Book Title: Dharm Kalpdrum Mahakavya
Author(s): Dharmtilakvijay
Publisher: Dharmkirtivijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 188
________________ છો પલ્લવઃ ૧૬૯ સાંભળ–પૂર્વભવે ધનશ્રીએ પોતાની શોક્યના રત્નો હરી લીધાં હતાં, તે વીશ પ્રહર પછી તેને પાછાં આપ્યાં હતાં. તે શોક્ય મરણ પામીને વ્યંતરી થઈ છે, તેણે પૂર્વભવના રત્નાપહારના વૈરથી તમારા પુત્રને સર્પાકૃતિ કર્યો છે. તે વિશ વર્ષને અંતે મનુષ્યરૂપે થશે.” આ પ્રમાણે સાંભળી એક કરંડીઆમાં તે સર્પને રાખી સ્ત્રી અને ભર્તાર સાકર યુક્ત દૂધ પીવડાવવા પૂર્વક તેનું પ્રતિપાલન કરવા લાગ્યા. પિતાએ તેનું જંબૂદત એવું નામ રાખ્યું. વિશ વર્ષને અંતે તે મનુષ્યરૂપે થયો. જંબૂદત્તને તેના પિતાએ નાગરશ્રી નામની કન્યા પરણાવી. તેનાથી જંબૂદત્તને અનુક્રમે ચાર પુત્રો થયા. તે ચારે પુત્રોને મોટા શ્રેષ્ઠીઓની પુત્રી સાથે પરણાવ્યા. તેમને પણ ઘણા પુત્ર પુત્રીઓ થયા. એ રીતે ધનપ્રિય વૃક્ષની જેમ સારી રીતે વૃદ્ધિ પામ્યો. ધનપ્રિય વિના તેના ઘરમાં બીજા બધા જૈનધર્મી હતા અને ધર્મનું સારી રીતે આરાધન કરતા હતા. જેબૂદત્તે યોગ્ય સમયે ભાયંસહિત ચારિત્ર અંગીકાર કર્યું અને તે શિવસુખનું ભાજન થયો. બીજા બધા પણ અનુક્રમે સત્કાર્યો કરીને સ્વર્ગે ગયા. તે બધાના વિરહદુઃખથી પીડિત થતો ધનપ્રિય વિયોગપીડારૂપ મહાસમુદ્રમાં પડ્યો. મહામોહવડે વિમૂઢ આત્માવાળો અને ચિત્તમાં અત્યંત સંતાપ કરનારો એ ધનપ્રિય ધર્મનું મહાભ્ય નહીં જાણતો હોવાથી હૃદયમાં શોકશંકુથી પીડિત થયો. “અરે મારા પુત્રો ! મારી સ્ત્રી ! મારી લક્ષ્મી ! મારું ઘર ! આ બધું ક્યાં ગયું? શું થયું?” આવા આર્તધ્યાનથી મૃત્યુ પામીને તે એકેન્દ્રિયમાં ગયો. એકેન્દ્રિયમાં જવાથી ધનપ્રિય મહામોહવડે અનંતકાળ પર્યત ભવરૂપી આવર્તમાં ભમશે. તેથી ઉત્તમપુરુષોએ આ સંસારમાં તીવ્ર મોહ કરવો નહીં.” ( આ પ્રમાણે સાંભળીને પુરુષોત્તમ રાજા સંવેગરંગને ધારણ કરીને ગુરુમહારાજને નમીને પોતાને સ્થાને આવ્યો અને પોતાનું રાજ્ય કેટલીક હિતશિક્ષાપૂર્વક બે પુત્રોને આપ્યું. ત્યારબાદ સંતુષ્ટ બુદ્ધિવાળો તે રાજા મંત્રીઓને જણાવીને સંસારનો ઉચ્છેદ કરવા માટે ચારિત્ર ગ્રહણ કરવા ઉદ્યમવંત થયો. શ્રીજિનેશ્વરદેવની ધ્વજપૂજા વગેરે કરીને એટલે જિનમંદિર ઉપર નવીન ધ્વજા ચડાવીને, ગુરુમહારાજની તથા સંઘની પૂજાભક્તિ કરીને, હીન તેમજ દીનજનોને દાન આપીને તેમજ સમસ્ત પ્રજાજનને સંતોષ પમાડીને પુરુષોત્તમરાજા છ પ્રકારના (ક્રોધ-માન-માયા લોભરાગ-દ્વેષ) ભાવશત્રુને જીતવા માટે હસ્તી પર આરૂઢ થઈને ગુરુમહારાજની પાસે આવ્યો. ત્યાં બન્ને પ્રકારની શિક્ષાપૂર્વક ચારિત્ર ગ્રહણ કરીને તે તીવ્રતપ કરવા લાગ્યા. શ્રીષેણ અને હરિષેણ નામના તેમના બન્ને પુત્રો રાજ્ય સંબંધી પિતાના સ્થાનને પામીને તેનું સારી રીતે પ્રતિપાલન કરવા લાગ્યા. પુરુષોત્તમ રાજર્ષિ એક લાખ વર્ષનું આયુ પૂર્ણ કરી પ્રાંતે કેવળજ્ઞાન પામીને શાંતિનાથ અને કુંથુનાથના અંતરમાં મોક્ષસુખ પામ્યા. વીરપરમાત્મા કહે છે કે-“હે ભવ્યો ! જેમ તપધર્મના આરાધનાથી પુરુષોત્તમરાજા મહાઋદ્ધિનું ભાજન થયો તેમ અન્ય જીવો પણ અનેક પ્રકારના સુખોને પામે છે. જે દૂર હોય છે, જે દુરાસાધ્ય હોય છે, અવ્યવસ્થાવાળું હોય છે, તે સર્વ તપવડે સાધ્ય થઈ શકે છે. તપ દુરતિક્રમ છે–કોઈ તેનું અતિક્રમણ કરી શકતું નથી.” કર્મનું ઉમૂલન કરવામાં પ્રવીણ શ્રીવીર પરમાત્મા, પોતાની પ્રતિજ્ઞામાં દઢ એવા

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228