Book Title: Dharm Kalpdrum Mahakavya
Author(s): Dharmtilakvijay
Publisher: Dharmkirtivijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 214
________________ અષ્ટમ પલ્લવ ૧૯૫ તે વાત સ્વીકારી. “કામાર્ત શું કબૂલ ન કરે?' કહ્યું છે કે-“ઘુવડ દિવસે જોતો નથી, કાગડો રાત્રે દેખતો નથી, પણ કામાંધ તો અપૂર્વ અંધ છે કે જે દિવસે કે રાત્રે કયારેય પણ જોતો નથી.” * બીજી સ્ત્રી=સુંદરીને પરણ્યા પછી સપત્નીભાવથી પહેલી સ્ત્રી તેની સાથે દુઃસ્વરવડે (થાક્યા વિના) કલહ કરવા લાગી, તેથી તેને સૂરે જુદા ઘરમાં રાખી. ચતુરા સુંદરીને ઘેર જઈને ગાળો આપતી અને મદોન્મત્ત એવી તે બન્ને પરસ્પર મત્સરભાવને હૃદયમાં ધારણ કરતી. તે ખરેખરી લડતી ત્યારે દંતાદતી, પદાપદી, મુષ્ટામુષ્ટી, ભુજાભુજી, મુંડામુંડી અને નખાનખી–એમ એક બીજાના અંગોપાંગોથી લડતી હતી. ખરેખરું સૌભાગ્ય કલહ જ ધારણ કરે છે જેને સર્વ સ્ત્રીઓ પોતાના હૃદયમાં ઉમંગથી ધારણ કરે છે. “ચંદ્રમાં શીત, રવિમાં તેજ, જળમાં નીચગામીપણું, પુષ્પમાં ગંધ, તલમાં તેલ અને શોક્યોમાં કલહ સ્વાભાવિક જ રહેલો હોય છે.' ભત્તરના ભયથી પણ તે અટકતી નથી. પરંતુ અધિક અધિક કલહ કરતી હતી. તે બે સ્ત્રીઓની અનર્થકારી વાણી તે ગામમાં વિસ્તાર પામી. સૌ તેની વાતો કરવા લાગ્યા, આથી સૂરનું પણ સુખમાત્ર નાશ પામ્યું. કહ્યું છે કે- બે ભાર્યાને વશ થયેલો પુરુષ બોલી શકતો નથી, ચાલી શકતો નથી, પાણીનો છાંટો પણ પામતો નથી અને પગ ધોયા વિના (જમ્યા વિના) સૂઈ રેહવું પડે છે. આ પ્રમાણેની સ્થિતિથી કાયર થયેલા સૂરે પોતાના ગામથી દશ ગાઉ દૂર હિંડોલાર નામના નગરમાં બીજી સ્ત્રી સુંદરીને તેની માતા સાથે રાખી પછી નિશ્ચિત થઈને તે ભોગાસકતપણે પોતાને ઘરે ચતુરા સાથે રહ્યો. એકદા એકાંતમાં તેણે ચતુરાને કહ્યું– હું સુંદરીને ઘરે કાલે જવાનો છું.” - ચતુરા બોલી કે– હે આર્યપુત્ર ! તમે સ્વતંત્ર છો, તો ખુશીથી ત્યાં જઈને તેને દાનથી, માનથી, રતિથી અને પ્રીતિથી પ્રસન્ન કરો.” આમ કહ્યા પછી તે વિચારવા લાગી કે–જો પતિ કુશળક્ષેમે ત્યાં જશે તો પછી તેનો જ થશે અને ત્યાં જ રહેશે, હું ભત્તરને ખોઈશ.” આમ વિચારીને તેણે કામણ ભરેલા ચૂર્ણવાળા મોદક બનાવીને ભાતા તરીકે પોતાના સ્વામીને આપ્યા. પાપી એવી સ્ત્રીઓ કુટના કરંડીયા જેવી હોય છે.' કહ્યું છે કે–“અસત્ય, સાહસ, માયા, મૂર્ણત્વ, અતિ લોભીપણું, અપવિત્રપણું અને નિર્દયપણું—આ બધા સ્ત્રીઓના સ્વભાવિક જ દોષો છે.' સુંદરીને જે ગામે રાખી હતી ત્યાં જતાં માર્ગમાં નદી આવતી હતી. ત્યાં સૂર નદીમાં હાથ, પગ, મોટું વગેરે. ધોઈને ભાથું ખાવા બેઠો. ભાતામાં આપેલા મોદક ખાતાં જ તે સ્થાન થઈ ગયો અને પાછો વળી તે ચતુરા પાસે આવ્યો. ચતુરાએ દઢ બંધનવડે બાંધીને સારી રીતે તેની તાડના તર્જના કરી. વારંવાર મારવાથી તેના શરીર ઉપર સેંકડો ચાંદા પડી ગયા. પછી બહુ વિકળ લાગવાથી અને કાંઈક દયા આવવાથી તેણીએ છૂટો કર્યો અને પાછો મનુષ્ય બનાવ્યો. તેના શરીરપર પુષ્કળ પાટા બાંધવા પડ્યા. ધીમેધીમે એક મહિને તે સાજો થયો. એટલે વળી તેણે ચતુરાને કહ્યું કે–“મારે સુંદરી પાસે જવું છે માટે ભાતું તૈયાર કરજે.” ચતુરાએ દોષયુક્ત કરંબો બનાવીને ભાતામાં આપ્યો. સૂર તે લઈને ચાલ્યો. માર્ગમાં નદી આવતાં પ્રથમની જેમ તે ખાવા બેઠો. એટલામાં કોઈ જટાધારી બાવો ત્યાં આવ્યો. તેણે કહ્યું કે– હે દયાળુ ! હું બે દિવસનો ભૂખ્યો છું, માટે મને કાંઈક ખાવાનું આપ.” સૂરે કરંબો આપ્યો, બહુ ભૂખ્યો હોવાથી

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228