Book Title: Dharm Kalpdrum Mahakavya
Author(s): Dharmtilakvijay
Publisher: Dharmkirtivijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 210
________________ અષ્ટમ પલ્લવ ૧૯૧ ચંદ્રોદયે વિચાર્યું કે–“અહો ! અત્યારે મારા પર વિધિની વક્રતા જણાય છે, માટે હમણા અહીં રહેવું યોગ્ય નથી, અહીં રહેવાથી વખતે કલંક આવવાનો ભય છે, તેથી હાલ તો થોડા દિવસ મારા પિતાશ્રી ન જાણે તેમ અહીંથી નીકળીને પરદેશ જાઉં. આ નિમિત્તે પૃથ્વી પરના કેટલાક કૌતુકો પણ જોવાશે.” આ પ્રમાણે વિચારી દાસીને પાછી વાળીને તે રાત્રે જ તે ત્યાંથી નીકળી ગયો. વાયુવેગે ચાલતાં તેણે કેટલોક પંથ પસાર કર્યો. આગળ ચાલતાં એક અરણ્યમાં કોઈક કપટી હૃદયવાળો બ્રાહ્મણ તેને મળ્યો. તે બ્રાહ્મણ નિર્ગુણી, અતિ નિઃસ્નેહી અને વાચાળતામાં શિરોમણિ હતો, તેથી તેણે પ્રિય વાક્યો વડે કુમારના હૃદયને અને મનને વશ કરી લીધું. બન્ને પથિક હોવાથી બન્નેને મિત્રતા થઈ, તેથી પરસ્પર અનેક પ્રકારની વાર્તા કરતા કરતા તેઓ માર્ગે ચાલવા લાગ્યા. એટલામાં તે મહાઅરણ્યમાં ચોરોની ધાડ પડી, કુમારે તેને જીતી લીધી અને નિર્વિઘ્નપણે તેઓ ક્ષમાપુરી પાસે પહોંચ્યા. તે નગરીના બહારના ઉદ્યાનમાં વિશ્રામ કરવા બેઠા. ત્યાં સિદ્ધકૂટ નામના પર્વતના શિખર ઉપર વિશ્વેશ્વર નામનો એક સિદ્ધપુરુષ રહેતો હતો. તેણે ચંદ્રોદયને જોઈને કહ્યું કે “અહો ! ભાગ્યવંતોમાં મુખ્ય ! ભાગ્ય-સૌભાગ્યવડે સુંદર ! તમારા પુણ્યથી હું તમારી ઉપર તુષ્ટ્રમાન્ થયો છું, તેથી તમને સિદ્ધવિદ્યાઓ આપવા ઇચ્છું છું. મારી પાસે ત્રણ સુવિદ્યાઓ છે કે જે મહાપુણ્યથી જ પ્રાપ્ત થઈ શકે તેમ છે. મારું આયુષ્ય અલ્પ છે, તેથી તે તમને આપવા ઇચ્છું છું એ અંગે મેં વિદ્યાદેવીને પૂછ્યું હતું ત્યારે તેણે કહ્યું હતું કે–તમારે તે વિદ્યા ચંદ્રોદયને આપવી.” તેથી હું તમને આપું છું. તે ત્રણે વિદ્યાનું મહાભ્ય આ પ્રમાણે છે. આ પહેલી વિદ્યા સ્વર્ણપ્રદા–સ્વર્ણને આપનારી છે, બીજી જયદા યુદ્ધમાં જય આપનારી અને વૈરી વર્ગનો વિનાશ કરનારી છે અને ત્રીજી ત્રિકાળજ્ઞા છે. તમે હોમજાપાદિ સહિત તેની સાધના કરીને એ ત્રણે વિદ્યા ગ્રહણ કરો. પછી તે સિદ્ધપુરુષે સાંનિધ્ય કર્યું અને કુમારે વિદ્યા સાધવાનો પ્રારંભ કર્યો. ત્રણે વિદ્યા અલ્પ પ્રયાસવડે સિદ્ધ થઈ અને તેણે કુમારને ત્રણ વર આપ્યા. ભાગ્યવંત મનુષ્યો જ્યાં જાય છે ત્યાં તેને સંપત્તિ પ્રાપ્ત થાય છે અને નિર્ભાગી જ્યાં જાય ત્યાં પગલે પગલે આપત્તિ આવે છે.” કુમારે તે વિદ્યાગુરુને નમસ્કાર કરી અંજલિ જોડીને કહ્યું કેહે વિભુ ! તમારા પ્રસાદથી સ્વલ્પ સમયમાં મને વિદ્યાઓ સિદ્ધ થઈ છે.” તે વખતે પેલો બ્રાહ્મણ બોલ્યો કે- સ્વામિનું! કૃપા કરીને મને પણ કાંઈક આપવા કૃપા કરો.” એટલે તે સિદ્ધપુરુષ બોલ્યા કે-“અહો ! આ બ્રાહ્મણ સર્વથા અયોગ્ય છે. મુખે મિષ્ટ અને હૃદયમાં દુષ્ટ એવા માણસને વિદ્યા આપવી નહીં. આ બ્રાહ્મણ પણ તેવો છે. તેથી તેને વિદ્યા આપવી તે અનર્થકારી છે. આ પ્રમાણે સિદ્ધપુરુષે કહેવા છતાં પણ કુમારે આગ્રહ કરીને તેને શ્રેષ્ઠ વિદ્યાઓ અપાવી. ‘ઉત્તમ પુરુષો નિરંતર ઉપકારી જ હોય છે.” બ્રાહ્મણે ગુરુએ બતાવેલ વિધિ પ્રમાણે તે વિદ્યાઓ સાધી. પરંતુ તેનું ચિત્ત અપવિત્ર હોવાથી તે સિદ્ધ થયેલી વિદ્યા પણ નહીં સિદ્ધ થયેલા જેવી થઈ. હવે કુમાર ત્યાંથી બ્રાહ્મણ સહિત આનંદપુરે આવ્યો અને ત્યાં ચંદ્રસેના નામની વેશ્યાને

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228