Book Title: Dharm Kalpdrum Mahakavya
Author(s): Dharmtilakvijay
Publisher: Dharmkirtivijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 194
________________ સપ્તમ પલ્લવઃ ૧૭૫ એ પ્રમાણે ૬૨ દિવસે ચાંદ્રાયણ તપ પૂર્ણ થાય છે. તે સમ્યક્ત્વ અને શીલ સંયુક્ત કરવો. સવાર-સાંજ આશ્યક (પ્રતિક્રમણ) કરવા, સવિશેષપણે દેવપૂજન કરવું, પુણ્યવંતોની કથાવાર્તા કરવી અને પ્રાણીઓ ઉપર દયા કરવી અને તપને અંતે ઘણા વિસ્તારથી તપનું ઉદ્યાપન કરવું. એના ઉદ્યાપનમાં એક સુવર્ણનું વૃક્ષ કરવું. તેનું મૂળ રૂપાનું કરવું, પત્રો પ્રવાળના કરવા, ફળો મણિના કરવા, તે વૃક્ષની ઉપ૨ રૂપ્યમય ચંદ્રનું બિંબ કરવું. એ મહાવૃક્ષ શ્રીચંદ્રપ્રભસ્વામીની પાસે ધરવું અને જ્યાંસુધી તપ કરવામાં આવે ત્યાં સુધી શ્રીચંદ્રપ્રભસ્વામીનું ધ્યાન કરવું. સાત ક્ષેત્રમાં શક્તિ અનુસાર દ્રવ્ય વાપરવું અને સંઘપૂજા સહિત સાધર્મિક વાત્સલ્ય કરવું. આ પ્રમાણે કરવાથી કે ભૂપતિ ! તમારું વાંછિત પૂર્ણ થશે—સુંદર પુત્ર થશે, માટે એ તપ કરો.' આ પ્રમાણે સાંભળીને રાજાએ હર્ષિત થઈ ગુરુભગવંતે કહેલી વિધિપૂર્વક પ્રિયા સહિત શુભ મુહૂર્તે ચાંદ્રાયણ તપ શરૂ કર્યો. તપ પૂર્ણ થતાં ક્ષમાવાન્ રાજાએ સંપૂર્ણ વિધિ સહિત ઉજમણું કર્યું. સંઘપૂજા સહિત સાધર્મિક વાત્સલ્ય બહુ સારી રીતે કર્યું. દીનોદ્વારાદિ કરવા સાથે સર્વત્ર અમારી પ્રવર્તાવી. સર્વ લોકોને સારી રીતે સંતોષ પમાડીને તપ પૂર્ણ થતા આનંદથી પારણું કર્યું, તે દિવસે જિનમંદિરમાં વિશેષે મહોત્સવ કર્યો. સંધ્યાકાળે શ્રીજિનેશ્વરની પૂજા કરીને શ્રીજિનેશ્વરની પાસે રાજા રાણી શ્રીચંદ્રપ્રભસ્વામીના ધ્યાનમાં પરાયણ થઈને કાયોત્સર્ગમાં સ્થિર થયા. તે વખતે આકાશમાર્ગે કોઈ યક્ષ યક્ષિણી સહિત આવ્યો. તે શ્યામ વર્ણવાળો, ત્રણનેત્રવાળો, બે ભુજાવાળો, હંસના વાહનવાળો, જમણા હાથમાં ચંદ્ર અને ડાબા હસ્તમાં અદ્ભુત મુદ્ગરને ધારણ કરનારો વિજય નામનો યક્ષ હતો. યક્ષિણી જ્વાળાદેવી શ્વેતવર્ણવાળી, મૃદુ અને લલિત ચાર હાથવડે શોભતી, જમણા બે હાથમાં તીક્ષ્ણ અસિ અને મુદ્ગર તથા ડાબા બે હાથમાં પરશુ અને ફલકને ધારણ કરનારી હતી. આ વિજય નામનો યક્ષ યક્ષિણી સહિત પ્રત્યક્ષ થઈને ચાતુર્યગુણેથી ગર્ભિત એવા મધુરવચન વડે બોલ્યો કે—હૈ નરેંદ્ર ! તમે મને શ્રીચંદ્રપ્રભસ્વામીનો સેવક વિજય નામનો યક્ષ જાણજો. હું તમારા પુણ્યકાર્યથી તમારા પર તુષ્ટમાન્ થયો છું, તેથી તમારે ઇચ્છિત હોય તે વરદાન માંગો. તમારા તપથી આકર્ષાઈને તેમજ તમારી જિનભક્તિથી સંતુષ્ટ થઈને હું યક્ષિણી સહિત અહીં આવ્યો છું.” આ પ્રમાણે તે યક્ષના વચનો સાંભળીને રાજા તેને નમસ્કાર કરી વિનય સહિત બોલ્યો કે—‘હે દેવ ! જો તમે તુષ્ટમાન્ થયા હો તો મને એક સુંદર પુત્ર આપો.’ આ પ્રમાણેની તેની માંગણીથી યક્ષે કહ્યું કે—‘તમને પુત્ર થશે.' પછી ૧૬ ક્રોડ સુવર્ણની અને ત્રણ ક્રોડ મણિની વૃષ્ટિ કરીને તે યક્ષ યક્ષિણી સહિત અદૃશ્ય થયો. યક્ષના ગયા પછી રાજા રાણીએ પણ હર્ષિત થઈને કાયોત્સર્ગ પાર્યો. તે સમયે કોઈક મહર્ષિક દેવ પોતાનું આયુષ્ય પૂર્ણ કરી ઈશાન સ્વર્ગથી અવીને તે પુષ્પભદ્રપુરમાં પુષ્પચૂલ રાજાની સ્ત્રી પુષ્પમાલાની કુક્ષિમાં ઉત્પન્ન થયો. સંધ્યાકાળે રાણી પાપ પ્રતિક્રમીને પંચનમસ્કારમંત્રનું સ્મરણ કરીને પોતાની શય્યામાં સુખપર્વક સુતાં સુતાં તેણે આવું સ્વપ્ન જોયું કે– ‘‘ઈશાન દેવલોકથી કોઈ મહર્ધિક અને દેદીપ્યમાન દેવ ચ્યવીને દેવના ગુણો સહિત મારા ઘરમાં આવીને વસ્યો.” વળી તેણે એવું પણ જોયું કે—‘આસો માસની પૂર્ણિમાની રાત્રીએ

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228