગંધર્વોથી ગવાતો અને પંડિતોથી સ્તવાતો ચંદ્રોદયકુમાર મોટી ઋદ્ધિ સાથે પુષ્પભદ્રપુર નજીક પહોંચ્યો. પુષ્પચૂલ રાજાએ પુત્રના આગમનના ખબર સાંભળ્યા, એટલે પોતાની સેના સામે મોકલી અને મહામહોત્સવપૂર્વક બહુમાન સાથે તેને નગર પ્રવેશ કરાવ્યો. પછી રાજાએ પુત્રને કહ્યું કે-“હે વત્સ ! હું માનું છું. - કે તારે દેશાંતરમાં જવાનું થયું તે આવી ઋદ્ધિ મેળવવા માટે જ થયું હશે. ત્યારપછી પુત્રનો પુણ્યોદય જોઈને રાજા તેની સાથે ધર્મકાર્યો કરતા દિવસો પસાર કરવા લાગ્યા. એક દિવસ ત્યાં વિમળબોધ નામના જ્ઞાની મુનિભગવંત પધાર્યા. રાજા પરિવાર સાથે તેમને વંદન કરવા ગયો. ત્રણ પ્રદક્ષિણા આપીને વિધિપૂર્વક વંદન કરીને રાજા તે મુનીશ્વરની પાસે ધર્મદેશના સાંભળવા બેઠો. મુનિરાજે આ પ્રમાણે દેશના આપી. ભો ભવ્યો ! આસંસારસમુદ્રનો પાર પુણ્ય વડે પામી શકીએ, સુખના અદ્વિતીય કારણભૂત પુણ્ય મેળવવું મુશ્કેલ અર્થાત્ દુષ્કર છે, ધર્મમાં તત્પર મનુષ્યોને જીવંત અને મરણ બન્ને સરખા છે અને ઈષ્ટ છે. અહીં જીવતાં તે વિવેકી હોય છે અને મૃત્યુ પામીને સદ્ગતિએ જાય છે. સેંકડો વાર હળ ફેરવ્યાં છતાં પણ જેમ ઉખર ક્ષેત્રમાં ધાન્યની ઉત્પત્તિ થતી નથી તેમ પુણ્ય વિના મનુષ્યોને સુખની પ્રાપ્તિ થતી નથી. પુણ્યના પ્રભાવથી પ્રાણીની વિપ્નોની શ્રેણિ નાશ પામે છે. જેમ ધૃષ્ટક શાકિનીઓના મધ્યમાં રહ્યો હોવા છતાં પણ વિજય પામ્યો. તે ધૃષ્ટકની કથા આ પ્રમાણે : ધૃષ્ટકની કથા | * ભરતક્ષેત્રમાં અવંતિદેશમાં ધારા નામે શ્રેષ્ઠ નગરી છે. તેને જોઈને અલકાપુરીએ પોતાનો સર્વ ગર્વ તજી દીધો છે. તે નગરીમાં સૂર નામનો ધનવાનું રાજપુત્ર રહેતો હતો. તે બળવાનું, ધીર, બુદ્ધિશાળી, ગુણાઢ્ય, દાતા, ભોક્તા અને નિર્ભય હતો. તેને ચતુરા નામે સ્ત્રી હતી. પણ તે ગૂઢમંત્રા, મહોદ્ધરા, કોપના (ગુસ્સાવાળી) અને પોતાના સ્વામીને પણ કટુવચનો વડે દુભાવનારી હતી. તેથી સૂર વિચારતો હતો કે-“આવી પત્ની મારે શું કામની છે ? કેમકે શાસ્ત્રમાં પણ દુષ્ટ મતિવાળી પત્નીને અને વિદનકારી વિદ્યાને તજવાનું કહ્યું છે.' આમ વિચારીને બીજી સ્ત્રી માટે તે નિરંતર ગામોગામ અને નગરોનગર તપાસ કરવા લાગ્યો. અવંતિમાં જ યૌવનવાળી સુંદરી નામની પુત્રીયુક્ત એક વૃદ્ધા હતી. તેની પાસે તેણે તે કન્યાની માંગણી કરી. ત્યારે તેણે તે વાત સ્વીકારી, પણ “તે કન્યા સાથે હું પણ તમારે ત્યાં આવીશ.” એમ કહ્યું. સૂરે

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228