Book Title: Dharm Kalpdrum Mahakavya
Author(s): Dharmtilakvijay
Publisher: Dharmkirtivijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 216
________________ અષ્ટમ પલવઃ ૧૯૭ પ્રથમની સ્ત્રીએ તેને વશ કરેલો છે, તેથી તે છળવડે પણ મારા પ્રાણ લેશે.” સાસુ બોલી કેહે વત્સ! ભય પામશો નહીં. હું પુત્રી સહિત તેનો પ્રતિકાર કરીશ. માટે સ્વેચ્છાએ ખાનપાન કરો, સુખ ભોગવો અને મનમાંથી દુષ્ટ શંકાને દૂર કરો.” પ્રથમની પત્નીથી અત્યંત કદર્થના પામેલો સૂર શલ્યને તજી શક્યો નહીં મૃત્યુનો ભય છતાં નિર્ભિકપણે સુંદરીની સાથે રહેવા લાગ્યો અને સુખભોગ ભોગવવા લાગ્યો. અહીં માતા અને પુત્રી બન્નેએ મળીને એક ભીંત ઉપર જાણે પ્રત્યક્ષ હોય એવા બે સુંદર મોર ચીતર્યા. પછી દરરોજ પવિત્ર થઈ વેદિકા ઉપર બેસીને ધ્યાન હોમ વગેરેમાં પરાયણપણે તે મોરની પૂજા કરવા લાગી. હવે છ મહિના પૂર્ણ થયે સાક્ષાત યમરૂપ મૃત્યુદિવસ આવતાં મૃત્યુના ભીરુ એવા સૂરે સુંદરી પ્રિયાને કહ્યું કે-“આજે નક્કી મારું મરણ છે.” સુંદરીએ કહ્યું કે-“હે સ્વામિનું ! તમે વૈર્ય ધારણ કરીને અમારી શક્તિનું સામર્થ્ય કે જે વિચિત્ર રીતે વિપ્નને નિવારનાર છે તે જુઓ.” પછી ઘરને છાણવડે લીપી સુંદર બનાવી ઘરના મધ્યમાં આસન નાખીને તેની ઉપર પોતાના સ્વામીને બેસાડ્યો. સુંદરી અને તેની માતા બન્ને સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર પહેરી હાથમાં અક્ષત લઈને ઊભી રહી. તે બન્ને વેદીની પાસે આવી, ત્યાં તેમણે દૂરથી આવતા કૃષ્ણસર્પને જોયો એટલે તે બન્નેએ તરત જ ચિત્રના મોરની ઉપર મંત્રેલા અક્ષત છાંટ્યા. તે જ વખતે તે બન્ને મોરે સાક્ષાત્ ભીંત ઉપરથી ઉતરીને આવેલ સર્પના બે કટકા કરી મોઢામાં પકડ્યા. પછી મોરની જેવો જ શબ્દ કરીને તે બન્ને મોર આકાશમાં ઊડી ગયા. આ બધું જોઈને સૂરે મનમાં વિચાર્યું કે-“અહો ! મંત્રનું સામર્થ્ય કેવું અદ્ભુત છે?' પછી સૂર સ્નાન કરી બચી ગયાનો મહોત્સવ કરીને સુંદરી સાથે આનંદથી સુખભોગ ભોગવવા લાગ્યો અને પોતાને પુનર્જન્મ પ્રાપ્ત થયાનું માનતો તે મહર્ષિઓને દાન દેવા લાગ્યો. અહીં હિંડોલારથી આવતા લોકોને ચતુરા પૂછે છે કે-“અરે લોકો ! સૂર શું કરે છે ?” તેઓએ ઉત્તર આપ્યો કે દાન દે છે અને આનંદ કરે છે. આવો જવાબ સાંભળીને તે ઉજવળ બીલાડી થઈને મત્સર ધારણ કરતી સુંદરીને ત્યાં આવી અને કુટિલ આશયથી તે ત્યાં શબ્દ કરવા લાગી. છે તેને જોઈને તેને ઓળખીને તેની માતા અને પુત્રી અને કાળી બીલાડી થઈને તેની સાથે યુદ્ધ કરવા લાગી બન્નેનું સજ્જડ યુદ્ધ ચાલ્યું. તેઓ સામસામી ઉછળી ઉછળીને એક બીજા ઉપર પડે છે અને મૂચ્છ ખાય છે. વળી સાવધ થઈને ક્રૂર શબ્દ આઠંદ કરે છે, તેમજ નખ અને દાંતવડે એકબીજાને સારી રીતે ક્ષતો કરે છે. ચતુરાએ મંત્રની ચતુરાઈથી બન્ને કૃષ્ણ બીલાડીઓને વિધુર બનાવી દીધી અને છેવટે તેમને જીતી તેમના આંગણામાં નૃત્ય કરીને તે શ્વેત બીલાડી પોતાને સ્થાને પાછી ગઈ. આ બધું જોઈને ભયભીત થયેલા સૂરે સુંદરીને પૂછયું કે તમે કોની સાથે લડતા હતા? અને તે ઉજ્વળ બીલાડી કોણ હતી ? તમે બે છતાં તે એકલીએ તમને જર્જરીભૂત કેમ કરી નાખી ? અને તે પાછી ક્યાં ગઈ? તેની સાથે તમારે વૈરનું કારણ શું?' સુંદરી બોલી કે– હે સ્વામી ! તે તમારી પત્ની સિદ્ધ થયેલી શાકિની હતી. અમે તો હમણા થયેલી છીએ અને તે તો જુની નરમાસની ભક્ષક છે. શોક્યપણાના વૈરથી તે અહીં આવી હતી અને મંત્રબળે મને અને મારી માતાને મારી

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228