Book Title: Dharm Kalpdrum Mahakavya
Author(s): Dharmtilakvijay
Publisher: Dharmkirtivijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 193
________________ ૧૭૪ શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય એવું પુણ્યકાર્ય કર્યું છે જેથી મારું વાંછિત સિદ્ધ થાય.” આ પ્રમાણે વિચારીને તેણે રાણીને કહ્યું કે-“હે પ્રિયે ! તું મનમાં ખેદ ન કર, હું એવો પ્રયત્ન કરીશ કે જેથી તને ભાવિમાં પુત્રની પ્રાપ્તિ થાય, પ્રથમ પુણ્યની સાધના કરવી જોઈએ. પુણ્યથી દેવો પણ કિંકરપણું કરે છે અને વાંછિત આપે છે. તે પુણ્ય તપવડે જ ઉત્પન્ન થઈ શકે છે જેમ નિચાપણાથી જળ, લીલાચારાથી ગાય, શાંતપણાથી બાળક, વિનયથી સંતપુરુષો, દ્રવ્યથી અન્યજનો અને હિતકારી પ્રિયવચનથી લોકો સાધ્ય થાય છે. તેમ તપવડે દેવો સાધ્ય થાય છે. શ્રીજિનેશ્વરોએ ચાર પ્રકારનો ધર્મ કહ્યો છે. તેમાંથી વાંછિતની સિદ્ધિ માટે ભાવસંયુક્ત તપધર્મ કરવો. હે પ્રિયે ! તપનું આવું માહાસ્ય જાણીને તેની સાધના કર, ચિત્તમાં સંતોષ ધારણ કર અને હર્ષિત રહે, શોકને તજી દે.” તે સમયે અકસ્માત કોઈક ચારણમુનિ રાજાને વંદાવવા અને ધર્મ સંભળાવવા ત્યાં પધાર્યા. રાજાએ તે મુનિશ્રેષ્ઠને ઉત્તમ સ્થાને બેસાડીને પરમભક્તિથી તેમને વંદના કરી અને રાણીએ પણ ભાવપૂર્વક મુનિને વંદન કર્યું. મુનિએ ધર્મલાભરૂપ આશીષ આપીને આ પ્રમાણે ધર્મદેશના આપી. અહો ભવ્ય જીવો ! આ અસારા સંસારમાં સુકૃતનું સેવન કરવું તે જ એક સારભૂત છે. જેની પાસે ધર્મ છે અર્થાત જે સતત ધર્મનું આરાધન કરે છે તેને સર્પ હારલતા જેવો થાય છે, તલવાર પુષ્પમાળા જેવી થાય છે, વિષ રસાયન થઈ જાય છે, શત્રુ પ્રીતિ કરતા આવે છે, દેવતાઓ વશ થાય છે. એ પ્રસન્નમનવાળાધર્મી માટે વધારે શું કહેવું? આકાશ પણ તેની ઉપર રનનો વરસાદ કરે છે અર્થાત્ ધર્મના પ્રભાવે આકાશમાંથી રત્નોની વૃષ્ટિ થાય છે.” આ પ્રમાણેની દેશના સાંભળ્યા પછી મુનિરાજને નમીને રાજાએ કહ્યું કે– હે ભગવન્! એવો યોગ્ય માર્ગ બતાવો કે જેથી મારે ત્યાં પુત્રોત્પત્તિ થાય.” મુનિરાજે કહ્યું કે–અમે એવી સાવધ પ્રવૃત્તિ માટે ઉત્તર આપી શકીએ નહી, પરંતુ તમને એટલું કહું કે તમે કલ્પવૃક્ષની જેમ વાંછિતને આપનાર શ્રેષ્ઠ તપનું સારી રીતે આરાધન કરો.” નૃપે પૂછ્યું કે–તપ તો અનેક પ્રકારના છે, તેમાંથી અમારે ક્યો તપ કરવો યોગ્ય છે?” ગુરુ ભગવંતે કહ્યું કે-“જો તમને પુત્રની ઇચ્છા છે તો તમે ચાંદ્રાયણ તપ કરો.” નૃપે કહ્યું કે-“હે મહારાજ ! કૃપા કરીને તે તપની વિધિ વિસ્તારથી બતાવો કે જેથી તે પ્રમાણે હું પ્રિયા સહિત તે તપનું આરાધન કરું.” ગુરુભગવંતે કહ્યું કે- હે ભૂપતિ ! ફાગણ સુદ ૧૫થી એ તપ શરૂ કરવો. તે વૈશાખ સુદ ૧૫મે પૂર્ણ થાય છે. તેમાં ફાગણ સુદ ૧૫ મે પ્રથમ ચોવિહાર ઉપવાસ કરવો, પછી વદિ ૧મે ૧૫ કવળ લેવા, વદિ બીજે ૧૪ કવળ લેવા, એમ ઘટાડતાં ઘટાડતાં યાવતું વદિ ૦)) સે એક કવળ લેવો. પછી ચૈત્ર સુદ ૧મે બે કવળ લેવા, સુદિ બીજે ૩ કવલ લેવા એમ યાવત્ ચૈત્ર સુદિ ચૌદશે ૧૫ કવળ લેવા. વૈદ શુદિ પૂનમે ચૌવિહાર ઉપવાસ કરવો. વદિ ૧મે પણ ઉપવાસ કરવો અને તેને પારણે વદિ બીજે એકાસણું કરવું. વદિ ત્રીજે ઉપવાસ અને વદિ ૪થે એકાસન કરવું. વદિ ૩ જે ઉપવાસ અને વદિ ૪થે એકાસન, એમ એકાંતરે ૧૩ ઉપવાસ અને ૧૩ એકાસન કરવા. વૈશાખ સુદ ૧૪ને શુદિ ૧૫નો છઠ્ઠ કરવો. તેને પારણે એકાસણું કરવું.

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228