Book Title: Dharm Kalpdrum Mahakavya
Author(s): Dharmtilakvijay
Publisher: Dharmkirtivijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 205
________________ ૧૮૬ શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય પિતાએ તેને આલિંગન કર્યું. તેની સાથે પ્રિયાઓ પણ સસરાને પગે લાગી પછી અનેક સ્ત્રીઓથી ગવાતા, બંદીજનોથી સ્તવાતા અને અનેક પ્રકારના વાજીંત્રો વાગતાં પુષ્પચૂલ રાજાએ પુત્રને નગરમાં પ્રવેશ કરાવ્યો. માતાને પગે લાગ્યો અને સર્વ પુત્રવધૂઓ પણ સાસુને પગે લાગી આશીર્વાદ લીધા પછી કુમાર પોતાના આવાસમાં આવીને પોતાની પ્રિયાઓ સાથે રહ્યો અને સાથે આવેલા વિદ્યાધરોને સન્માન આપીને વિદાય કર્યા. ભાગ્યશાળી એવા ચંદ્રોદયકુમારને તેના પિતાએ યુવરાજપદ આપ્યું અને રાજ્યની બધી ચિંતા તેની ઉપર સ્થાપિત કરી, એક દિવસ તે નગરીના ઉદ્યાનમાં મુનિર્વાદથી પરિવરેલા ચંદ્રસમાન ઉજ્વળ ભુવનચંદ્રસૂરિ નામના કેવળી ભગવંત પધાર્યા. પુષ્પચૂલ રાજા તેમનું આગમન સાંભળીને પુત્રાદિ પરિવાર સહિત તેમને વંદન કરવા માટે ઉદ્યાનમાં આવ્યા અને ત્રણ પ્રદક્ષિણા આપીને તેમણે મુનીશ્વરને વાંદ્યા. ત્યારબાદ પ્રમાદ ત્યજીને હાથ જોડીને તેમની પાસે બેઠા. કેવલી ભગવંતે પાપનો નાશ કરનારી દેશનાનો પ્રારંભ કર્યો. ભો ભવ્યો ! સમ્યગુ પ્રકારે મનને સ્થિર કરીને સાંભળો. મનુષ્યપણું, આર્યદેશ, ઉત્તમકુળ, આરોગ્યતા, દીર્ધાયુ ઇત્યાદિ સામગ્રી ધર્મસાધનને માટે પ્રાપ્ત થવી તે અતિ દુષ્કર છે. કહ્યું છે કે–દોડો ભવે પણ દુર્લભ એવા મનુષ્યભવને પામીને જે પ્રાણી આત્મહિત કરતો નથી તે મનુષ્ય જન્મને વૃથા હારી જાય છે. તું પારકા છિદ્રને જો નહીં, પારકા વૈભવની ઇચ્છા કર નહીં, પરને પીડાકારી તેમજ કડવું ક્રૂર વચન પણ બોલ નહીં. અહો ! આ સંસારમાં સુખ જ નથી. સુખી ગણાતા જીવો પણ અનેક પ્રકારે દુઃખ પામે છે. જુઓ ! બળસાર મહીપાલ પોતાના પુત્રના બાલ્યાવસ્થાના તીવ્ર દુઃખો જોઈને સંસારવાસથી ખેદ પામ્યા હતા.” તે સાંભળીને સભાજનો બોલ્યા કે–“હે પ્રભુ ! તે બળસાર રાજા કોણ હતા?” કેવળી ભગવંતે કહ્યું કે–બતે બળસાર રાજાનો સંબંધ હું કહું છું તે સાંભળો : |બળસાર રાજાની કથા લીલાપુર નામના મનોહર નગરમાં બળસાર નામે રાજા હતો. તેને પતિના પ્રેમમાં વૃદ્ધિ કરનારી લીલાવતી નામે પ્રિયા હતી. તેને પુત્ર થતો ન હોવાથી તે અત્યંત દુઃખી હતી અને નિરંતર સંતાનની ઇચ્છા કરતી હતી, પરંતુ કર્મયોગે તેને પુત્ર થતો નહોતો. એક વખત મધ્યરાત્રીએ રાજા જાગૃત થયો તે સમયે તેણે દિવ્યધ્વનિવડે મનોહર અને મધુર ગીત સાંભળ્યું, મૃદંગ, વાંસળી, વીણા, તાળ, દુંદુભિ વગેરેના શબ્દો સંભળાયા. તે સાંભળીને રાજા વિચારવા લાગ્યો કે-“આ દિવ્ય નાટક ક્યાં થાય છે ?” ત્યારબાદ રાજા શયામાંથી ઉઠીને તે શબ્દને અનુસારે ચાલ્યો. દૂર જતાં તેણે શ્રી શાંતિનાથ સ્વામીનો પ્રાસાદ જોયો કે જ્યાં આ ગીતનૃત્યાદિ થતું હતું. રાજાએ પ્રભુની પાસે ગાતા અને નૃત્ય કરતા વિદ્યાધરોને જોયા. રાજા તે સંગીતમાં તલ્લીન બનીને ત્યાં જ ઊભો રહ્યો. ક્ષણવારમાં તો નાટક કરીને તે વિદ્યાધરો ચાલ્યા. ત્યારે તેમને ત્યાં આવતા વિદ્યાધરો સામા મળ્યા. તેઓને પૂર્વનું વૈર હોવાથી પરસ્પર યુદ્ધ થયું. બળવડે યુદ્ધ કરતા કરતા તેઓ ત્યાંથી કેટલેક દૂર ગયા. તે વખતે નૃત્ય કરનારી એક વિદ્યાધરી બહાર નીકળી, બીજા વિદ્યાધરે તેને ઉપાડી તેથી તે વિલાપ કરવા લાગી. તેનો વિલાપ સાંભળીને

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228