Book Title: Buddhiprabha 1964 11 SrNo 60
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 8
________________ બુદ્ધિપ્રભાનું સરવૈયુ સંપાદકીય દીવાળી આવતાં જ વેપારી પિતાના ધંધાનું સરવૈયું કહે છે અને હિસાબ લગાવે છે કે પોતે કેટલે નફો કર્યો ને કેટલું નુકશાન કર્યું ગઈ દીવાળીએ અમે બુદ્ધિપ્રક્ષાને ચેથા વરસને પ્રથમ અંક મુંબકથી પ્રગટ કર્યો હતો. આજે અમારા હસ્તક બુદ્ધિપ્રભા બીજા વરસમાં પ્રવેશ કરે છે. ત્યારે અમારું સરવૈયું કાઢવાનું અમને સ્વાભાવિક જ મન થાય છે. પણ આ સરવૈયું અમે રૂપિયામાં નહિ કાઢીએ. અમે કેટલી પ્રગતિ કરી ને હજુ કેટલી પ્રગતિ કર બાકી રહી તે જ કહીશું. પરંતુ અમારી પ્રગતિની પ્રશંસા અમે કરીએ એ તે નરી આત્મપ્રશંસા જ લેખાશે. છતાં પણ એટલું તે અમે ગૌરવપૂર્વક કહશે કે પ્રાસંગિક અંકે કાઢવામાં બુદ્ધિપ્રભાએ ચકકસ પ્રગતિ સાધી છે. પયુર્ષણ, મહાવીર જન્મક૯યાણક તેમજ દીવાળી પ્રસંગે તે બધા જ પત્ર વિશેષાંક પ્રગટ કરે જ છે. તેવા અંકે પ્રગટ કરી અમે કંઈ વિશેષ પ્રગતિ નથી બતાવી. પરંતુ અમે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય, ઉપાધ્યાયજી, શ્રી યશોવિજયજી, ચિકાગા વિશ્વધર્મ પરિષહ્ના વિજયી પ્રતિનિધિ શ્રી વીરચંદ રાઘવજી ગાંધી જેવી વિશિષ્ટ વ્યક્તિઓની પુણ્યતિથિ પ્રસંગે પ્રગટ કરેલા પ્રાસંગિક અંકે છે તે બુદ્ધિપ્રભાની આગવી જ પ્રગતિ ઇતિહાસે નોંધાશે. બાકી સાહિત્યની દષ્ટિએ અમે કેટલી પ્રગતિ સાધી એને હિસાબ તે વાચકો જ કહેશે. એ ખરું છે કે અન્ય પત્રોની જેમ અમે દળદાર અંકે પ્રગટ નથી કરી શકયા. અમારાથી અમારી મર્યાદામાં રહી જેટલા વધુ પાને આપી શકાય તેટલા અમે પાનાં આપ્યાં છે. અને અમે એ દરેક પાના વધુ ને વધુ સાહિત્ય સભર બને એ પ્રમાણિક પ્રયાસ કર્યો છે. એક પણ પાનું બીન જરૂરી રીતે પ્રગટ ન થાય તેને અમે જાગૃત પ્રયત્ન કર્યો છે, અને ચિંતન કણિકા, આમને-સામને, પ્રેમ ગીતા, ગુરુદેવના પત્રો' ગીત મંજૂષા, ગોચરી, સમાલોચના જેવા વિવિધ

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 118