Book Title: Dharm Kalpdrum Mahakavya
Author(s): Dharmtilakvijay
Publisher: Dharmkirtivijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 185
________________ ૧૬૬ શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય શુભકર્મના ઉદયથી તમે રાણી સહિત રાજયાદિક સુખને પામ્યા.” રાજાએ પૂર્વે જાતિસ્મરણથી પૂર્વભવ જાણ્યો હતો. ગુરુ મહારાજના વાક્યથી તે વિશેષ પ્રકારે જાણ્યો અને તેમનું કહેલું સર્વ સત્ય માન્યું. પછી પુણ્યકાર્યનું ફળ વિશેષથી જાણવા માટે રાજાએ “દાન, શીલ, તપ, ભાવ–આ ચાર પ્રકારના ધર્મમાં ક્યા ધર્મના આરાધનનું ફળ વિશેષ છે? એમ પૂછ્યું. ગુરુભગવંતે કહ્યું કે-“હે નૃપ ! ચારે પ્રકારનો ધર્મ આરાધવાથી વિવિધ પ્રકારના ફળને આપે છે, પરંતુ તે દરેક ભાવસંયુક્ત હોવું જોઈએ. દાન દારિદ્રના નાશ માટે થાય છે, શીલ દુર્ગતિનો નાશ કરે છે, તપ નિકાચિત કર્મોનો વિનાશ કરે છે અને ભાવના તો સંસારનો નાશ કરે છે. દાન, તપ, દેવપૂજા, દાક્ષિણ્ય, દક્ષતા, દમ, શીલ અને વિવેક-ઈત્યાદિને પંડિત પુરુષો ધર્મના અંગ કહે છે. જેમ પંચેન્દ્રિય પ્રાણી સર્વ અંગોપાંગવડે શોભે છે તેમ જિનોક્ત ધર્મ પણ તેના ઉપર કહ્યા તે અંગોવડે શોભે છે. શ્રીજિનેશ્વરકથિત ધર્મ કલ્યાણરૂપી વલ્લીના કંદતુલ્ય છે. ' સર્વ સુખની પ્રાપ્તિમાં કલ્પવૃક્ષ તુલ્ય છે, દારિદ્રરૂપી ઉદીપ્ત દાવાનળને શમાવવામાં વર્ષાતુલ્ય છે, સંસારના વ્યાધિઓનો નાશ કરવા વૈદ્ય સમાન છે, કલ્યાણરૂપી લક્ષ્મીને વશ કરવાના મંત્રતુલ્ય છે, તે મલિન ભાવ વિનાનો છે અને ભયંકર એવા સંસાર સમુદ્રથી તારવા પ્રવાહણતુલ્ય છે, માટે ધર્મ નિરંતર સેવન કરવા યોગ્ય છે. પૂર્વે જેમ બુદ્ધિમાનું પુણ્યસારે ધર્મનું આરાધન કરીને પુણ્યનું ઉપાર્જન કર્યું હતું, તેમ તેની કથા સાંભળીને અન્ય જીવોએ પણ પુણ્ય ઉપાર્જન કરવું. તે કથા આ પ્રમાણે : | પુણ્યસારની કથા | * લક્ષ્મીની સંકેતભૂમિ જેવી સાકેતપુરી નામે નગરી હતી. ત્યાં નામથી અને તેજથી ભાનુપ્રભ નામે રાજા હતો. તે નગરમાં પરિમિત ધનવાળો ધનમિત્ર નામે શ્રેષ્ઠી વસતો હતો. તેને ગુણવડે તેના જેવી ધનશ્રી નામની શ્રેષ્ઠ પ્રિયા હતી. એક વખત તેણે રાત્રી શેષ રહી હતી તે સમયે અનેક પ્રકારના રત્નોથી ભરેલા સુવર્ણના કુંભને પોતાના મુખમાં પ્રવેશ કરતો જોયો. તરત જ તે જાગી અને પોતાની શયામાંથી ઉઠી, પતિ પાસે જઈ તે સ્વપ્ન નિવેદન કર્યું. ધનમિત્રે કહ્યું કે- હે પ્રિયા ! તને ભાગ્યશાળી એવો પુત્ર થશે.' એમ કહીને હર્ષથી તેને અભિનંદન આપ્યું. અનુક્રમે ગર્ભસ્થિતિ પૂર્ણ થયે પુત્રનો જન્મ થયો. શ્રેષ્ઠીને પુત્ર પ્રાપ્તિની વધામણીથી ઘણો આનંદ થયો. સ્વપ્નને અનુસાર તે પુત્ર ઘણો ભાગ્યશાળી થશે એમ જાણી શ્રેષ્ઠીએ તે પુત્રનું પુણ્યસાર નામ પાડ્યું. સરોવરમાં હંસ જેમ એક કમળથી બીજા કમળ ઉપર જાય તેમ જુદા જુદા (વ્યક્તિના) હાથમાં રમતો તે વૃદ્ધિ પામ્યો. ધનમિત્ર શ્રેષ્ઠીને તે પુત્રના જન્મદિવસથી દરરોજ નવા નવા લાભ પ્રાપ્ત થવા લાગ્યા. “અત્યંત ભાગ્યશાળીના આવાગમનથી શું શું લાભની પ્રાપ્તિ ન થાય?” પુણ્યસારે ઉચિતકાળે કળાગુરુ પાસેથી અનેક કળાઓ ગ્રહણ કરી. યૌવન સન્મુખ ” થવાથી તેના રૂપલાવણ્ય પણ વૃદ્ધિ પામ્યા. પૂર્ણ યૌવન પામવાથી પિતાએ રૂપાદિ ગુણ વડે વિખ્યાત એવી કોઈ શ્રેષ્ઠીની ધન્યા નામની પુત્રીને મોટા મહોત્સવ સાથે પરણાવી. કહ્યું છે કે

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228