Book Title: Dharm Kalpdrum Mahakavya
Author(s): Dharmtilakvijay
Publisher: Dharmkirtivijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 199
________________ ૧૮૦ શ્રી ધર્મલ્પદ્રુમ મહાકાવ્યા આ હકીકત તેના પિતાએ જાણી એટલે તે ચંદ્રોદયકુમારને શોધવા માટે પ્રયત્ન કરવા લાગ્યો. તેટલામાં તે કન્યાને અત્યંત રૂપવતી જોઈને તેના પર મોહપામી સુરસેન નામના વિદ્યાધરે એકાએક તેનું અપહરણ કર્યું. તેને ઉપાડીને તે વિદ્યાધરે તેને આ સ્થાને મૂકી. તેથી તે વિલાપ કરવા લાગી. વિદ્યાધરે બળાત્કારે શાંત કરી. તે વખતે તે કન્યાના મામા અમિતતેજ એવા મેં આકાશમાં ગમન કરતાં તેને અહીં ઊંચે સ્વરે રૂદન કરતી જોઈ. એ કુમારીને મારી ભાણેજ તરીકે ઓળખીને મેં પેલા વિદ્યાધરને કહ્યું કે–“અરે દુષ્ટ ! આ શું પાપકર્મ આરંભ્ય છે? શું તને જીવવું ગમતું નથી ?” મારા આવા શબ્દો સાંભળીને તે મારી સાથે યુદ્ધ કરવા આવ્યો, એટલે મારું અને તેનું દિવ્ય શસ્ત્રવડે અતિ ભયંકર યુદ્ધ થયું. તે યુદ્ધ જોઈને કન્યા વિચારવા લાગી કે-“અરે ! આનું પરિણામ શું આવશે ? માટે હું તો મરણ પામું.” આમ વિચારીને તેણે અહીં આવી આ ઝાડ સાથે ગળાફાંસો બાંધ્યો. તેમાંથી તમે તેને તમારી ભાણેજને) બચાવી લીધી. હું તે સુરસેન વિદ્યાધરને હણીને હમણાં જ અહીં આવ્યો. આ પ્રમાણેનો અમારો સંબંધ છે. હું આ કન્યાનો મામો થાઉં છું.” ત્યારપછી તે વિદ્યાધર કુમારને તેનો વૃત્તાંત પૂછે છે. તેટલામાં ત્યાં કોઈ મોટું સૈન્ય આવ્યું. તે સૈન્ય તરફ દૃષ્ટિ કરતાં અમિતતેજે તેમાં પોતાની માતા વિદ્યુલ્લતાને જોઈ. અમિતતેજ અને સુરસેન સાથે યુદ્ધ થાય છે એવી હકીકત સાંભળીને તે સૈન્યસહિત શશિવેગ નામના પુત્રને લઈને ત્યાં આવી હતી. અમિતતેજ માતાને પગે લાગ્યો. તે વખતે ચંદ્રોદયને ત્યાં જોઈને વિદ્યુલ્લતા હર્ષ પામીને વિચારવા લાગી કે–“અહો ! ગુણના સમૂહરૂપ આ પુરુષ કોણ છે ? અથવા આ શું કલ્પવૃક્ષ છે, સુધારસ છે કે નિધાનરૂપ છે? જેથી તેની ચેષ્ટા એવી સુંદર છે ! આ મનુષ્ય કોઈ જાણીતો છે, મેં એને કોઈ વખત જોયેલ છે.” એમ વિચારતાં તેને યાદ આવ્યું કે-“મેં નંદીશ્વરદ્વીપે યાત્રા કરવા જતાં પુષ્પભદ્ર નગરના ઉદ્યાનમાં ચંદ્રોદય નામના કુમારને રમતો જોયો હતો તે જ આ છે.” પછી તેને તેનું સ્વરૂપ અમિતતેજને કહ્યું તેથી ત્યાં રહેલી કન્યા વિચારવા લાગી કે-“અહોમારું ભાગ્ય સ્કુરાયમાન જણાય છે કે જેથી મારો વાંછિત વર અનાયાસે મળી ગયેલ છે.” પછી અમિતતેજ, કમલમાલિકા કન્યા અને ચંદ્રોદય એ બન્નેને આદરપૂર્વક સાથે લઈને ઉતાવળે અમરપુર આવ્યો. ભુવનચંદ્ર રાજા વરને જોઈને બહુ ખુશ થયા. ત્યાં વિસ્તારપૂર્વક તેમનો પાણિગ્રહણ મહોત્સવ કરવામાં આવ્યો. - પછી અમિતતેજ વગેરે પોતપોતાના સ્થાને ગયા. ચંદ્રોદયકુમાર સુખભોગ ભોગવતો કેટલાક દિવસ ત્યાં રહ્યો. એક વખત સુખેથી સૂતેલા કુમારે પોતાના મકાનમાં પ્રભાતે જાગતાં આ પ્રમાણે જોયું કે–પોતે કોઈ વ્યાપદોથી વ્યાપ્ત “અરણ્યમાં વિકટ પર્વતની ઉપર રહેલ શીલાતલ ઉપર સૂતેલ છે. તે વખતે તે મનમાં વિચારવા લાગ્યો કે–“આ શું થયું ? ક્યાં મારી રાજયસ્થિતિ? ક્યાં દેવવિમાન સમાન મહેલ ? ક્યાં દિવ્ય પલંગ ? ક્યાં ચંદ્રોદયનું મનોહરપણું? ક્યાં તે પ્રેમવાળી કમલમાલિકાપ્રિયા ? ક્યાં તે ચંપાની માળા વગેરે પુષ્પની શુભસામગ્રી–એ બધી સ્વર્ગના સુખસદશ સ્થિતિ પૂર્વકર્મથી ક્યાં ગઈ ? પૂર્વે મને પોતાના ઉદ્યાનમાં ક્રીડા કરતાં ઉપાડીને સમુદ્રમાં કોણે નાંખ્યો હતો? તેમાંથી તરીને નીકળ્યો અને વિવાહ થયો, વળી પાછું આમ કેમ થયું?' આ પ્રમાણે વિચારતાં ક્ષણવાર રહી તેણે પેલી ગાથાનો અર્થ

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228