Book Title: Dharm Kalpdrum Mahakavya
Author(s): Dharmtilakvijay
Publisher: Dharmkirtivijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 182
________________ છઠ્ઠો પલ્લવઃ ૧૬૩ આ ભવમાં અત્યંત દુઃખ પડ્યું છે.” મુનિએ કહ્યું કે−‘હે વત્સ ! બીજી ગતિના દુઃખોની તુલનામાં મનુષ્યભવનું તારું આ દુઃખ અલ્પ માત્ર છે. આ જીવે પૂર્વે નરકગતિમાં અનંતીવાર જે - દુ:ખો સહન કર્યો છે તે હું તને લેશ માત્ર કહું છું. તે સાવધ થઈને સાંભળ. નરકમાં નારકીના જીવોના તલ તલ જેવા ટુકડા કરવામાં આવે છે. તે જીવો વજ્રમય મુગરથી કૂટાય છે, અગ્નિવર્ડ કુંભીમાં નાખીને પકાવાય છે, તીક્ષ્ણ શસ્રવડે તેમના ટૂકડા કરવામાં આવે છે, કરવતથી વિદા૨ાય છે, કોલ અને શ્વાન વડે ખવડાવાય છે, મોટા યંત્રમાં નાખીને પીલવામાં આવે છે, તપાવેલું સીસું પીવડાવાય છે, લોઢાના વાહનમાં જોડવામાં આવે છે, શીલા ઉપર પછાડાય છે, અગ્નિના કુંડમાં નાખવામાં આવે છે, તપાવેલી ધૂળમાં સૂવડાવાય છે. આ પ્રમાણેની પરમાધામીકૃત વેદનાઓ છે. તદુપરાંત ક્ષેત્રસ્વભાવથી થતી અને અન્યોન્યથી કરાતી પીડા પણ અસહ્ય હોય છે. ગાઢમત્સરવાળા નારકીઓ મહાદુ:ખ ભોગવે છે. જ્વર, ઉષ્ણ, દાહ, ભય, શોક, તૃષ્ણા, ખણજ, બુભુક્ષા, પરવશતા અને શીત–આ દશ પ્રકારની ક્ષેત્રવેદના તો ત્યાં નિત્ય હોય છે. હવે તિર્યંચગતિની પીડા સાંભળ—તિર્યંચો અંકુશ, ચાબકા, લાકડીઓ, વધ, બંધન, ક્ષુધા, તૃષા, ઠંડી, તડકો વગેરેથી થતી અનેક પ્રકારની વેદના ભોગવે છે. જેઓ પૂર્વભવમાં ધર્મના નિયમવાળા હોય છે તેઓ પ્રાયે આવી વેદના પામતા નથી.'' આ પ્રમાણેની ગુરુભગવંતની દેશના સાંભળીને તેમજ સંસારમાં પારાવાર દુઃખો જાણીને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી તેણે ગુરુભગવંત પાસે ચારિત્ર ગ્રહણ કર્યું અને તલવારની ધાર સમાન તીવ્રપણે વ્રતોને પાળવા લાગ્યો. ગુરુમહારાજની શિક્ષાને મસ્તકપર ધારણ કરતા સંવરમુનિ અનુક્રમે ગીતાર્થ થયા. તેમણે અનેક પ્રકારના તપ કર્યા, મુનિની બાર પ્રતિમાઓ વહન કરી, અનુક્રમે જિનકલ્પ સ્વીકાર્યો. છ માસ પર્યંત તપ કર્યો. એક વખત તે અરણ્યમાં મેરુપર્વતની જેમ સ્થિર થઈને કાર્યોત્સર્ગધ્યાને ઊભા હતા. તે વખતે ઇંદ્ર દેવલોકમાં તેમની સ્થિરતાની પ્રશંસા કરી. તે સાંભળીને શંકા કરતા કોઈક મિથ્યાદૃષ્ટિ દેવે કહ્યું કે—“હું હમણાં જ ત્યાં જઈને તુરત જ તે મુનિને ચલાયમાન કરું. મનુષ્યમાં એવી સ્થિરતા ક્યાંથી હોય ? કે જેથી દેવ પણ ચલિત ન કરી શકે.’’ આ પ્રમાણે કહીને તે દેવ જ્યાં મુનિ હતાં ત્યાં આવ્યો અને તેણે દેવમાયાવડે એક સાર્થ વિકુર્યો. તેમજ સર્વત્ર ગ્રીષ્મઋતુ વિસ્તારી. સૂર્યના કિરણો પણ તીવ્ર કર્યા કે જેથી તૃષા વધે અને રસ નાશ પામે. આવી કલિકાળ જેવી ગ્રીષ્મઋતુથી જળની વલ્લભતા વૃદ્ધિ પામી. મુનિની પાસે સાર્થવાહ પોતાના પરિવાર સાથે રહેલો છે. દેવે માયાવડે મુનિના દેહમાં ક્ષુધા અને તૃષાની પીડા વધારી દીધી. સાર્થવાહે મુનિની પાસે જળ અને કરંબો વગેરે અન્ન ધર્યું અને તે વહોરવા પ્રાર્થના કરી, પણ મુનિ છ માસી તપવાળા હોવાથી તેમણે કંઈપણ ગ્રહણ કર્યું નહીં. અર્ધીરાત્રે દેવે માયાવડે તડકો વિકુર્તીને કહ્યું કે—મારી ઉપર દયા કરીને કાઉસગ્ગ પારો, મારી પાસે સર્વપ્રકારનું પ્રાસુક અન્ન છે અને તમે પ્રસંગોપાત અતિથિ મળી ગયા છો.' મુનિએ વિચાર્યું કે– ‘અત્યારે હજુ રાત્રી હોવા છતાં આ તડકો ક્યાંથી ? જરૂર જણાય છે કે કોઈ દેવે માયાવડે આ

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228