Book Title: Bharatni Ek Viral Vibhuti Author(s): Chitrabhanu Publisher: Jain Yuvak Mandal View full book textPage 4
________________ ૯d, ભારતથી છું એક વિરલ વિભૂતિ DO ઝૂ ૦૦૦૦»રૃ વિશ્વ C OD Co૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦OS હિંસાના ભડકાથી સળગતી દુનિયા પર, વિલાસમન દુનિયા પર, પાપથી ખદબદતી દુનિયા પર, ચૈત્ર સુદ તેરસના પુનિત દિવસે એક અજોડ બાળકે-વિભૂતિએ અવતાર લીધો. આંખમાં અમૃત, મુખકમળ પર મધુર સ્મિત, હૈયામાં કરુણા અને આત્મામાં અખંડ વિશ્વ વાત્સલ્ય ભરીને અવતરેલી આ વિરલ વિભૂતિને જોઈ, દુનિયા દંગ બની ગઈ. આ વિરલ-વિભૂતિના આગમનથી દુઃખિયારી દુનિયા પ૨ સુખની ગુલાબી હવાનો સંચાર થયે. વસન્તની કામણગારી કેકીલા આમ્રવૃક્ષની શાખા પર આનન્દ ને ઉલ્લાસથી ઝલા ઝલતી, મંજુલ–ધ્વનિથી ટહૂકા કરવા લાગી. કુંજની ઘટાઓમાંથી મને હર પક્ષીઓ મને-ગીત ગાવા લાગ્યાં, શુભ્ર વસ્ત્રધારિણું સરિતા, પૂર્ણ સ્વાધ્યથી ઝડપભેર મધુર હાસ્ય કરતી, સાગર ભણું ધસવા લાગી-વિશાળ આકાશમાં પરિભ્રમણ કરતા દીવાનાથને કમળ પ્રકાશ–પંજ, ધરા પર વર્ષવા લાગ્યો, અને અવિરત નરકની યાતના ભેગવતાં પીડિત હૈયાં, આ શાન્ત અને સુખના મુક્ત વાતાવરણમાં વિહરવા લાગ્યાં, વાતાવરણ કાંઈક અલૌકિક હતું ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 48