Book Title: Dharm Kalpdrum Mahakavya
Author(s): Dharmtilakvijay
Publisher: Dharmkirtivijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 202
________________ સપ્તમ પલ્લવ: ૧૮૩ તેણે એક વખત તેના પિતા પાસે ભુવનશ્રીની યાચના કરી. પણ ભુવનશ્રીની ઉપર પ્રમાણે પ્રતિજ્ઞા હોવાથી તેમણે તેને આપી નહીં. તેથી સમરવિજય રાજા સૈન્ય સાથે કમલચંદ્ર રાજાના નગરના ઉદ્યાનમાં આવ્યો ત્યાં તે ગુપ્તપણે રહ્યો અને ક્રીડા કરવા માટે નગર બહાર આવેલી ભુવનશ્રીનું તે પાપીએ વિલાપ કરતી સ્થિતિમાં અપહરણ કર્યું અને અહીં લઈ આવ્યો. અહીં રહેલા તમને જોઈને તે સમરવિજય તમને મારવા ઉઘુક્ત થયો. હું તે કન્યાની ધાત્રી છું અને તેના સ્નેહથી આકર્ષિત થઈને શીઘ્રપણે તેની પાછળ આવી છું. અહીં આવતાં સૈન્યમાં તમારું નામ સાંભળીને તમારી પાસે આવી છું, મેં તમને ઓળખ્યા છે, તો હવે તમે સમરવિજય પાસેથી તે ભુવનશ્રી કન્યાને છોડાવો અને પછી તેની સાથે પાણિગ્રહણ કરો. જેથી તેની પ્રતિજ્ઞા પૂર્ણ થાય, એ કન્યાના ભાગ્યથી તેા વાંછિત વરની (તમારી) અનાયાસે પ્રાપ્તિ થઈ છે:'' આ હકીકત સાંભળીને ચંદ્રોદય તેનો જવાબ આપે તે પૂર્વે સમરવિજયે જ તે વાત સાંભળીને હર્ષિત થઈ ભુવનશ્રીને વસ્ત્રાભૂષણવર્ડ અલંકૃત કરીને સ્વયમેવ ચંદ્રોદયને અર્પણ કરી. ચંદ્રોદયે ત્યાં તેની સાથે સંક્ષેપથી પાણિગ્રહણ કર્યું અને સમરવિજય કુમારની અનુજ્ઞા લઈને સ્વસ્થાને ગયો. ત્યારબાદ કુમારે રમણીય રથ ઉપર ભુવનશ્રી સહિત આરૂઢ થઈને શ્રીકુશવર્ધન નગર તરફ પ્રયાણ કર્યું. ત્યાંથી કેટલેક આગળ ચાલતાં તેમણે એક શ્રેષ્ઠવનમાં માર્ગની બાજુમાં અપૂર્વ ધ્વનિયુક્ત ગાયન થતું સાંભળ્યું. તે સાંભળી કુતૂહલ ઉત્પન્ન થવાથી પ્રિયાસહિત રથ ત્યાં રાખીને ચંદ્રોદય પોતે શબ્દને અનુમાને તે તરફ ચાલ્યો. ત્યાં તેણે આ પ્રમાણે જોયું. એક મોટી વાડી છે, તેમાં અનેક પ્રકારનાં સુંદર વૃક્ષો છે, તે વાડીના મધ્યમાં એક સાત માળવાળો મનોહર મહેલ છે. કૌતુકાન્વેષી કુમારે મૃગની જેમ નાદથી મોહ પામીને ગીત સાંભળવામાં લુબ્ધ થઈ તે મહેલમાં પ્રવેશ કર્યો. તે અનુક્રમે શીવ્રતાથી સાતમા માળે ચડ્યો, ત્યાં તેણે રૂપ અને સૌભાગ્યવડે સુંદર પાંચ કન્યાઓને જોઈ. તેમને જોઈને વિસ્મય પામી વિનયતત્પર૫ણે તે તેમને કાંઈક પૂછે છે તેટલામાં તે બધી સ્ત્રીઓએ ઉઠીને કુમારનું સન્માન કર્યું. તેનો સારી રીતે સત્કાર કરી ઉત્તમ 'આસન પર બેસાડી તે પાંચે કન્યાઓ લજ્જા અને વિનયમાં તત્પર થઈને પોતાના અંગોને ગોપવીને કુમારની પાસે ઊભી રહી. પછી કુમારે તેમને પૂછ્યું કે—‘તમે કોણ છો ? કોની પુત્રી છો ? અને આ વનમાં એકલી કેમ રહો છો ? સ્ત્રીઓને આવી રીતે એકલા વનમાં રહેવું યોગ્ય નથી. તમારી હકીકત સાંભળવાનું મને કૌતુક છે તેથી હું વિસ્મય પામીને પૂછું છું માટે કહો.' કુમાર તરફથી આવો પ્રશ્ન થતાં તે પાંચમાંથી એક કન્યા બોલી કે—‘હે સાત્ત્વિક શિરોમણિ કુમાર ! તમે યોગ્ય હોવાથી અમારો સર્વ વૃત્તાંત કહું છું તે સાંભળો. વૈતાઢ્ય પર્વતની ઉપર લક્ષ્મીવડે ચક્રવર્તી જેવો સિંહનાદ નામનો ખેચરેંદ્ર છે. તેને પ્રૌઢ એવી શ્રીમુખી નામે સ્ત્રી છે. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલી અમે પાંચે તેની પુત્રીઓ છીએ. અમારાં (૧) લક્ષ્મી (૨) સરસ્વતી, (૩) ગૌરી, (૪) જયંતિ અને (૫) મેનકા એ પ્રમાણે નામ છે. અમે પાંચે યૌવનાવસ્થા પામી ત્યારે અમારા પિતાએ કોઈ શ્રેષ્ઠ નિમિત્તિયાને પૂછ્યું કે—‘આ મારી પાંચે પુત્રીના પતિ કોણ કોણ થશે અને તે ભૂચર થશે કે ખેચર થશે ? આ વાત પ્રગટપણે

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228