Book Title: Dharm Kalpdrum Mahakavya
Author(s): Dharmtilakvijay
Publisher: Dharmkirtivijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 187
________________ ૧૬૮ શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય | પુણ્યસારનો પૂર્વભવ'. આચાર્ય ભગવંતે કહ્યું કે-“પૂર્વે આજ નગરમાં એક ધનદ નામનો શ્રેષ્ઠીપુત્ર હતો. તે સ્વભાવે જ કૃતજ્ઞ તેમજ ત્યાગ (દાન) વડે સુંદર હતો. તેણે સદ્ગુરુના સંયોગે દેશવિરતિ અંગીકાર કરી, તેમાં પાંચ ઉદંબરાદિક અભક્ષ્યોનો ત્યાગ કર્યો તેમજ સાતક્ષેત્રમાં પોતાનું દ્રવ્ય વાપરવા તેમજ વાવવા લાગ્યો. એક દિવસ તેણે ગુરુભગવંત પાસે ચારિત્ર પણ અંગીકાર કર્યું. પછી સિદ્ધાંતનું પઠન, વિનય, તપ અને ક્ષમા વગેરે સદ્ગુણોથી સમ્યફ પ્રકારે વિભૂષિત થઈને સારી રીતે ગ્રામયનું પ્રતિપાલન કર્યું. પ્રાંતે અનશન કરી સમાધિપૂર્વક મરણ પામી ત્રીજા દેવલોકમાં ઈન્દ્રના સામાનિક દેવપણે ઉત્પન્ન થયો. ત્રીજા દેવલોકમાં અદ્દભુત એવા દિવ્ય ભોગને ભોગવીને આયુક્ષયે ત્યાંથી ચ્યવી તમારા પુત્ર પુણ્યસારરૂપે ઉત્પન્ન થયો છે.” તે વખતે જાતિસ્મરણ થવાથી પોતાના પૂર્વના બે ભવ જોઈ હર્ષ પામીને પુણ્યસારે હાથ જોડી ગુરુમહારાજને કહ્યું કે-“હે મુનીશ્વર ! મને જાતિસ્મરણ જ્ઞાન થવાથી આપે કહ્યા પ્રમાણે સર્વ જોયું છે. આપે કહ્યું તે સત્ય છે, તેથી હું હવે પૂર્વે કરેલા સત્કાર્યમાં જ પ્રવૃત્ત થવા ઇચ્છું છું.” આ પ્રમાણે કહીને તેણે રાજા, માતાપિતા તથા સ્ત્રી સહિત ગુરુમહારાજ પાસે દેશવિરતિ અંગીકાર કરી. પછી ગુરુમહારાજને નમીને સર્વ સ્વસ્થાનકે ગયા. ધનમિત્ર શ્રેષ્ઠી ત્યારથી દેવપૂજાદિ કાર્યમાં વિશેષ તત્પર થયો અને સારી રીતે શ્રાદ્ધધર્મ પાળવા લાગ્યો. એકવખત ધન્યાની કુક્ષિથી ઉત્પન્ન થયેલ પુત્રને પોતાને સ્થાને સ્થાપન કરીને પુણ્યસારે માતાપિતાની સાથે સુનંદ ગુરુની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. પછી ચિરકાળ તીવ્ર મુનિપણું પાળીને અનશનપૂર્વક મરણ પામીને દેવપણે ઉત્પન્ન થયો. ત્યાંથી ચ્યવી મનુષ્યપણું પામી અનુક્રમે મોક્ષસુખને પ્રાપ્ત કરશે. જે પુણ્ય નિર્મળ કુળમાં ઉત્પન્ન થયો, મનોહરરૂપ પામ્યો, પ્રશંસનીય જાતિ પામ્યો, ઉદયવતી લક્ષ્મી પામ્યો, આચારવડે શુદ્ધ બુદ્ધિ પામ્યો, યોગ્ય પુત્રો થયા, લાયક સ્ત્રી મળી અને મૃત્યુ પામ્યા પછી દેવની સમૃદ્ધિ મળી–એવા પુણ્યને ઉત્પન્ન કરનાર સત્કાર્યો જો ફરી ફરી કરવામાં ન આવે તો પછી કૃતજ્ઞપણું કેમ કહેવાય ?” આ પ્રમાણે પુરુષોત્તમ રાજાએ ધર્મનું માહાસ્ય સાંભળીને બે સ્ત્રીઓ સહિત શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા. પુનઃ ગુરુમહારાજે કહ્યુ–“હે ભૂપ ! જે પ્રાણીઓ મહામોહને વશ થાય છે તે સંસારરૂપી મહાકૂપમાંથી નીકળવા શક્તિમાન્ થતા નથી. મોહથી આ સ્ત્રી, પુત્ર, પુત્રી, ઘર અને ધન વગેરે મારાં છે એમ જે માને છે તે ધનપ્રિય નામના વણિકની જેમ એકેન્દ્રિયપણાને પામે છે. તે કથા આ પ્રમાણે : ધનપ્રિયવણિકની કથા *કુશાર્ત નામના દેશમાં શૌર્યપુર નામના નગરમાં ધનપ્રિય નામનો વણિક રહેતો હતો. તેને ધનશ્રી નામે સ્ત્રી હતી. તે સંતાનની પ્રાપ્તિ માટે અનેક દેવોની પૂજા કરતો હતો. એક દિવસ તુષ્ટમાન થયેલા જંબૂદેવના પ્રભાવથી તેને પુત્ર થયો, પણ તે સર્પના રૂપવાળો થયો. તેથી ધનપ્રિયે પુનઃ તેની આરાધના કરીને પૂછયું કે–“આ પુત્ર સર્પરૂપે કેમ થયો છે?” દેવે કહ્યું કે તેનું કારણ

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228